સમાચારો સંક્ષિપ્ત માં

-દેશની એકતાને નષ્ટ કરનારા અને ક્ષેત્રીય અખંડતાનું ઉલ્લંઘન કરનારી તમામ ગતિવિધિઓને ભારત ખૂબ ગંભીરતાથી લે છે તેની જાણ પણ કરી હતી.

– રશિયા-યુક્રેન યુધ્ધના ૨૨ દિવસ બાદ પણ રશિયા ઉપર પશ્ચિમી દેશોએ લગાવેલા વિવિધ પ્રતિબંધોના દબાણને વશ થયા વગર રશિયા એ યુક્રેન ઉપર ભિષણ હુમલાઓ ચાલુ જ રાખ્યા હતા. રશિયન સેનાએ મારિયુપોલ પાસે એક થિયેટર ઉપર એરસ્ટ્રાઈક કરતા તેમાં છૂપાયેલા એક હજારથી વધુ શરણાથી ઓ કાટમાળમાં દટાઈ ગયા હતા. રશિયા એ યુક્રેન ઉપર ભિષણ આક્રમક હુમલા ચાલુ જ રાખ્યા છે. અત્યાર સુદીમાં ૨૫ લાખથી વધારે યુક્રિનિયનો એ હિજરત કરતા દેશ છોડી દીધો

-પંજાબમાં નવા વરાયેલા મુખ્યમંત્રી અને પૂર્વ કોમેડિયન ભગવંત માન એ શપથવિધિ સમારોહ વીર ભગતસિંગ ના પૈતૃક ગામ ખટકલ કલાં માં યોજ્યા બાદ હવે પંજાબના મુખ્યમંત્રીની કેબિનમાં પણ દિવાલ ઉપર માત્ર બે જ તસ્વીરો જોવા મળે છે. જે પૈકી પ્રથમ તસ્વીર વીર ભગતસિંગ ની છે જ્યારે બીજી તસ્વીર ભારતીય બંધારણના ઘડવૈયા બાબાપાહેબ આંબેડકરની છે.

– ભારતમાં બુધવારે સાંજે લદ્દાખ અને જમ્મુ-કાશ્મિર માં શ્રીનગર પાસે ધરતીકંપ ના આંચકા અનુભવાયા હતા. લદ્દાખમાં સાંજે ૭.૦૫ કલાકે ૫.૨ તીવ્રતાના ભૂકંપનાં આંચકા અનુભવાયા બાદ રાત્રે ૯.૪૦ મિનિટે શ્રીનગરથી ઉત્તરમાં ૧૧૯ કિ.મી. ના અંતરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સદભાગ્યેજાનમાલની નુક્સાનીના કોઈ અહેવાલ નથી.

– ચીનમાં ફરી એકવાર કોરોના કેસોમાં વિરૂ ફોટ થતા ચીનમાં પરિસ્થિતિ બદતર થઈ હતી. કોરોના વિસ્ફોટના પગલે ચીનની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. પરિસ્થિતિ એટલી વિકટ છે કે હવે ક્વોરેન્ટાઈન થવા માટે પણ જગ્યા નથી. આ ઉપરાંત હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ જતા નવા પેશન્ટોને દાખલ કરવામાં મુશ્કેલી સર્જાવા ઉપરાંત દર્દીઓની મેડીસીનના જથ્થામાં પણ અછત વર્તાઈ રહી છે. પરિસ્થિતિ ખૂબ વિકટ બનતી ગઈ છે. કેન્દ્ર સરકારે જારી કરેલી નોટીસ અનુસાર દેશની તમામ ૪૫ સેન્ટ્રલ યુનિ.ના અંગ્રેજ્યુએટ કોર્ષમાં એડમિશન લેવા કોમન યુનિ. એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની રહેશે. આનથી ધો.૧૨ ના માર્ક આધારીત કટ ઓફની ભૂમિકા ખતમ થઈ જતા દિલ્હી યુનિવર્સિટીમાં એડમિશન મેળવી લેનારા કેરળના વિદ્યાથીઓનો દબદબો ખતમ થઈ જશે.

– રશિયા-યુક્રેન યુધ્ધનો ૨૦ દિવસેય અંત આવતો નથી. જ્યારે તાજા મળતા સમાચારમાં યુક્રેનના જણાવ્યા પ્રમાણે કિવ ની પૂર્વ બાજુએ તેમણે રશિયન દળોને પણ હટાવ્યા છે. જ્યારે યુક્રેનના શહેર માયરોપોલમાં સેન એ શરણે આવવાની મનાઈ કરતા રશિયાએ એટલી મિસાઈલો વરસાવી હતી કે આખા શહેરને જ ખંડેરમાં પરિવર્તિત કરી દીધું હતું. ખુદ યુકેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી ના જણાવ્યા પ્રમાણે હવે ત્યાં કશુંય બચ્યું નથી.

– યુ.પી.ના લોકપ્રિય અને કર્મઠ મુખ્યમંત્રી પાંચ વર્ષના શાસન બાદ ફરી મુખ્યમંત્રી બન્યા છે. ત્યારે તેમની લાડલી બહેન શશી પ્રચૂરગામના જાણિતા પાર્વતી મંદિર નજીક કાચી ઝૂંપડી જેવી દુકાનમાં ફૂલ,પ્રસાદ અને હા વેચીને ગરીબીમાં ગુજરાન ચલાવે છે. જ્યારે તેમને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે મુખ્યમંત્રીના હેન થઈને ચા ની દુકાન ચલાવો છો તો તમને શરમ નથી આવતી? ત્યારે સ્વાભિમાની અને ખુદ્દાર બહેને જવાબ આપ્યો હતો કે હું ગરીબ છું તે મારુ નસીબ છે. શરમ ત્યારે આવવી જોઈએ કે જ્યારે તમે કોઈ અયોગ્ય કામ કરી રહ્યા હો કે કોઈ ના હક્કનું છિનવી ને ખાતા હો. હું તો મહેનત કરીને મારું ગુજરાન ચલાવું છું તેમાં શરમ શેની?

– પશ્ચિમ બંગાળના બીરભૂમ જીલ્લામાં તૃ ણમુલ કોંગ્રેસના નેતા ભાડું શેખની હત્યા બાદ ફેલાયેલી હિંસામાં બે બાળકો સહિત ૧૦ લોકોના મોત થયા હતા. બીરપુરના રામપુર દાર માં ભડકેલી હિંસામાં એક જ પરિવારના ૮ લોકોને જીવતા સળગાવી દેવાયા હતા. પ.બ‘ગાળના રાજ્યપાલ ધનખડે એ જણાવ્યું હતું કે ઘટનાક્રમથી માલુમ થાય છે કે રાજયમાં માત્ર હિંસા અને અરાજકતા છે. તેમણે ચીફ સેક્રેટરી પાસે ઘટનાની વિગતો મંગાવી છે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ રાજ્ય સરકાર પાસે ઘટનાક્રમનો વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે અને કેન્દ્રીય ગૃ હમંત્રી અમતિશાહ ખુદ ઘટનાક્રમ ઉપર નજર રાખી રહ્યા છે. જ્યારે કોલકત્તા હાઈકોર્ટએ પણ સખ્ત વલણ અપનાવતા ગુરુવારે બપમેરે ર વાગ્યા સુધીમાં રાજ્ય સરકારને ઘટન ક્રિમનો રિપોર્ટ જમા કરાવવા આદેશ આપવા ઉપરાંત જિલ્લા જજની હાજરીમાં સીસીટીવી લગાવવા, ઘટનાસ્થળની ૨૪ કલાક ચાંપતી તપાસ રાખવા તથા સીએફએસએલની દિલ્હી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે જઈને તપાસ કરીને પુરાવા એકઠા કરવા ફરમાન નક્કી કર્યું હતું.

– હિરો મોટો કોર્પના ચેરમેન પવન મુંજાલના ઘર અને ઓફિસ ઉપર આઈ.ટી.ના દરોડા પડ્યા છે. આઈ.ટી.ને મુંજાલએ એકાઉન્ટમાં બોગસ ખર્ચા બતાવ્યાનો આરોપ છે. જો કે આઈટીના દરોડા બાદ કંપનીના શેરોમાં ૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

– રશિયા અને યુક્રેન બન્ને દેશો સાથે સારો સંબધ ધરાવતા અને બન્ને દેશો વચ્ચે મધ્યસ્થતની ભૂમિકા ભજવી રહેલા તુર્કીના જણાવ્યા પ્રમાણે રશિયા અને યુક્રેન કરારની ખૂબ નજીકમાં છે અને ટૂંક સમયમાં યુધ્ધ સમાપ્ત થઈ શકે છે. છેલ્લા બે સપ્તાહથી તુર્કીએ યુધ્ધના સંકટને રાજદ્વારી સ્તરે ઉકેલવા માટે તમામ પ્રયાસો હાથ ધર્યા છે અને તેમણે દાવો કર્યો છે કે યુક્રેન અને રશિયા એક સમજૂતિ ઉપર પહોંચી ગયા છે.

– કર્ણાટકમાં હિજાબ વિવાદ બાદ સામ્પ્રદાયિક તણાવ વધતો જાય છે. દક્ષિણપંથી જૂથCોએ કરેલી માંગ બાદ મોટાભાગની મંદિર સમિતિઓએ દબાણમાં આવી જઈને નિર્ણય કર્યો છે કે કર્ણાટકમાં વાર્ષિક મંદિર મેળાઓમાં મુસ્લિમોને દુકાન લગાવવાની મંજુરી આપવામાં નહીં આવે. દક્ષિણપંથી જૂથતેનું કહેવું છે કે હિજાબ વિવાદ બાદ મુસ્લિમ સંગઠનોએ બંધનું એલાન આપ્યું હતું અને પોતાની દુકાન બંધ રાખી હતી. તો હવે હિન્દુ મંદિરોએ પણ વાર્ષિક મેળામાં મુસ્લિમોને દુકાન ખોલવાની મંજુરી આપવી જોઈએ નહીં

Leave a Reply

Your email address will not be published.