પંજાબ માં સરકાર નો ખેડૂતો ઉપર લાઠીચાર્જ
પંજાબ માં હજુ તો કોંગ્રેસ ની સરકાર ને હટાવી ને આપ ની સરકાર રચાવા ની ખુશી મનાવાતી હતી ત્યાં જ પુત્ર ના પારણા માં અને વહુ ના બારણા માં કહેવત ને સાર્થક કરતી આપ સરકારે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરતા ૬ ખેડૂતો ઈજાગ્રસ્ત થયા હતા.આમ આદમી પાર્ટી ની સરકાર પંજાબ માં રચા વા ના ગણતરી ના દિવસો માં કપાસ ના પાક માં થયેલા ભારે નુક્સાન અંગે વળતર ની માંગ કરતા ખેડૂતો ઉપર આપ સરકાર ની પોલિસે ડંડા વરસવ્યા હતા. ખેડૂતો નો આરોપ છે કે ગુલાબી ઈયળ થી ખરાબ થયેલા પાક નું યોગ્ય વળતર માટે મુક્તસર જીલ્લા ને નજર અંદાજ કરવા માં આવ્યો હતો. આથી ભારતીય કિસાન યુનિયન ના વડપણ હેઠળ મામલતદાર કચેરી એ ગયેલા ખેડૂતો ને સંતોષકારક પ્રત્યુત્તર ના મળતા ખેડૂતો એ નાયબ મામલતદાર સહિત અન્ય સ્ટાફ ને પણ ઓફિસ માં બંધક બનાવી દીધા હતા. જો કે ત્યાર બાદ મોડી રાત્રે ૧૨ વાગ્યે ત્રાટકેલી પંજાબ પોલિસે ખેડૂતો ને વિખેરવા લાઠીચાર્જ કરી નાયબ મામલતદાર તથા અન્ય સ્ટાફ ને છોડાવી દીધા હતા. પોલિસ બંધક નાયબ મામલતદાર તથા સ્ટાફ ને તો છોડાવી લીધા, પરંતુ ખેડૂતો ના ધરણા તો હજુ ચાલુ જ છે. ભારતીય કિસાન યુનિયન એ મામલતદાર કચેરી ની વ્હાર ધરણા ચાલુ જ રાખતા તેઓ પોતાની માંગ ઉપર અડગ છે અને વળતર ની માંગ કરી રહ્યા છે.બીજી તરફ બંધક બનાવાયેલા નાયબ મામલતદાર અને સ્ટાફ મુક્ત થતા જ વ્હાર આવી ને નેશનલ હાઈ વે ઉપર ધરણા પ્રદર્શન કર્યું હતું. તેઓ બંધક બનવનાર ખેડૂતો સામે કાર્યવાહી ની માંગ કરવા સાથે તમામ એ સાડી એ મ અને તાલુકા કાર્યાલય ના અધિકારીઓ અને કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા હતા. જ્યારે રાજ્ય ના તમામ મામલતદાર તથા નાયબ મામલતદાર પણ બાદલ ગામ ના ગેસ્ટહાઉસ ખાતે એકત્રિત થયા હતા અને અચોક્કસ મુદત ની હડતાળ ઉપર ઉતરવા ની જાહેરાત કરી હતી.આમ આપ સરકાર સામે ખેડૂતો તેમને થયેલા અન્યાય સામે ભારતીય કિસાન યુનિયન ના નેજા હેઠળ મામલતદાર કચેરી એ ધરણા કરી રહ્યા છે. જ્યારે મામલતદારો અને નાયબ મામલતદારો અનિશ્ચિત મુદત ની હડતાળ ઉપર ઉતરી ગયા છે.