ગુજરાત ટાઈટન્સ નો ડેબ્યુ વિજય

આઈપીએલ ની ૧૫ મી સિઝન માં ઉમેરાયેલી બે ટીમો ગુજરાત ટાઈટન્સ અને લખનો સુપર જાયન્ટસ વચ્ચે મંગળવારે ૨૯ મી માર્ચે રમાયેલી પ્રથમ મેચ માં ગુજરાતે લખનૌ ને રગદોળતા પ વિકેટ એ ભવ્ય વિજય મેળવ્યો હતો.ગુજરાત ટાઈટન્સે ટોસ જીતી ને બોલિંગ લેતા લખનો ની ટીમ બેટીંગ માટે ઉતરી હતી. કપ્તન લોકેશ રાહુલ અને ક્લિટન ડી કોક એ ઓપનીંગ કર્યું હતું. જો કે પ્રથમ બોલે જ, શૂન્ય રને લોકેશ આઉટ થયો હતો. ત્યાર બાદ ક્વિનટન પણ અંગત ૭ રને, ઈવિન સેવિસ ૧૦, મનિષ પાંડે-૬ રને આઉટ થતા સ્કોર ૨૯ રને ચાર વિકેટ હતો. જો કે ત્યાર બાદ દિપક હુડી-૪૪ અને આયુષ બદોની એ ૫૪ રન કરી ૮૭ રન ની અમુલ્ય ભાગીદારી કરતા ટીમ ને સન્માનજનક સ્કોરે આંકડો ૧૦૦ ને પાર કર્યો હતો. ત્યાર બાદ કુણાલ પંડ્યા ૨૧ નોટ આઉટ અને શમીરા ૧ નોટ આઉટ ની મદદ થી ૨૦ ઓવરો માં ૬ વિકેટે ૧૫૮ રન બનાવ્યા હતા. ગુજરાત તરફ થી સામી-૩, વરુણ એરોન-૨ જ્યારે રાશિદ ખાન ને ૧ વિકેટ મળી હતી.ત્યાર બાદ જીતવા માટે ૧૫૯ નો લક્ષ્યાંક પાર કરવા શુભમન ગીલ અને મેથ્ય વેડ એ ઓપનીંગ કર્યું હતું. પરંતુ ત્રીજા જ બોલે શુભમન શૂન્ય રને આઉટ થયો હતો. ત્યાર બાદ વિજય શંકર પણ ચાર રન બનાવી આઉટ થયો હતો. જો કે મેથ્ય વેડ ના મહત્વ ના ૩૦ રન, કપ્તાન હાર્દિક પંડ્યા ના ૩૩, ડેવિડ મિલર એ ૩૦ જ્યારે રાહુલ તેવટીયા ૪૦રને નોટઆઉટ અને અભિનવ મનોહર ૧૫ રને નોટઆઉટ થયો હતો. આમ ગુજરાત નો પ વિકેટે ભવ્ય વિજય થયો હતો. લખનૌ તરફ થી શમિરા ને ૨ વિકેટ જ્યારે દિપક હુફા, કુણાલ પંડ્યા અને આવેશ ખાન ને ૧-૧ વિકેટો મળી હતી. ગુજરાત ટાઈટન્સ ને ૧૯.૪ ઓવર માં જ, અર્થાત કે બે બોલ બાકી હતા ને જ જીતવા માટે જરુરી ૧૫૮ ના આંક ને પાર કરી દેતા ૧૬૧ રન બનાવી ને લખનો ને પોતાની પ્રથમ મેચ માં જ હરાવી ને વિજયી શરુઆત કરી હતી. આ મેચ માં લખનૌ ટીમ ની ૨૫ રન માં ત્રણ વિકેટ ઝડપી ને તેમની બેટીંગ લાઈનઅપ ની કમર તોડી નાંખનાર મોહમ્મદ સામી ને પ્લેયર ઓફ ધ મેચ ના એવોર્ડ થી સન્માન્યો હતો. આમ આઈપીએલ ની ૧૫ મી સિઝન માં પ્રથમવાર ઉતરેલી ગુજરાત ટાઈટન્સ ની ટીમે વિજયી શરુઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published.