નરેશ પટેલ કોંગ્રેસ માં ?

ગુજરાત વિધાનસભા ની ડિસેમ્બર માં આવી રહેલી ચૂંટણી ને અનલક્ષી ને વિવિધ રાજકીય પક્ષો એ તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપ અને આપ ની તૈયારીઓ બાદ હવે કોંગ્રેસ એ ખોડલધામકાગવડ વાળા નરેશ પટેલ ને કોંગ્રેસ માં પ્રવેશ અપાવી ને મોટો રાજકીય ધડાકો કર્યો હતો.ગુજરાત કોંગ્રેસ નિષ્ક્રીય અને નિષ્માણ લાગી રહી હતી. તેના એક પછી એક ધારસિભ્યો અને નેતાઓ પાર્ટી છોડી ને ભાજપા માં જોડાઈ રહ્યા હતા. ત્યારે બીજી તરફ કાગવડ ખોડલધામવાળા નરેશ પટેલ કે જેઓ સામાન્ય રીતે વરસાદી દેડકા ની માફક ગુજરાત માં ચૂંટણી સમયે જ સક્રીય થતા હોય છે તદુપરાંત દૂધ માં અને દહીં માં પગ રાખવા માં નિષ્ણાંત હોવા થી કોંગ્રેસ અને ભાજપા બન્ને સાથે સુમેળભર્યા સંબંધો રાખી ને, સાચવી ને પોતાની રાજકીય જમીન તૈયાર કરી રહ્યા હતા. આ વખતે તેઓ રાજકારણ માં સક્રીય થવા નું વિચારી રહ્યા હોવાના સમાચાર તો અગાઉ થી જ આવી ગયા હતા. ત્યાર બાદ ભાજપા, કોંગ્રેસ અને આપ ત્રણેય રાજકીય પક્ષો એ પોતપhતાની ચેનલો થી સંપર્ક સ્થાપિત કરતા નરેશ પટેલ ને જોડાવા આમંત્રણ પાઠવ્યા હતા. પરંતુ ધાર્મિક સંસ્થા ના પદ ઉપર બેસી ને જે વ્યક્તિ પોતાની અંગત રાજકીય મહત્વકાંક્ષા સંતોષી રહ્યો હોય તે પણ કાચો ખેલાડી તો ના જ હોઈ શકે. પરંતુ આ દરમ્યિાન ભારત ના જાણિતા રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે મુલાકાતો નો સિલસિલો ચાલુ થયો ને વ્હાર એવી વાત ફેલાવી કે કયા રાજકીય પક્ષ માં જોડાવું તે નક્કી કરવા તેમણે પી.કે. ની સેવાઓ લીધી છે અને ૧૫ દિવસ માં પી.કે.નો રિપોર્ટ મળ્યા બાદ તેઓ આગળ નો નિર્ણય કરશે. જો કે વાસ્તવિકતા માં રમત કંઈક જુદી જ ચાલી રહી હતી.

આ દરમ્યિાન તેઓ એ ભાજપા ના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા સાથે પણ મિટીંગ કરી હતી. જેથી ભાજપા ના વર્તુળો માં પણ તેઓ ભાજપા માં જોડાવા અંગે વિચારી રહ્યા હોવા ની હવા બંધાઈ હતી. જો કે અસલી પટકથા તો ગુજરાત ની હાર લખાઈ રહી હતી. રાજસ્થાન ના મુખ્યમંત્રી અને ૨૦૧૭ ની વિધાનસભા ની ચૂંટણી ના ગુજરાત ના પ્રભારી રહેલા અશોક ગેહલોત પ્રશાંત કિશોર ની સાથે મળી ને કોઈ અલગ જ ખિચડી પકાવી રહ્યા હતા. પાટીદાર સમાજ ને બહુ સારી રીતે સમજતા અશોક ગેહલોત ના પ્રયાસો થી જ ૨૦૧૭ વિધાનસભા ની ચૂંટણી અગાઉ પાટીદાર આંદોલન ના ત્રણેય યુવા નેતાઓ – હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી ને કોંગ્રેસ માં ભેળવવા કે કોંગ્રેસ તરફી કરાવવા નો ગેમ પ્લાન અશોક ગેહલોત નો જ હતો. તે જ સમયે ગુજરાત માં ચૂંટણી પ્રચાર માટે આવેલા કોંગી યુવરાજ રાહુલ ગાંધી સાથે નરેશ પટેલ ની મુલાકાત પણ અશોક ગેહલોત એ જ કરાવી હતી.

ત્યારે પણ તેમને રાજકારણ ના અખાડા માં ઉતરવા અને કોંગ્રેસ માં જોડાવા નું આમંત્રણ પાઠવાયું હતું. અશોક ગેહલોત ને નરેશ પટેલ સાથે સારા, અંગત સંબંધો છે. રાહુલ ગાંધી ના પણ ખૂબ નજીક ના અને વિશ્વાસુ મનાતા અશોક ગેહલોત ની તે વખત ની રણનીતિ ના કારણે જ ગુજરાત માં દાયકાઓ બાદ કોંગ્રેસ ને ન માત્ર ૭૭ બેઠકો મળી, પંરતુ ભાજપા ને ૧૦૦ બેઠકો નો અંક પણ પાર કરવા દીધો ન હતો.હવે આ વખતે પ્રશાંત કિશોર ની સાથે મળી ને અશોક ગેહલોત એ નવો દાવ ખેલ્યો છે. તેઓ સમજી ચૂક્યા હતા કે નરેશ પટેલ પોતાની રાજકીય જમીન ચકાસી રહ્યા છે.

આથી તેમણે નરેશ પટેલ ને સીધી જ એવી ઓફર આપી કે ભાજપા તેમને કદી ના આપે અને આપ નું ગુજરાત માં એવું ગજુ નથી કે તે એવી ઓફર આપે તો પણ તેની કોઈ સંભાવનાઓ હોય. ગુજરાત ની ૧૭૨ બેઠકો પૈકી ૧૫૦ બેઠકો ઉપર પ્રભુત્વ ધરાવતા પાટીદાર-કોળી અને ઠાકોર સમાજને સાધવા તેમણે નરેશ પટેલ ને કોંગ્રેસ ના મુખ્યમંત્રીપદ નો ડેરો અને કોળી સમાજ ના આગેવાન અને જસદણ ના ધાર સિભ્ય કુંવરજીભાઈ બાવળીયા ને નાયબ મુખ્યમંત્રીપદ નો ચહેરો બનાવવા ની ઓફર આપી હતી. આ અંગે અશોક ગેહલોત એ રાહુલ ગાંધી પાસે થી પણ મંજુરી મેળવી લીધી હતી. હવે નરેશ પટેલ માટે ના કહેવી અસંભવ હતું કારણ કે રાજકારણ માં ઉતરતા ની સાથે જ તેમનો સીધો મુખ્યમંત્રીપદ નો ડેરો બનવા ની લોભામણી ઓફર હતી જે ભાજપા તરફ થી મળવા ની કોઈ સંભાવના પણ ના હતી. આમ અશોક ગેહલોત અને પીકે ની સાથે રાજકીય ગોઠવણો સાકાર થતા નરેશ પટેલ નો કોંગ્રેસ પ્રવેશ અને કોંગ્રેસ નો ૨૦૨૨ ની વિધાનસભા ની ચૂંટણી નો મુખ્યમંત્રીપદ નો ચહેરો ફાયનલ થઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published.