‘ પૂ. હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીના

૨૮ મી માર્ચે, વ્હેલી સવારે ચાર વાગ્યે બ્રહ્મમૂહુર્ત માં ગોંડલ ના શ્રીરામજી મંદિર ના પૂ.હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા હતા. પૂ. મહારાજ ૧૦૦ વર્ષે બ્રહ્મલીન થતા ન માત્ર ગોંડલ માં, કે ગુજરત માં પરંતુ ભારતભર માં પથરાયેલો તેમનો ભાવિક ભક્તગણ શોકમાં ગરકાવ થઈ ગયો હતો.ઈ.સ. ૧૯૨૧ માં ચૈત્ર સુદ છઠ ના દિવસે બિહાર ના પજરવા ખાતે તેમનો જન્મ થયો હતો. તેમનું મૂળ નામ હરિશ્ચંદ્ર મિશ્રા હતું. ત્યાર બાદ ગુરુદેવ રણછોડદાસ મહારાજ ની આજ્ઞા થી ૧૯૫૫ માં ગોંડલ માં આશ્રમ નું સંચાલન કરતા હતા. તેઓ છેલ્લા સાત દાયકા થી ગોંડલ ખાતે કદી સેવાયજ્ઞ કરી રહ્યા હતા. પૂ. ગુરુદેવ એ તેમને ૩૪ વર્ષ ની યુવાવયે જ આશ્રમ નું સંચાલન સોંપ્યું હતું. તેમણે જ ગોંડલ માં રામજી મંદિર બનાવડાવ્યું હતું. ગોંડલ માં રહી ને તેમણે અનેક સેવાકાર્યો કર્યા હતા. તેમના સેવાકાર્યો માં ભૂખ્યા ને ભોજન અને દૃષ્ટિહિનો ને દેષ્ટિ આપવા નું સેવાકાર્ય અગ્રીમ હતું. સોમવારે સવારે ૮ વાગ્યા થી ભાવિકો એ ગોંડલ મંદિર ખાતે તેમના અંતિમ દર્શન નો લાભ લીધો હતો.

ત્યાર બાદ બપોર બાદ રાજકોટ ના સેવા આશ્રમ ખાતે સાંજે ૫ થી ૭ મોટી સંખ્યા માં ભક્તગણો એ તેમના અંતિમ દર્શન કર્યા હતા. મંગળવારે સવારે ૭ થી ૯ દરમિયાન નર્મદા મૈયા ના કિનારે ગોરા ખાતે પૂ.હરિચરણદાસજી મહારાજ ની શાસ્ત્રોક્ત વિધિ થી અંતિમ સંસ્કાર કરવા માં આવ્યા હતા. પ.પૂ. ગુરુદેવ રણછોડદા સજી મહારાજે ૧૦૦ વર્ષ ના આયુષ્ય ના આપેલા આશીર્વાદ પ્રમાણે ૨૮ મી માર્ચ ૧૦૦ વર્ષ પૂરા કરી ને બ્રહ્મલીન થયા હતા. આ ફોનના કળિયુગ માં પણ ભગવાન શ્રીરામ ના પરમ ઉપાસક પૂ.શ્રી હરિચરણદાસજી બાપુ અને હંમેશા તેમની સાથે રહેલા પૂ.શ્રી હનુમાનદાદા ના પરમ ઉપસિક શ્રી ત્યાગીજી મહારાજ વાસ્તવ માં પૂ. હરિચરણદાસજી ના હનુમાન બની ને હંમેશા તેમની સાથે સેવા માં રહ્યા હતા. હજુ ૧૦ દિવસ અગાઉ ના શનિવારે હનુમાનદાદા ના પરમ ઉપાસક શ્રી ત્યાગીજી મહારાજે દેહ છોડ્યો હતો. જો કે તેમણે શનિવારે દેહ છોડ્યો તેની આગલી શુક્રવારની રાત્રે પૂ. હરિચરણદાસજી બાપુ ને કહેલું કે મેં આગે જા કે આપ કે આને કી તૈયારી કરતા હું. દ્વકીકત માં પૂ.ત્યાગીજી મહારાજ ના દેહાવસાન ના દસ દિવસ બાદ જ પૂ. હરિચરણદાસજી બાપુ એ પણ દેહ છોડી ને બ્રહ્મલીન થયા હતા.

Leave a Reply

Your email address will not be published.