હવે કેસીઆર પણ પી.કે. ના શરણે ?

તેલંગણા ના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પણ રાષ્ટ્રીય સ્તરે પરિવર્તન લાવવા ખૂબ પ્રયત્નશીલ રહે છે. થોડા સમય પહેલા આજ કાર્ય અર્થે થોડા રાજ્યો નું પરિભ્રમણ કરી આવ્યા હતા એ સમાચાર છે કે આ અંગે તેઓ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે ચર્ચા કરી , રહ્યા છે.કેન્દ્ર સરકાર ની | નીતિઓ અને સવિશેષરુપે વડાપ્રધાન મોદી ના પ્રખર ટીકાકાર કે.સી. | આર. થોડા સમય પહેલા વડાપ્રધાન જ્યારે તેલંગણા ની મુલાકાતે ગયા હતા ત્યારે સ્વાથ્ય | નું બહાનું કાઢી ને તેમને સત્કારવા પણ પહોંચ્યા ન હતા. હવે તેઓ એનડીએ વિરુધ્ધ વિપક્ષો નો સંયુક્ત મોરચો બનાવવા માટે પ્રયત્નશીલ છે. અને આ બાબતે સોમવારે તેમણે જણાવ્યું હતું કે હું રાષ્ટ્રીયસ્તરે પરિવર્તન માટે પ્રશાંત કિશોર સાથે વાતચીત કરી રહ્યો છું. આ મામલે પ્રશાંત કિશોર મારી સાથે કામ કરી રહ્યો છે. કોઈ ને આમાં પણ સમસ્યા થઈ શકે છે? શા માટે તેઓ આ વિશે અવાજ ઉઠાવે છે? પી.કે. ગત | મહિને કેસીઆર ને હૈદરાબાદ ખાતે ના તેમના – ફાર્મહાઉસ ખાતે મળ્યા હતા. જો કે આના થી | એવી ચર્ચાઓ ને વેગ મળ્યો હતો કે તેલંગણા | ના મુખ્યમંત્રી ૨૦૨૪ની લોકસભા ની ચૂંટણી ‘માં સત્તારુઢ ભાજપા નેતૃત્વવાળી એનડીએ સરકાર સામે સંયુક્ત વિપક્ષી મોરચો બનાવવા માટે ગંભીરતા થી પ્રયત્ન કરી રહ્યા છે. જો કે આ જ કામ તો પ્રશાંત કિશોર પ.બંગાળ ના મુખ્યમંત્રી અને ટીએમસી ના ફાયરબ્રાન્ડ નેતા મમતા બેનરજી સાથે મળી ને કરી રહ્યા છે. આથી તે સંભવ છે કે દક્ષિણ માં આ બાબતે કેસીઆર નો સંપર્ક કરાયો હોય. બાદ માં કે.સી. આર. શરદ પવાર અને ઠાકરે ની પણ મુલાકાત કરી આવ્યા ‘હતા. જો કે બહુ જૂનો ઈતિહાસ ફિંફોળવા ની જરુર નથી. ફક્ત ૫ વર્ષ અગાઉ આ જ રીતે તત્કાલિન આંધ્રપ્રદેશ ના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ, મમતાદીદી ના રવાડે ચડી દિલ્હી, મહારાષ્ટ્ર અને પ.બંગાળ ના વિપક્ષી એકતાના પ્રયાસો માં બહુ દોડ્યા હતા. પરિણામ સ્વરુપ જ્યારે તેમના હોમસ્ટેટ આંધ્રપ્રદેશ વિધાનસભા ની ચૂંટણી આવી ત્યારે અગાઉ ની ૧૦૨ સિટો માં થી સીધી ર૩ સિટો ઉપર આવી જતા સત્તા નું સિંહાસન ચાલ્યું ગયું અને વાય.એસ. જગન મોહન રેડ્ડી અગાઉ ની ૬૭ સિટો થી વધી ને ૧૫૧ બેઠકો મેળવી હતી. વિધાનસભા ની ૧૭૫ બેઠકો પૈકી ૧૫૧ વિક્રમી બેઠકો જીતી ને જગન મોહન રેડ્ડી મુખ્યમંત્રી બન્યા હતા. અત્યારે ઘણા સમય થી ચંદ્રાબાબુ નાયડુ ક્યાંય દેખાતા નથી. કે ચંદ્રશેખર રાવ ને પણ બે ટર્મ નું શાસન પુરુ કર્યા બાદ સંભવિત સત્તા વિરોધી હૅર સામે આવતા વર્ષે ડિસેમ્બર માં વિધાનસભા ની ચૂંટણી નો સામનો કરવા નો

Leave a Reply

Your email address will not be published.