આલિયા રાજમોલી થી નારાજ ?

એક તરફ આરઆરઆર ના કોઈ પણ બોલિવુડ મુવી થી ઘણા જ સારા બોક્સ ઓફિસ કલેક્શન્સ ના આંકડા વ્હાર આવી રહ્યા છે. ત્યારે આ ફિલ્મ ની એડ્રેસ આલિયા ભટ્ટ ફિલ્મ ડિરેક્ટર એસ.રાજામૌલી થી ખૂબ નારાજ હોવાનું અને રાજામૌલી ને ઈન્સ્ટાગ્રામ ઉપર થી અનફોલો કરવા ઉપરાંત પોતાના એકાઉન્ટ માં થી આરઆરઆર સંબંધિત બધી પોસ્ટ ડિલીટ કરી દીધી હોવા નું સામે આવ્યું છે.
આરઆરઆર ના ફાયનલ કટ માં ઓછી સ્કીન સ્પેસ મળતા ખૂબ નારાજ છે. ફિલ્મ માં પોતાનો નાનકડો રોલ જોઈ ને આલિયા ડિરેક્ટર રાજામૌલી થી ખૂબ નારાજ છે. કારણ કે આરઆરઆર ના બોલિવુડ માં પ્રમોશન્સ માટે જે કોઈ પણ રિયાલિટી શોઝ કે અન્ય ઈવેન્ટો માં બધે આલિયા, રામચણ તેજા, જુ.એનટીઆર અને રાજામૌલી જ ગયા હતા. ફિલ્મ માં ગેસ્ટ એપિયરન્સ માં જોવા મળતા અજય દેવગન પ્રમોશન માં હતા નહીં. ફિલ્મ જોયા બાદ આલિયા ને પોતાની સ્ક્રીન સ્પેસ પણ ગેસ્ટ એપિયરન્સ જેવી જ લાગતા તે ખૂબ નિરાશ અને ગુસ્સે થઈ હતી. જો કે ઈન્સ્ટગ્રિામ ઉપર ચેક કરતા રાજામૌલી ને અનફોલો કરી દીધા હોવા નું તો અફવા જ સાબિત થયું અને આલિયા હજુ પણ રાજામૌલી ને ફોલો તો કરી રહી છે પરંતુ તે વાત જરુર થી સાચી છે કે આલિયા એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર થી આરઆરઆર સંલગ્ન તમામ પોસ્ટ ને ડિલીટ કરી નાંખી છે. અર્થાત કે આલિયા આરઆરઆર માં પોતના રોલ અને મળેલી સ્કીન સ્પેસ થી નારાજ હોવા ની વાત માં તથ્ય છે અને આ બાબત સોશ્યિલ મિડિયા માં ખૂબ વાયરલ થઈ રહી છે. આરઆરઆર માં ઓછી સ્કીન સ્પેસ ઉપરાંત તેણે ભજવેલા સીતા નો જેટલો રોલ પડદા ઉપર દેખાય છે તેમાં પણ સીતા ની ભૂમિકા મજબૂત નથી લાગતી. શક્ય છે કે એવા ઘણા સીન્સ ફાયનલ એડિટીંગ માં નિકળી ગયા હોય. આમ આલિયા નો રોલ પરદા ઉપર જોયા પછી તેનું નારાજ થવું વાજબી છે. જો કે સોશ્યિલ મિડીયા માં આલિયા ના સમાચાર ખૂબ વાયરલ થતા આ મુદ્દા ને થોડો શાંત પાડવા આખરે આલિયા ભટ્ટે આરઆરઆર ના પાંચમાં દિવસ ના બોક્સ ઓફિસ કલેક્શન્સ ના આંકડા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોસ્ટ કર્યા હતા. લાગે છે કે કાં તો આલિયા નો ગુસ્સો થોડો શાંત પડ્યા પછી તેની કોઈ નજીકની વ્યક્તિ ની સલાહ પ્રમાણે ફરી પોસ્ટ મુકી વિવાદ ટાળવા પ્રયાસ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.