આસામ મેઘાલય સરહદી વિવાદ ઉકેલાયો
કેન્દ્ર ની મોદી સરકાર ના શાસન માં દેશ માં વર્ષો થી વિખવાદી વિવાદી બાબતો એક પછી એક નિરાકરણ આવતા જાય છે. આ અગાઉ ભારત-બાંગ્લાદેશ સરહદી અને જળવિવાદ, કાશ્મિર થી આર્ટિકલ-૩૭૦ અને ૩૫-એ હટાવવા, રામ જન્મભૂમિ સ્થળ અને હવે આસામ અને મેઘાલય વચ્ચે ના ૫૦ વર્ષો જૂના સરહદી વિવાદ નો ઉકેલ આવી ગયો છે.ક – દ્રી ય ગૃહમંત્રી અમિત શાહ ની ઉપસ્થિતિ માં આસામ ના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા અને મેઘાલય ના મુખ્યમંત્રી કોનરાડ કોંગકલા સંગ્મા એ મંગળવારે રાજધાની દિલ્હી માં સીમા વિવાદ સમાધાન ના કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા. ત્યાર બાદ સૌથી વધારે વિવાદીત ક્ષેત્રો પૈકી ૬ ની રાજ્ય સીમા નક્કી થઈ ગઈ હતી. આ ઐતિહાસિક એમઓયુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ની હાજરી માં સાઈન કરાયા હતા. ત્યાર બાદ આસામ ના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા એ કહ્યું હતું કે આ અમારા માટે ઐતિહાસિક દિવસ છે. આ એમઓયુ સાઈન થયા પછી આગામી છ-સાત માસ માં બાકી ની વિવાદીત જગ્યાઓ ની સમસ્યા નું સમાધાન કરવું તે અમારુ લક્ષ્ય રહેશે. અમે પૂર્વોત્તર ક્ષેત્ર ને દેશના વિકાસ નું એન્જિન બનાવવા ની દિશા માં કામ કરીશું. આસામ અને મેઘાલય ની સરકારો ૮૮૪ કિ.મી.ની સીમા ઉપર ૧૨ માં થી ૬ માં સીમા વિવાદ ઉકેલવા સહમત છે. ૩૬.૭૯ વર્ગ કિ.મી. જમીન માટે મોકલવા માં આવેલી ભલામણો મુજબ આસામ પોતાની પાસે ૧૮.૫૧ વર્ગ કિ.મી.નો હિસ્સો રાખશે જ્યારે બાકી ની ૧૮.૨૮ વર્ગ કિ.મી. જમીન મેઘાલય ને મળશે. બન્ને રાજ્યો વચ્ચે થયેલા આ કરાર ખૂબ જ મહત્વપૂર્ણ મનાય છે. કારણ કે વિવાદ ખૂબ જ લાંબા સમય થી ચાલી રહ્યો હતો. જેની શરુઆત ૧૯૭૨ માં થઈ હતી.જ્યારે મેગાલય ને આસામ થી અલગ કરી દેવાયું હતું. આ સીમા વિવાદ ને કારણે ૧૪ મે, ૨૦૧૭ ના રોજ આસામ ના કામરુપ ની સીમા ની નજીક પશ્ચિમી ખાસી હિલ્સ ના સેંગપોહ માં આસામ ના પોલિસ ના જવાનો એ કરેલા ગોળીબાર માં ખાસી સમુદાય ના ચાર ગ્રામિણો ના મોત થવા ઉપરાંત ૧૨ ઘાયલ થયા હતા. જો કે ૨૬ જુલાઈ ૨૦૨૧ ના રોજ અત્યાર સુધી ની સૌથી ભિષણ અથડામણ થઈ હતી જેમાં આસામ રાયફલ્સ ના છ જવાનો ના મોત થયા હતા ત્યારે બન્ને રાજ્યો ના 100 ગ્રામ્યજનો તેમ જ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. સદ્ભાગ્યે હવે આ સમસ્યા નું નિરાકરણ આવી ગયું છે.