બાઈડન-ડુડા રજ્જો પહોંચ્યા

રશિયા-યુક્રેન યુધ્ધ ને ૧ માસ થી વધારે સમય થઈ ચુક્યો છે. અંદાજે અડધો કરોડ થી અધિક યુક્રેનિયન લોકો એ હિજરત કરી ને પાડોશી દેશો માં આશ્રય મેળવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન અને પોલેન્ડ ના રાષ્ટ્રપતિ એજજ ડૂડા સાથે યુક્રેન સાથે ની પોલેન્ડ ની આંતરરાષ્ટ્રીય સરહદ થી માત્ર ૬૦ માઈલ દૂર ના શહેર રજ્જો ની મુલાકાતે પહોંચ્યા હતા.રશિયા-યુકન યુધ્ધ માં યુકેન ને તબાહી ના ખપ્પર માં હોમી, રશિયા ને નાટો અને યુરરેપિયન દેશો ની વિરુધ્ધ માં ખડુ કરવા ઉપરાંત યુધ્ધ ના ગંજાવર ખર્ચા અને યુધ્ધ અક્રાંતા તરીકે વિશ્વભર માં થી આર્થિક પ્રતિબંધો લગાવી પોતની સામે ફરી બળવત્તર બનતા જતા રશિયા ની આર્થિક રીતે કમર તોડવા ના અભિયાન માં બાયડન સફળ રહ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ના સમય માં નિષ્ક્રીય થઈ ગયેલા નાટો સંગઠન ને ફરી એકજૂટ થવા મજબૂર કર્યા બાદ જુસ્સો બનાવી રાખવા જ નાટો ની સમિટ બોલાવી હતી. જેમાં પણ ઉશ્કેરણીજનક સંબોધન કરતા. યુક્રેન યુધ્ધ માં રશિયા જો રાસયણિક શસ્ત્રો નો ઉપયોગ કરશે, તો તેનો જવાબ યુક્રેન નહીં પણ અમે આપીશું. આવુ બિનજરુરી નિવેદન માત્ર રશિયા ના રાષ્ટ્રપતિ પુતિન ને ઉશ્કેરવા તેમ જ યુક્રેન અને નાટો સંગઠન ના દેશો ને સધિયારો આપવા જ કર્યું હતું.

આ ઉપરાંત હાલ માં વિશ્વભર માં યુક્રેન ને રશિયા સામે યુધ્ધ માં ધકેલી ને સીધી સેન્ય સહાય માટે યુક્રેન ને સ્પષ્ટના પાડ્યા બાદ | વિશ્વભર માં બાયડન અને અમેરિકા ની શાખ ઉપર જે ધબ્બો લાગ્યો છે તેના ડેમેજ કન્ટ્રોલ થી વધારે કશું નથી. બાકી આ જ અમેરિકા એ યુનો માં વિશ્વભર ને ઈરાક માં રાસાયણિક શસ્ત્રો ના ભંડાર અને ધમધમતી ફેક્ટરીઓ ના કાલ્પનિક દાવા કરી ને યુનો ની મંજુરી વ્હાર | ઈરાક ઉપર જાતે આક્રમણ કરી ને હજાર|ો-લાખો નિદTષો ને મોત ને | ઘાટ ઉતારી નવવર્ષ સુધી એક સાર્વભૌમ રાષ્ટ્ર ને રગદોળ્યા પછી પણ પોતાના દાવા ને પૂરવાર કરી શક્યા ન હતા. આ ઉપરાંત અફઘાનિસ્તાન અને ઈરાક માં કન્જો જમાવ્યા બાદ પણ પોતાના ત્યાં ના રોકાણ દરમિાન પ્રતિબંધિત વેક્યુમ બોંબ નો ઉપયોગ તેમ જ મધર ઓફ ઓલ બોંબ નો ઉપયોગ અમેરિકા કરી ચુક્યુ છે. બન્ને દેશો માં લાખો લોકો ના મોત અને ભિષણ બોબમારા થી બેઘર બનવાયેલા કરોડો લોકો ની બરબનદી માટે માત્ર ને માત્ર અમેરિકા જ જવાબદાર છે. નાટો સમિટ ના સંબોધન બાદ પોલેન્ડ પહોંચેલા બાયડન યુક્રેન-પDલેન્ડ બોર્ડર ઉપર પોલેન્ડ ના રાષ્ટ્રપતિ સાથે પહોંચી ને પોલેન્ડ પહોંચેલા લાખો યુક્રેનિયન શરણાર્થીઓ ને મળ્યા હતા. અમેરિકી રાષ્ટપતિ જો બાયડિન એ પોલેન્ડ ના રાષ્ટ્રપતિ આંદ્રજેજ ડૂડા પાસે થી પોલેન્ડ પ હો ચી લાખ શરણાથી વિષે વિગતો પણ માંગી હતી. બીજા વિશ્વયુદ્ધ પછી આ પ્રથમ વખત છે જ્યારે કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ યુધ્ધગ્રસ્ત દેશ ની સરહદ ની આટલી નજીક જઈ ને પોતાના સૈનિકો ને મળ્યા હોય. અહીં તેમણે અમેરિકન સૈન્ય ના કેમ્પ ની મુલાકાત કરી ને સૈનિકો સાથે પિઝા પાર્ટી પણ માણી હતી અને સેલ્ફી પણ લીધી હતી.

અહીં ફરી એક વાર રશિયા ની ઉશ્કેરણી કરવા માટે તેમણે રશિયા ને અને ખાસ કરી ને રશિયા ના રાષ્ટ્રપતિ પુતિન ને યુધ્ધ ગુનેગાર પણ કહ્યા હતા. બાયડન એ કહ્યું હતું કે પુતિન ની આક્રમકતા યુરોપ માં તબાહી મચાવી રહી છે. રશિયા યુક્રેન ને જીતવા ની તેની મહત્વકાંક્ષાઓ ઉપર પુનર્વિચાર કરવો જોઈએ. આ ઉપરાંત પોતે સુરક્ષા ના કારણોસર યુક્રેન ના જઈ શક્યા તે અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત રશિયા ની સેના યુક્રેન બાદ બીજા કોઈ યુરોપિયન દેશ ઉપર આક્રમણ ના કરી દે તે માટે નાટો સંગઠન ના ૩૦ હજાર સૈનિકો અત્યાધુનિક શસ્ત્ર સરંજામ સાથે નોર્વે માં યુધ્ધાભ્યાસ કરી રહ્યા છે. આના થી રશિયા અકળાયેલું છે અને તેણે રશિયા ઉપર હુમલો કરવા માં આવશે તો પોતાના બચાવ માટે રશિયા પરમાણુ શસ્ત્રો નો ઉપયોગ કરતા પણ અચકાશે નહીં તેવી સ્પષ્ટ ધમકી આપી છે. વળી તેઓ માત્ર ધમકી આપી ને બેસી નથી રહ્યા ૨ પરંતુ પોત ની બે અણુ સંચાલિતા સબમરીનો ને દરિયા માં ઉતારી દીધી છે. જે અડધા યુરોપ સુધી દરિયા માં જ ચક્કર લગાવી ને પછી રશિયા પહોંચી ગઈ છે. આ બન્ને સબમરીનો ૧૬-૧૬ પરમાણુ બોંબ થી સજ્જ છે.

Leave a Reply

Your email address will not be published.