‘ઓસ્કાર ૨૦૨૨ નો થપ્પડ વિવાદ

ઓસ્કાર એવોર્ડ સેરેમની ન માત્ર હોલિવુડ ફિલ્મો નો, પરંતુ વિશ્વભર ની ફિલ્મ ઈન્ડસ્ટ્રી નો એક ગણમાન્ય, સન્માનજનક સમારોહ ગણાય છે. પરંતુ ૨૦૨૨ ની ઓસ્કર એવોર્ડ સેરેમની માં બેસ્ટ એક્ટર નો એવોર્ડ જીતનાર વિલસ્મિથે શો ના હોસ્ટ/પ્રેઝન્ટર ક્રિસ રોક ને સ્ટેજ ઉપર જી ને તમામ ઓડિયન્સ અને વિશ્વભર માં આ એવોર્ડ સેરેમની જોઈ રહેલા કરોડો દર્શકો સામે થપ્પડ મારી દીધી હતી. ઘડીભર આ ઘટના થી સન્નાટો વ્યાપી ગયો હતો અને સૌ હતપ્રભ હતા.ઓસ્કર ૨૦૨૨ ના પ્રેઝન્ટર કિસ રોક એ વિલ સ્મિથ ની પત્ની જેડા પિન્કેટ, સ્મિથ એ ફિલ્મ “જી આઈ જોન માં ભજવેલા રોલ બદલ તેની મજાક ઉડાવી હતી. જેડા ના લુક ઉપર કોમેન્ટ કરતા ક્રિસ રોક એ કહ્યું હતું કે ફિલ્મ માં લીડ એકટ્રેસ નો લુક બાલ્ડ હતો. જો કે વાસ્તવ માં જેડા ને માથા માં ઉંદરી થતા તેણે વાળ કઢાવી નાંખ્યા હતા. ક્રિસ રોક એ મજાક માં કરેલી આ વાત હતી, જો કે પોતાની હાજરી માં પત્ની ની આવડા મોટા મંચ ઉપર થી આ રીતે મશ્કરી થતી જોઈ ને વિલ સ્મિથ ગુસ્સે ભરાયો હતો. સ્ટેજ ઉપર તમાચો જડ્યા બાદ પણ વિલે રોક ને ધમકી આપી હતી કે તે બીજીવાર તેની પત્ની નું નામ ના લે. ક્રિસ રોકે તુર્તજ કહ્યું હતું કે તે ફરી આવું ક્યારેય નહીં કરે. સમગ્ર ઘટના થી શો ના આયોજકો, વિજેતાઓ, ઉપસ્થિત મહાનુભાવો અને દર્શકો સૌ આઘાત માં અને અવાચક હતા. તમાચો પડ્યા બાદ ક્રિસ રોક પણ એક-બે મિનિટ કશું જ બોલી શક્યો ન હતો. આ બનાવ નો વિડીયો થોડી જ ક્ષણો માં સોશ્યિલ મિડીયા ઉપર ખૂબ વાયરલ થયો હતો.
જો કે હવે વિલ સ્મિથે સો.મિડીયા માં આ બનાવ અંગે લેખિત માં માફી માંગી લીધી છે. તેણે ક્રિસ રોક ઉપરાંત ઓસ્કર એકેડેમી, શો ના પ્રોડ્યુસર્સ, ઈવેન્ટ માં આવેલા તમામ મહેમાનો અને દુનિયાભર ના દર્શકો તેમજ પોતાને જે ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે તે સેરેના વિલિયમ્સ અને કિંગ રિચર્ડ પરિવાર ની પણ માફી માંગી હતી. તેણે લખ્યું હતું કે જેડા ની મેડિકલ કન્ડિશન ઉપર ની મજાક હું સહન કરી શક્યો નહીં અને ભાવુક થઈ ને મેં પ્રતિક્રિયા આપી. ક્રિસ હું જાહેર માં તારી માફી માંગુ છું. મેં મર્યાદા પાર કરી અને હું ખોટો હતો. તેના માટે હું શરમ અનુભવું છું. હું જે બનવા માંગુ છું તેવી મેં ગઈકાલે હરકત કરી ન હતી. આ દુનિયા માં હિંસા ને કોઈ સ્થાન નથી.

Leave a Reply

Your email address will not be published.