નવાઝુદ્દીન લોકલ ટ્રેન માં

બોલિવુડ માં એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી એ પોતાની એક્ટિગ ના દમ ઉપર પોતાનું અલગ માનભર્યું સ્થાન બનવ્યું છે. હાલ માં જ તેણે પોતાના વ્યસ્ત શૂટિંગ | શિડ્યુઅલ માં થી અન્યત્ર કોઈ ઈવેન્ટ માં સમયસર પહોંચવા મુંબઈ ની લોકલ ટ્રેન માં મુસાફરી કરી હતી.નવાઝુદ્દીન સિદ્દીકી તેના અપકમિંગ પ્રોજેક્ટ ના શૂટિંગ માટે મુંબઈ ના મીરા રોડ ઉપર હતો. શૂટિંગ પતાવી ને તેને કોઈ ઈવેન્ટ માં હાજરી આપવા ની હતી. શૂટિંગ માં જો નિર્ધારીત સમય કરતા થોડો વધુ સમય થઈ જતા થોડી મુશ્કેલી સર્જાઈ હતી. મીરા રોડ માં શૂટિંગ ના સ્થળ થી ઈવેન્ટ ના સ્થળે પોતની લક્યુરિયસ કાર માં જતા મુબઈ ના ટ્રાફિક માં કાર માં ઈવેન્ટ માં પહોંચવું અસંભવ હતું. આથી નવાઝ એ ઈવેન્ટ માં સમયસર પહોંચવા માટે લોકલ ટ્રેન માં મુસાફરી કરવા નો નિર્ણય કર્યો હતો. નવાઝ જ્યારે રેલ્વે સ્ટેશન પહોંચ્યો ત્યારે માથે કેપ, હોં ઉપર માસ્ક અને ડાર્ક ગોગલ્સ ના કારણે કોઈ તેને ઓળખી શક્યુ ના હતું. પોતાના સહાયકો સાથે પ્લેટફોર્મ ઉપર તેણે ટેન ના આવવા ના સામ યઅંગે પૃચ્છા કરી તો તેના અવાજ ઉપર થી તેના સહપ્રવાસીઓ તેને ઓળખી ગયા હતા. જો કે ત્યાર બાદ પણ મુંબઈ ની લોકલ ટ્રેન માં મુસાફરી કરી ને તે ઈવેન્ટ ના સમયે ઈવેન્ટ ના સ્થળે પહોંચી ગયો હતો.આ અગાઉ ફિલ્મ “ધ કાશિમર ફાઈલ્સ” ઉપર બોલિવુડ કલાકારો એ જ્યાં “સબ સે બડી ચૂપ” ના ન્યાયે મૌન ધારણ કરી લીધુ છે ત્યાં નવાઝ ને કોઈ પત્રકારે આ ફિલ્મ બાબતે પ્રશ્ન પૂછી લેતા નવાઝ એ નિખાલસ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તેણે હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી, પરંતુ તે જરૂર થી જોશે. સાથો સાથ તેણે જણાવ્યું હતું કે કોઈ પણ ડાયરેક્ટર ને પોતાના દષ્ટિકોણ પ્રમાણે ફિલ્મ બનાવવા નો અધિકાર છે. દરેક ડાયરેક્ટર ને પોતાની વાત રજૂ કરવા ની પોતની સ્ટાઈલ અને પોતાનો દૃષ્ટિકોણ હોય છે. જેનું સૌ એ સન્માન કરવું જોઈએ. સંભવતઃ આ જ ઘટના ઉપર આગળ પણ કોઈ ફિલ્મ ડિરેકટર પોતાના અલગ દૃષ્ટિકોણ પ્રમાણે ફિલ્મ બનાવશે. શક્ય છે કે ફિલ્મ માં અમુક વસ્તુ જોડવા માં પણ આવે છે, પરંતુ સામાન્ય રીતે કોઈ પણ ડિરેક્ટર આવી ફિલ્મ બનાવશે તો ફેક્ટ ચેક કરી ને જ બતાવશે.

Leave a Reply

Your email address will not be published.