દાદીમા ના નુસખા

-લીલી કોથમીર અને ફૂદીનાની ચટણી બનાવી તેમાં શેકેલા જીરૂ નો પાવડર ૪ ગ્રામ, ૨ ગ્રામ સંચળ અને ૧ ગ્રામ મરી મેળવી સેવન કરો.

– દાડમના સૂકવેલા દાણાને પાણીમાં બે કલાક પલાળી રાખો. ત્યારબાદ પાણીને નિતારી અથવા ગાળી થોડું ગળ્યું મેળવી પી જાવ.

– જો પિત્ત વધી જવાને કારણે ઉલ્ટી થઈ રહી હોય તો શેરડીના રસમાં બે ચમચી શુધ્ધ મધ નાંખી પી જાવ.

– કાગદી લીંબુનો બે ચમચી રસ, એક ચમચી લિમડાનું પાણી, તથા ચપટી સિંધવ મીઠું મેળવી પી જાવ.

– જેઠીમધનું ચૂરણ ખાવાથી અથવા જેઠમધનું પાણી પીવાથી ઉલ્ટીમાં તરત જ લાભ મળે છે

– ચાર દાણા મરી અને બે લવિંગ મોઢામાં રાખી ચૂસો.

– ઉલ્ટી થાય ત્યારે કોઈ દવાની વ્યવસ્થા ન થઈ શકે તો બરફ ચૂસવો જોઈએ.

– બિલીના પાંદડાનો એક ચમચી રસ કાઢો, તેમાં થોડું સિંધવ મીઠું નાંખી પીઓ.

– લીંબુના રસમાં થોડી મરી અને સંચળ વાટી મેળવો ત્યારબાદ આ રસ ઘૂંટડે ઘૂંટડે પીઓ.

– બે નંગ પીપર, ૫ ફૂદીના ના પાન તથા ૪ સફેદ એલચી લો. આ બધાને એક કપ પાણીમાં ઉકાળી ગાળી લો અને ઠંડુ કરી બરફ નાંખી પી ચાવ.

– પાણીમાં શુદ્ધ મધ ઘોળી પીવાથી ઉલ્ટી બંધ થઈ જાય છે.

– જો જમ્યા પછી ઉબકા આવતા હોય, ઓડકાર ન આવે તથા છાતીમાં બળતરા જેવું લાગે, પીળા કે લીલા કલરની ઉલ્ટી થાય તો થોડા તરબૂચના પાણીમાં જરાક મીઠું અને બે દાણા મરીને વાટી મેળવો. આ પાણીને ઘૂંટડે દાદી મા. ઘૂંટડે પી જાવ.

– ચાર-પાંચ લીમડાના નવા તાજા પાનને વાટી પાણી સાથે લોથી ઉલ્ટી બંધ થઈ જાય છે.

– ખાટી નારંગી, પપનસ (ચકોતરુ), લીંબુ વગેરેનો રસ ચૂસવાથી ઉલ્ટી તરત જ બંધ થઈ જાય છે.

– એક આંબલીને પલાળો પછી તેને સારી રીતે વલોવી પીવાથી ઉલ્ટી તરત જ બંધ થઈ જાય છે.

– એક પતાસામાં જરાક કપૂર મૂકી ખાઓ. આ નુસખાથી ઉલ્ટીમાં જરૂર ફાયદો થાય

પથ્થ-અપથ્ય – ઉકાળેલા પાણીમાં ચાર-પાંચ તુલસીના પાન નાંખી તથા ઠંડુ કરી ઉલ્ટીવાળા રોગીને પિવડાવતા રહો. પાણીમાં લીંબુ નાંખીને પણ પિવડાવી શકાય છે. લીંબના એક કકડા પર થોડી મરી અને સંચળ મેળવી ચાટો. ભૂખ લાગે તો મગની દાળની ખીચડી દહીં અથવા છાશ સાથે આપો. ઉન1 ળા-શિયાળામાં સ્નાન જરુર કરો. જો શરીર બહુ કમજોર હોય તો બીના કપડેથી આખું શરીર લૂછી સ્વચ્છ કરો. | શરીર લૂછવાથી સારું રહે છે, તે ટોનિકનું કામ કરે છે. જો કોઈ ગર્ભવતી સ્ત્રીને ઉલ્ટી થાય તો તેને આલુચાનું ફળ ખવડાવો. પેટ ભરીને ખાવું નહીં. ભૂખ લાગે તો પણ થોડી થોડી વારે ખાવું.


વાયુ, વિકાર મંદાગ્નિને કારણે આ રોગ ઉત્પન્ન થાય છે, જેને ગેસ કહેવાય છે. આ રોગ કોઠામાં ઉત્પન્ન થઈ રોગીને પરેશાન કરે છે. મોઢાથી લઈ ગુદા સુધીના માર્ગને કોઠો કહેવાય છે. ભોજન મોએથી નીચે જઠર દ્વારા આંતરડામાં પહોંચે છે. ભોજન પચવાની ક્રિયા વાયુ (ગેસ) દ્વારા થાય છે. પિત્ત અને કફ વાયુની પાછળ ફર્યા કરે છે. જ્યારે વાયુ કોઠામાં આવી જાય છે ત્યારે મળમૂત્રમાં અવરોધ ઉભો થાય છે, અને ગેસનો વિકાર ઉત્પન્ન થાય છે.


કારણો – લાંબાગાળા સુધી બેસી રહેવાથી, કોઈ અંગ દબાવાથી, કૂદવા, તરવા, રાતે જાગવાથી, વજનવાળી વસ્તુઓ ઉપાડવાથી, ઘોડાની પીઠ પર વધુવાર સુધી બેસી રહેવાથી, વધુ પડતા પરિશ્રમ થી, કડવા-તૂરા, લૂખા

Leave a Reply

Your email address will not be published.