કોંગ્રેસ કરશે સંગઠન માં ફેરફાર
કોંગ્રેસ પાર્ટી પાંચ રાજ્યો ની વિધાનસભા ની ચૂંટણીઓ માં થયેલા ઘોર પરાજય બાદ હવે સંગઠન માં મોટા પાયે ફેરફારો કરવા જઈ રહી છે. જેમાં અમુક રાજ્યો માં મહાસચિવો તેમ જ સચિવો ને પાણીચુ અપાય તેવી સંભાવનાઓ છે.આ અગાઉ કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી એ જે પાંચ રાજ્યો ની ચૂંટણી માં હાર થઈ તે તમામ પ્રદેશ અધ્યક્ષો ના રાજીનામા માંગી લીધા હતા. હવે કોંગ્રેસ સમગ્ર દેશ માં અને તેમાં પણ ખાસ કરી ને જે રાજ્યો માં વિધાનIભા ની ચૂંટણીઓ આગામી સમય માં આવી રહી છે, તેવા રાજ્યો ના સંગઠનો માં મોટપાયે ફેરફાર કરવા જઈ રહી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ આગામી સમય માં જ્યાં વિધાનસભા ની ચૂંટણી આવી રહી છે તેવા રાજ્યો – ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ અને કર્ણાટક માં સંગઠન ને મજબૂત કરવા નવી નીતિ ઉપર કામ કરી રહ્યા છે. જેના અંતર્ગત દરેક રાજ્યો માં સંગઠન ની અંદર નેતાઓ ને જૂથવાદ ખતમ કરવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા જણાવી દેવાયું છે. કોંગ્રેસ ને સૌથી વધારે અસરકર્તા અને ચૂંટણી માં કંગાળ દેખાવ માટે સંગઠન ના નેતાઓ નો આંતરીક જૂથવાદ પ્રમુખ કારણ છે. કોંગ્રેસ માટે કદાચ જ કોઈ એવું રાજ્ય હશે જ્યાં તેના સંગઠન ના નેતાઓ વચ્ચે આંતરીક વિખવાદ ના હોય.
અને આ કારણે જ કોંગ્રેસ ને સૌથી વધારે નુક્સાન થઈ રહ્યું છે. આ જ મામલે સોનિયા ગાંધી એ થોડા દિવસો અગાઉ હિમાચલ પ્રદેશ ના સંગઠન ના નેતાઓ ને મુલાકાત આપી ને આંતરીક જૂથવાદ ખતમ કરવા ની સલાહ આપી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધી એ પણ તેમને મળી ને આંતરીક જૂથવાદ ખતમ કરી ને સંગઠન ને મજબૂત કરવા અને એક જૂટ થઈ ને કામ કરવા હાકલ કરી હતી.આગામી વિધાનસભા ની ચૂંટણી ના પરિપ્રેક્ષ્ય માં ડિસે.૨૦૧૩ માં મધ્યપ્રદેશ ની ચૂંટણીઓ આવી રહી છે, આ રાજ્ય માં પણ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને પૂર્વ યુવા સાંસદ અને દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા ના આંતરીક વિવાદ માં આખરે જ્યોતિરાદિત્ય એ પોતાના વિશાળ ટેકેદારો સહિત કોંગ્રેસ છોડી ને ભાજપા માં જોડાઈ જતા કોંગ્રેસ ની રાજય સરકાર નું પતન થયું હતું અને રાજ્ય માં સત્તા હાથ માં થી ગઈ હતી. જો કે ત્યાર બાદ હાલ માં પણ રાજ્ય માં કમલનાથ નેતા પ્રતિપક્ષ તેમ જ પ્રદેશ પ્રમુખ બન્ને પદો ઉપર કન્જો જમાવી ને બેઠા છે. એમ મનાય છે કે આવનારા દિવસો માં કમલનાથ ની પાસે કોઈ એક જ જવાબદારી રહેશે. જ્યારે પ્રદેશ પ્રમુખ નું પદ અન્ય કોઈ ને સોંપાશે. કોંગ્રેસ ની હવે માત્ર બે રાજ્યો માં જે રાજ્ય સરકારો બાકી બચી છે તેવું ૨ા જ સભા – ન કોંગ્રેસ માટે બહુ મહત્વપૂર્ણ છે.
જો કે કમનસીબે અહીં પણ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને યુવા દિગ્ગજ નેતા સચિન પાયલટ વચ્ચે નો ગજગ્રાહ સર્વવિદિત છે. વારંવાર હાઈકમાન્ડ ની દરમિયાનગિરી થી જ બન્ને પક્ષો વચ્ચે સંતુલન બનાવી સરકાર ચલાવાય છે. ત્યારે અહીં ની ચૂંટણી માં સત્તા વાપસી કરવી કોંગ્રેસ માટે મોટો પડકાર સાબિત થશે. જ્યારે અન્ય કોંગ્રેસશાસિત રાજ્ય છત્તીસગઢ માં પણ માંડ ૨૫ વર્ષ ના ભાજપા ના શાસન બાદ સત્તા માં આવેલી કોંગ્રેસ માં મુખ્યમંત્રી ભૂપેશ બધેલ અને આરોગ્ય મંત્રી ટી.એમ. સિહદેવ વચ્ચે નો ખટરાગ પણ સર્વવિદિત છે. રાજ્ય માં મુખ્યમંત્રી ની વરણી સમયે પણ ટી.એસ.*િહિદેવ એ પોતાનો દાવો રજુ કર્યો હતો. ત્યાર થી રાજ્ય માં બધેલ જૂથ અને સિંહદેવ જૂથ વચ્ચે અવારનવાર થતો વિવાદ હવે તો દિલ્હી દરબાર સુધી પહોંચ્યો છે. આ જ પ્રકરણ માં ગુજરાત માં પણ કોંગ્રેસે પીઢ અને અનુભવી નેતાગિરી ની વારંવાર ની હાર બાદ તેને હડસેલી ને પસંદ કરેલી જાતિવાદી સમીકરણો આધારીત નવી નેતાગિરી ના હાથ માં કમાન સોપતા જૂની ને વરિષ્ઠ નેતાગિરી હાલ તો નિષ્ક્રિય થઈ ને બેઠી છે જ્યારે રાજ્ય માં ડિસેમ્બર-૨૦૨૨ માં જ વિધાનસભા ની ચૂંટણી યોજાવા ની છે.
કોંગ્રેસ મોવડીમંડળ તેમની નવી નીતિ અંતર્ગત રાજ્યો ના હાલ ના સંગઠનો માં ૨૦ થી ૨૫ ટકા સચિવો તેમ જ ૧૦ થી ૧૫ ટકા મહાસચિવો ને બદલવા ની યોજના ઉપર કામ કરી રહ્યું છે. ત્યારે બદલવા માં આવનાર સચિવો અને મહાસચિવો ગુજરત ની જેમ નિષ્ક્રિય થઈ જવા નો કે જૂથવાદ વધારે વકરવા નો પણ ખતરો છે. જો કે કોંગ્રેસ મોવડીમંડળ પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ માટે જે કોઈ પણ નિતી અપનાવે, ખૂદ કેન્દ્રીય નેતાગીરી સામે જ છેલ્લા બે-અઢી વર્ષ થી મોરચો માંડી ને બેઠેલા ૨૩ વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ કે જેમને જી-૨૩ જૂથ કે અસંતુષ્ઠો ના જૂથ તરીકે અલગ-થલગ કરી દેવાયા છે. તે પ્રશ્ન કોઈ યોગ્ય નિરાકરણ શોધી શકતા નથી.