હવે બ્રહ્મ સમાજ નું દુર્ગાધામ

અમદાવાદ જીલ્લા ના બાવળા ગામ પાસે ૩૦૦ વીઘા ની વિશાળ જમીન માં ર૫૦ કરોડ ના ખર્ચે દિવ્ય અને ભવ્ય દુર્ગાધામ નું નિર્માણ થવા જઈ રહ્યું છે. બ્રહ્મ સમાજ દ્વારા બનનારા આ દિવ્ય તીર્થધામ નું ભૂમિપુજન ૨૭ મી માર્ચે હોવા થી ગુજરતભર માં થી ભૂદેવો આ પાવન અવસરે ઉપસ્થિત રહેશે.આ ૩૦૦ વીઘા ની જમીન ઉપર દુર્ગાધામ એક બ્રહ્મનગરી બનશે. આ જગ્યા ઉપર ૩૧ કરોડ રૂા.ના ખર્ચે બનનારા માતા દુર્ગારાની ના ભવ્ય અને વિશાળ મંદિર ઉપરાંત દુર્ગાધામ માં એક મોટા શહેર ની અંદર જેવી સુવિધાઓ હોય છે તેવી તમામ સુવિધાઓ ઉભી કરવા માં આવશે. અત્યારે જ્યારે ગુજરાતભર માં મકાનો ના ભાવ આસમાન ને સ્પર્શી રહ્યા છે ત્યારે આ દુર્ગાધામ માં સૌથી સસ્તા મકાનો – ૧૦૦૮ મકાનો સાથે બ્રાહ્મણ પરિવારો માટે ઋષિપુત્રધામ બનવાનું છે. આ ઉપરાંત સમાજ ની દિકરી સમાજ માં જ રહે તે આશય થી દર મહિના ના એક રવિવારે પસંદગી મેળો, યજ્ઞોપવિત તથા દિકરા-દિકરીઓ માટે તદન નિઃશુલ્ક આઈએએસ. આઈપીએસ, યુપીએસસી અને જીપીએસસી માટે ના ટ્રેનિંગ સેન્ટરો પણ બનાવાશે. જેમાં બ્રહ્મ સમાજ ના દિકરા-દિકરીઓ ને તદ્દન મફત માં શિક્ષણ આપવા માં આવશે. આ ઉપરા‘ત દુર્ગાધામ માં ૧૦ હજાર મહિલાઓ માટે રોજગાર પણ ઉપલબ્ધ કરાવવા માં આવશે. જે
માત્ર ને માત્ર બ્રહ્મસમાજ માટે આરક્ષિત રહેશે. આસ્થા સાથે અસ્તિત્વ નું ધામ બનનારા આ દિવ્ય દુર્ગાધામ વિશ્વભર ના ૧૫ કરોડ બ્રાહ્મણ પરિવારો માટે તેમની આસ્થા અને વિશ્વાસ નું કેન્દ્ર સ્થાન બની રહેશે. દુર્ગાધામ ના ભૂમિપૂજન | નિમિત્તે કાર અને બાઈક રેલી નું પણ આયોજન કરાયું છે. અમદાવાદ થી હજારો બ્રહ્મયુવાઓ કાર અને બાઈક રેલી કાઢશે જે સાંજે પ વાગ્યે દુર્ગાધામ પહોંચશે. ત્યાર બાદ ભૂમિપૂજન થશે. આ પ્રસંગે દુર્ગાધામ કેવું બનશે તેનું પ્રેઝન્ટશન દ્વારા પણ સૌ ને પરિચય કરાવાશે. ત્યાર બાદ બ્રહ્મભોજન મહાપ્રસાદ ની પણ વ્યવસ્થા કરવા માં આવી છે. દુર્ગાધામ ના પ્રણેતા ભાવેશ રાજગુરુ દ્વારા સમયોચિત આસ્થા માટે અસ્તિત્વ નું ધામ એવા ભવ્ય અને દિવ્ય દુર્ગાધામ નિર્માણ નો શુભ સંકલ્પ નિશંકપણે એક આવકારદાયક અને અભિનંદનીય કાર્ય છે.

Leave a Reply

Your email address will not be published.