રસરંગપૂર્તિ

| બુધવારે બન્ને સ્કૂટર પર નીકળી પડ્યા. વાવથી થોડે દૂર એક ખેતરમાં વાડની બીજી બાજુ સ્કૂટર મૂકી નવ વાગે વાવ પાસે પહોંચી ગયા.
વાવ હરિપુરાની સીમમાં ગામથી થોડે દૂર હતી. અંધારુ થતાં ખાસ અવરજવર નહોતી. શ્રાવણી અમાસની રાત હતી. ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. ક્યાંક ક્યાંક વિજળીના ચમકારા પણ હતા. બન્ને વાવના પગથિયાં પર બેઠાં. થોડીવારે ઈન્સપેક્ટર જાડેજા એમની જીપમાં આવ્યા.
એમને જોઈ બન્ને એમની પાસે ગયાં.
જીપમાં બેસી જઈએ?’
આવી જાઓ.” કહી ઈપેકટરે દરવાજો ખોલ્યો.
ઓહ, તમે તમારા વકીલને પણ સાથે લાવ્યા છો?”
“એ આજે વકીલ તરીકે નહિ. મારી રક્ષક તરીકે આવી છે.” | ‘એની પાસે બહુ જોખમ હતું એટલે એકલો આવવા તૈયાર નહોતો. જુઓ, તમારા પૈસા તૈયાર છે.’ કહેતાં બ્રિફકેસ ખોલી.
ગુડ. પણ અહીં નહિ. વાવમાં ચાલો. ત્યાં ફાઈલ અને પૈસાની હેરફેર કરીએ.” ‘ગુડ આઈડિયા. તમે જાઓ. હું અહીં વાનમાં બેસું છું.’
વિવેક બેગ લઈને નીચે ઊતયછે. ઈન્સપેકટર ઉતરવા જતા હતા ત્યાં આરતીએ કહ્યું, ‘તમે પૈસા લઈ એનું કાસળ ન કાઢતા. મારે એના સિવાય કોઈનો સહારો નથી.”

તમને એવી બીક હોય તો
તિમિરનાં તેજ
જય ગજ્જર
મારી ગન અહીં મૂકીને જાઉં છું. બેચાર મિનિટનો તો સવાલ છે.’
ઈન્સપેકટર ગન મૂકીને વિવેક સાથે વાવમાં ગયા.
પૈસાની લાલચમાં આંધળા બનેલ ઈન્સપેક્ટરની મતિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. કોઈ કોન્સીકવન્સીઝ નો

વિચાર સરખો ન આવ્યો.
આરતી મનોમન હરખાઈ.
બન્ને દેખાતા બંધ થયા એટલે આરતી ગન લઈને વાવમાં ગઈ.
“ઈન્સપેક્ટર!’ કહી એણે બૂમ પાડી. ઈન્સપેકટર પૂંઠ ફેરવી એની સામે ઊભા રહી ગયા.
“સન..ન…” કરતી ગોળીઓ ઈન્સપેક્ટરના મસ્તક આરપાર નીકળી ગઈ.
ઈન્સપેક્ટર ધબ લઈને નીચે પટકાયા. એમનું પ્રાણ પંખેરું ઊડી ગયું.
રિવોલ્વોર આસપાસ વીંટમળેલા રૂમાલ વડે બ્રિફકેસમાંથી એક કવર કાઢી એમના શબ પાસે મૂકી દીધું. પેલી ફાઈલ, પોટલી અને રૂમાલ બ્રિફકેસમાં મૂકી દીધાં.
“ચાલ, ભાગ અહીંથી વિવેક.’

Leave a Reply

Your email address will not be published.