ચીન બાદ રુસી વિદેશમંત્રી ભારત મુલાકાતે ?
દેશ ની પાટનગરી નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય મહાનુભાવો ની આવન જાવન સામાન્ય બાબત છે. પરંતુ તેમાં નોંધપત્ર બાબત એ છે કે ગત ગુરુવારે ૨૪ મી માર્ચે ચીન ના વિદેશમંત્રી વેંગ થી ભારત ની મુલાકાતે આવી ને ગયા અને સંભવતઃ આ શુક્રવારે ૧ લી એપ્રિલે રશિયા ના વિદેશમંત્રી ભારત ની મુલાકાતે આવી રહ્યા આ જ આ તારરાષ્ટ – યિ સ્તરે ભારત નું એક વિશેષ : સ્થાન બનવા નું સંપૂર્ણ કાર્ય મોદી સરકાર ને અને વિશેષરુપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ફાળે જાય છે. આજે આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની ગણના વૈશ્વિક નેતા તરીકે થાય છે. ચીન ના વિદેશમંત્રી ભારત-ચીન સીમા વિવાદ બાદ પ્રથમ વખત ભારત ની મુલાકાતે આવ્યા હતા. જો કે ભારત માં તેઓ પોતાના સમકક્ષ ભારત ના વિદેશમંત્રી એસ.જયશંકર ને મળ્યા બાદ તેમણે વડાપ્રધાન મોદી સાથે મિટીંગ કરવા ની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે તેમની મુલાકાત એન.એસ.એ. અજિત દોવાલ સાથે કરાવવા માં આવી હતી. જેમાં ભારત તરફ થી ભારત ના એન.એસ.એ. અજિત દોવાલે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી ચીન નું સૈન્ય સરહદ ઉપર થી પોતની પૂર્વ નિર્ધારીત સ્થળે પાછુ ના ખસે ત્યાં સુધી આવી મંત્રણા ને કોઈ અવકાશ નથી.
૨૦૧૪ પૂર્વે ની સરકારો દ્વારા ચીની સત્તાવાળાઓ નું હંમેશા લાલ જાજમ બિછાવી ને થતા સ્વાગત બાદ ચીન ના વિદેશમંત્રી માટે ભારત ના વડાપ્રધાન ની મુલાકાત નકારયા નો અનુભવ કેટલો પીડાદાયક હશે તે સમજી શકાય છે. પરંતુ ભારત સરકાર ના આવા વ્યવહાર પાછળ ના કારણો સમજવા જરુરી ડોકલામ વિવાદ બાદ ચીન ભારત સામે આંતરરાષ્ટ્રીય કૂટનીતિ માં બે વાર દગો કરી ચૂક્યું છે. ડોકલામ વિવાદ બાદ ચીન ને ડર હતો કે તેમને ત્યાં યોજાનારા બ્રિક્સી સંમેલન માં જો ભારત ઉપસ્થિત નહીં રહે તો તેમની ભારે બદનામી થશે. આ ઉપરાંત ભારતે એસસીઓ નો બહિષ્કાર કરી ને જેવું નિષ્માણ, નિષ્ક્રિય બનાવી દીધું છે તેવી હાલત તે બ્રિક્સ ની ના કરે એટલા માટે થઈ ને રશિયા ને સાથે રાખી ને જિનપિંગ એ વડાપ્રધાન મોદી ને ખાતરી આપી હતી કે હાલ ની સરહદી વિવાદ સુલઝાવવા ઉપરાંત એ સુનિશ્ચિત કરીશું કે ભવિષ્ય માં પણ કોઈ સીમા વિવાદ ના આવે. ભારતે રાષ્ટ્રપતિ જિનપિંગ ની વાત ઉપર ભરોસો રાખવા ઉપરiત એમ સમજી ને કે વિવાદ શાંતિ થી સુલઝતો હોય તો વધારે સારુ, આથી બ્રિક્સ સંમેલન માં હાજરી આપી. પરંતુ દગાખોર ચીન એ પોતાનો વાયદો પાળ્યો નહીં.

ભારત, ચીન અને રશિયા નું એક સંગઠન છે, આઈઆરસી. કોરોના મહામારી બાદ અમેરિકા સહિત વિશ્વ ના પ્રમુખ દેશો માં ચીન સામે ઉગ્ર આક્રોશ હતો અને વિન્ટર ઓલિમ્પિક ના બહિષ્કાર સુધી નોબત આવી ગઈ હતી ત્યારે ચીને ફરી એક વખત આઈઆરસી નું શરણું લઈ ને રશિયા અને ભારત નો વિન્ટર ઓલિમ્પિક માં સાથ આપવા અને બહિષ્કારમાં ના જોડાવા વિનંતી કરી જે બન્ને દેશો એ માન્ય રાખી. પરંતુ અળવિતરા ચીને અહીં પણ અસલિયત બતાવતા વિન્ટર ઓલિમ્પિક ની ટોર્ચ ગલવાન ઘાટી ના ચીન ના કમાન્ડર ના હાથ માં પકડાવી ને ભારત ને ઉશ્કેર્યું. ભારતે પણ ત્વરીત પ્રત્યાઘાત આપતા વિન્ટર ઓલિમ્પિક નો રાજકીય બહિષ્કાર કર્યો. અત્યારે પણ ચીન ના વિદેશમંત્રી ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને રુબરુ મળી ને બ્રિક્સ માટે આમંત્રણ આપવા માંગતા હતા. પરંતુ ભારત આવતા પહેલા તેઓ પાકિસ્તાન ગયા. ત્યાં જઈ ને કામિર અંગે બોલતા ભારત ના વલણ નો વિરોધ કર્યો.
ત્યાં થી અફઘાનિસ્તાન જઈ ને તાલિબાનો સાથે પણ વાતચીત કર્યા બાદ આ વિસ્તાર ના લિડર બની ને ભારત આવ્યા હતા. ભારત આવી ને પણ બન્ને દેશો વચ્ચે નો વ્યાપાર સરળતા થી ચાલવો જોઈએ અને સરહદી વિવાદ ની અસર વ્યાવસાયિક સંબંધો ઉપર ના પડવી જોઈએ જેવી સુફિયાણી વાતો કર્યા બાદ ભારતે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત ન કરવા ઉપરાંત એનએસએ ને વડાપ્રધાન વતી આમંત્રણ અપતા દોવાલે વડાપ્રધાન હાજર રહેવા નો સ્પષ્ટ ઈન્કાર કરતા અને સૈન્ય પાછુ ના ખસેત્યાં સુધી કોઈ મંત્રણા ને અવકાશ ન હોવા નું સ્પષ્ટ જણાવ્યું તે યથાયોગ્ય જ હતું. હવે કદાચ આ જ સંદર્ભ માં ભારત ને આમંત્રવા રશિયાયુક્રેન યુધ્ધ ની વિષમ પરિસ્થિતિ માં પણ રશિયા ના વિદેશમંત્રી સર્ગેઈવ લાવારોવ ૩૧ મી માર્ચે રાત્રે ભારત પહોંચી ૧ લી એપ્રિલ એ પોતાના સમકક્ષ સાથે મુલાકાત કરશે.