ઈમરાન મુશ્કેલી માં

પાકિસ્તાન ના વડાપ્રધાન ઈમરાન ખાન નિયાઝી એ તેમની સામે ના અવિશ્વાસ પ્રસ્તાવ અગાઉ શક્તિ પ્રદર્શન કરતા ઈસ્લામાબાદ ના પરેડ ગ્રાઉન્ડ ખાતે મેગા રેલી ને સંબોધી હતી. આ દરમ્યિાન તેમણે પ્રમુખ ત્રણેય વિરોધ પક્ષો ને આડે હાથે લેવા ઉપરાંત પોતે રાજીનામુ નહીં આપે અને સત્તા ઉપર પાંચ વર્ષ પુરા કરશે તેવો હુંકાર પણ કર્યો હતો.ઈમરાન એ પોતના સંબોધન માં પોતાની એક હાકલ ઉપર આટલી વિશાળ જનમેદની ઉમટવા ઉપર પાકિસ્તાની જનતા નો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે ચીન માં જોયું કે કેવી રીતે છેલ્લા ત્રણ વર્ષો માં ચીને પોતાના લોકો ને નીચે થી, ગરીબી માં થી બહાર કાઢ્યા હતા. હું પણ આપણી મુસ્લિમ બિરાદરી ને ગરીબી માં થી બહાર કાઢવા માંગુ છું. જ્યારે અમારા પાસે પૈસા આવ્યા ત્યારે મેં ૨૫૦ અબજ ની સબસિડી આપી ને પેટ્રોલ મા લિટરે ૧૦ રૂા. અને વિજળી ના ભાવ માં પ્રતિ યુનિટ ૫ રૂા.નો ઘટાડો કર્યો હતો. મને ખાતરી છે કે જેમ જેમ હું પૈસા એકઠા કરવા જઈશ તેમ તેમ તે બધા પૈસા હું મારા સમુદાય માટે ખર્ચીશ. પછી વિપક્ષો ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે આ બધો ડ્રામા એટલા માટે થઈ રહ્યો છે કે જનરલ મુશર્રફ ની જેમ મારી સરકાર પણ ગબડવી જોઈએ. તેઓ મને શરુઆત થી જ બ્લેકમેલ કરી રહ્યા છે. તેમણે કરેલા કુકર્મો ના દેવા નો બોજ આપણે ઉઠાવવા નો છે. વિપક્ષો ના ત્રણ ઉંદરો દેશ ને લૂંટી રહ્યા છે. મે ધનિકો ઉપર ટેક્સ લગાવી તે પૈસા ગરીબો ને આપ્યા છે. તેમના કલ્યાણકાર્યો માં ખર્યા છે. ભલે મારી સરકાર ને જવું પડે કે મારે જીવ ગુમાવવો
પડે પણ હું મુશર્રફ જેવા લોકો ને કે ગુન્હેગારો અને ભ્રષ્ટ નેતાઓ ને ક્યારેય માફ નહીં કરું. તેમણે હાલ માં ભ્રષ્ટ રાજકારણીઓ અને પ્રમાણીક સરકાર વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને મને સત્તા ઉપર થી હાંકી કાઢવા આ લોકો પૈસા આપી ને અમારા સાંસદો ને ખરીદવા ની કોશિષો કરી રહ્યા છે. પાકિસ્તાન બહાર ના તત્વો દેશ ના આંતરિક મામલા ને ખોરવી રહ્યા છે. પાકિસ્તાન માં વડાપ્રધાન ઈમરાન ખાન વિરુધ્ધ અવિશ્વાસ દરખાસ્ત ના ચાલી રહેલા ઘમાસાણ દરમિયાન ઈમરાન ના વિશેષ સહાયક અને એમએનએ શાહર્ઝન બુગતી એ પાકિસ્તન પિપલ્સ પાર્ટી ના બિલાવલ ભુટ્ટો સાથે પ્રેસ કોન્ફરન્સ કરી ને સરકાર માં થી રાજીનામુ આપવા ની અને બિલાવલ અને વિપક્ષો ની સાથે હોવા ની ઘોષણા કરી હતી. આમ તહરિક એ ઈન્સાફ પાકિસ્તાન પક્ષ ની ઈમરાન ખાન | નિયાઝી ના નેતૃત્વ હેઠળ ની સરકાર માં થી એક પછી એક સહયોગી પક્ષો પણ સરકાર નો સાથ છોડી વિપક્ષો સાથે મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.