‘ ડિનો અને સંજય ખાન ની ‘પ્રોપર્ટી પણ મંચ માં ?
વડોદરા ની સ્ટર્લિંગ ગૃપ ના સાંડેસરા બ્રધર્સ રાષ્ટ્રીયકૃત બેકો તેમ જ ફાયનન્સ કંપનીઓ ને ૧૬ હજાર કરોડ થી અધિક નો ચૂનો લગાવી ને વિદેશ નાસી છૂટ્યા છે. જો કે ઈડી એ મની લોન્ડરીંગ એક્ટ હેઠળ તેની ટાંચ માં લીધેલી ૮.૭૯ કરોડ ની ૮ સ્થાવર જંગમ મિલ્કતો માં ડિનો મારિયો અને સંજય ખાન ની પ્રોપર્ટીઓ નો પણ સમાવેશ થાય છે.સ્ટર્લિંગ ગૃપ ના નીતિન અને ચેતન સાંડેસરા એ બોલિવુડ સ્ટાર્સ તેમ જ કેટલાક આઈએએસ, આઈપીએસ અને આઈઆરએસ અધિકારીઓ ને હાથ ઉપર રાખી ને પોતાનું અબજો રૂા.નું સામ્રાજ્ય ખડુ કર્યું હતું. વડોદરા માં શરુઆત માં આર્કી ના ગરબા થી તેઓ પ્રચલિત થયા હતા. જો કે અચાનક થોડો સમય ગરબા નું આયોજન અટકી ગયું હતું. જો કે વડોદરા માં પો.કમિશ્નરપદે રાકેશ અસ્થાના ની નિમણૂંક બાદ ફરી આ આર્ટી ના ગરબા શરુ થઈ ગયા હતા. ગરબા ના મહત્તમ દિવસો માં સાંડેસ્ક રિા બ્રધર્સ તેમજ રાકેશ અસ્થાના ની ઉપસ્થિતિ રહેતી હતી. ગરબા માં બોલિવુડ સ્ટાર્સ ને પણ બોલાવાતા હતા. જે દરમિયાન જ ડિનો સાથે ગાઢ સંબંધો કેળવ્યા હતા. ૨૦૧૩ માં સાંડેસરા બંધુઓ એ વડોદરા નજીક અપાંડ ગામે કરોડો રૂા.ના ખર્ચે ૬૦ હજાર સ્કે.ફૂટ માં અતિ વૈભવી બંગલો પણ બનાવ્યો હતો. ચેતન ઉર્ફે ચીકુ સાંડેસરા ની પત્ની દિપ્તી ને એક પાર્ટી માં શાહરુખ ની પત્ની ગૌરી ખાન અને રિત્વિક ની પૂર્વ પત્ની અને સંજય ખાન ની પુત્રી સુઝેન ખાન મળી ગઈ હતી. દિપ્તી એ બંગલા ના ઈન્ટિરિયર ડેકોરેશન ના કામ અંગે વાત કરતા બન્ને જણા એ હા પાડી હતી. બંગલો તૈયાર થતા ૭ મહિનાના સમય માં સુઝાન અને ગૌરી લગભગ ૫૦ વખત અપાંડ આવ્યા હતા. આ દરમ્યિાન જ સાંડેસરા બ્રધર્સ સંજય ખાન ના પણ સંપર્ક માં આવ્યા હતા. સાંડેસરા બંધુઓ
ઉચ્ચ અધિકારીઓ ની બે નંબર ની રકમ પણ ઠેકાણે પાડી આપતા હતા. પારકે પૈસે તાગડધિન્ના કરતા સાંડેપરા બંધુઓ એ પ્રાઈવેટ જેટ પણ ખરીદ્યુ હતું. નવરાત્રિ દરમ્યિાન વડોદરા ચાર્ટડ ફલાઈટ માં આવવા ઉપરાંત બોલિવુડ સ્ટાર્સ માટે પણ ચાર્ટડ ફલાઈટ મોકલતા હતા. શાહરુખ ના પરિવાર ને ગુજરાતી ભોજન ની ઈચ્છા થાય તો વડોદરા તેમના ઘરે થી સરોઈયા પણ ફ્લાઈટ થી જ મુંબઈ આવતા જતા હતા. ઈડી એ મની લોન્ડરીંગ માં એટેન્ડ કરેલી પ્રોપર્ટીઝ માં સંજય ખાન ની ૩ કરોડ ની, ડિનો મારિયા ની ૧.૪૦ કરોડ ની તેમજ સ્વ. અહેમદ પટેલ ના જમાઈ ઈરફાન અહમદ સિદ્દીકી ની ૨.૪૧ કરોડ ની તેમ જ અન્યો ની પણ છે. આમ સાંડેસરા બંધુઓ ના કાંડ થી ઈડી ની ઝપટમાં આ બધા પણ આવી ગયા હતા.