કાશ્મિરી પંડિતો ની હત્યા નરસંહાર

ધ કાશિમર ફાઈલ્સ મુવી થી ભારત માં અમુક સ્થાપિત હિતો દ્વારા છેલ્લા ૩૨ વર્ષો થી દેશ ની જનતા થી છૂપાવી ને રાખેલી ૧૯૯૦ માં કાશ્મિર માં થયેલા કાશ્મિરી પંડિતો ના નરસંહાર ની બાબત જેમ હવે દેશવાસીઓ આગળ ઉજાગર થઈ તેવી જ બીજી સફળતા વોશિંગ્ટન સ્થિત ઈન્ટરનેશનલ કમિશન ફોર હ્યુમન રાઈટ્સ એન્ડ રિલિજિયસ ફીડમ (આઈસીએચઆરઆરએફ) એ માન્યું છે કે કાશ્મિરી પંડિતો નો ૧૯૮૯ થી ૯૧ દરમ્યિાન નરસંહાર કરવા માં આવ્યો હતો. આ તારરાટ ય માનવાધિકાર અને ધાર્મિક સ્વતંત્રતા આયોગ વિશ્વભર માં માનવ અધિકારો અને મૌલિક સ્વતંત્રતા ને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત છે. રવિવારે ર૭ મી માર્ચે થયેલી ખાસ સુનાવણી માં અંદાજે ૧૨ કાશિમરી પંડિતો એ નિવેદનો આપી ને પોતાના પરિવારજનો તેમજ સંબંધીઓ સાથે થયેલી ક્રૂરતા વર્ણવી હતી. ઘણા બચી ગયેલા અને ભાગી છૂટવા માં સફળ રહેલા કાશ્મિરી પંડિતો અને અન્ય હિન્દુ ધર્મીઓ એ આપેલા શપથપૂર્વક ના નિવેદનો માં સત્ય રજુ કરતા તે ઘટના ને જાતિય અને સાંસ્કૃતિક સંહાર ગણાવ્યો હતો. સુનવણી પુરી થયા બાદ આયોગ એ કહ્યું હતું કે તેઓ નરસંહાર અને માનવતા વિરુધ્ધ ગુન્હા થી પિડીત અને બચેલા લોકો ની ગરિમા સુનિશ્ચિત કરવા તેમ જ આ ગુન્હો કરનારા દોષિતો ને કડક માં કડક સજા અપાવવા તત્પર છે. આયોગે ભારત સરકાર અને કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મિર ની સરકાર ને કામિરી હિન્દુઓ ઉપર ના ૧૯૮૯-૯૧ ના અત્યાચારો ને નરસંહાર તરીકે સ્વિકારવા ની અપીલ કરી હતી. આયોગે અન્ય માનવ અધિકાર સંગઠનો આંતરરાષ્ટ્રીય સંગઠનો ને પણ આ વિષે તપાસ કરવા ની અને તેને જઘન્ય નરસંહાર માનવા ની અપીલ કરી હતી. આયોગ એ એમ પણ કહ્યું હતું કે દુનિયા એ કાશ્મિરી પંડિતો Freedom સાથે થયેલી ક્રૂરતા ની કથા સાંભળવી જોઈએઆ અત્યાચારો વિષે ભૂતકાળ માં કરવા માં આવેલી નિષ્ક્રિયતા ઉપર ગંભીરતાપૂર્વક આત્મનિરિક્ષણ કરવું જોઈએ. અને તેને નરસંહાર તરીકે માન્યતા આપવી જોઈએ.આમ કાશ્મિરી હિન્દુઓ ના ઉપર થયેલા જઘન્ય અપરાધ ને આખરે ૩ર વર્ષે દેશ ની જનતા સામે ઉજાગર થવા ઉપરાંત હવે આ મામલે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર પણ આ ઘટના ને માત્ર હત્યાકાંડ જ નહીં પંરતુ નરસંહાર ગણવા ની માન્યતા મળી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published.