બાયડન નું સ્ફોટક નિવેદન
રશિયા-યુક્રેન યુધ્ધ ના એક માસ લાંબા સમયગાળા દરમ્યિાન સતત અમેરિકા દ્વારા રશિયા ને ઉશ્કેરવા ના પ્રયત્નો ચાલુ જ હતા. તેમાં પણ પરાકાષ્ઠા ત્યારે આવી જ્યારે ગત સપ્તાહે અમેરિકા ની દાનત જાહેર કરતી બાબત તેના વયોવૃધ્ધ રાષ્ટ્રપતિ જો બાયડન ના મુખે થી જ નિકળી ગઈ કે આ વ્યક્તિ (પુતિન) સત્તા મા રહી શકે નહીં.જો કે અમેરિકી રાષ્ટ્રપતિ ના આવા સ્ફોટક નિવેદન બાદ તુર્ત જ વ્હાઈટ હાઉસ ના તેમ જ અમેરિકી વિદેશ મંત્રાલય ના ઉચ્ચ અધિકારીઓ એ સ્પષ્ટ કરી દીધું હતું કે બાયડન વાસ્તવ માં પુતિન ને સત્તા ઉપર થી હટાવવા ની વાત કરી રહ્યા ન હતા. જર્મન ચાન્સેલર ઓલાફ રકોલ્ડ એ પણ રવિવારે એક ટીવી ઈવેન્ટ દરમ્યિાન પુતિન ને હટાવવા નો વાસ્તવિક ઉદેશ્ય છે તેવો સીધો પ્રશ્ન પૂછપતા જણાવ્યું હતું કે રશિયા માં શાસન પરિવર્તન ન તો નોર્થ એટલાન્ટિક ટ્રિટી ઓર્ગેનાઈઝેશન (નાટો) નો ઉદ્દેશ્ય છે અને ન તો યુએસ પ્રેસિડેન્ટ જો બાયડન નું ધ્યેય છે. ગત સપ્તાહે અમેરિકી પ્રમુખ જો બાયડન પોલેન્ડ યાત્રા ઉપર ગયા ત્યારે તેમણે રશિયન રાષ્ટ્રપતિ પુતિન ઉપર સીધો જ આક્રમક હુમલો કરતું નિવેદન આપ્યું હતું. જો કે બાયડન ની આવી ધમકી થી રશિયા અને રાષ્ટ્રપતિ પુતિન ઉપર અસર પડ્યા વગર રહેવા ની નથી. જેના પગલે રશિયા-યુકેન યુધ્ધ માં સીધો જ તણાવ વધવા ના આસાર છે. જો કે આવું નિવેદન આપ્યા ના એક સપ્તાહ બાદ પણ અમેરિકી રાષ્ટ્રપતિ બાયડન એ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ રશિયા ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ને સત્તા ઉપર થી હટાવવા નું આહ્વહિન કરવા બદલ માફી માંગશે નહીં. મેં મારો નૈતિક આક્રોશ વ્યક્ત કર્યો હતો. જે મેં અન ભવ્યો હતો. હું તે વ્યક્તિ પ્રત્યે જે રોષ અનુભવતો હતો, તે વ્યક્ત કર્યો હતો. હું મારું નિવેદન પાછું લઈ રહ્યો નથી. હું નીતિ પરિવર્તન ની વાત કરી રહ્યો હતો. આવા લોકો એ (પુતિન એ) દેશ ઉપર શાસન કરવું જોઈએ નહીં, પરંતુ કમનસીબે કરી રહ્યા છે. આ પ્રકાર નું વર્તન સંપૂર્ણપણે અસ્વિકાર્ય છે. હું મારી અંગત લાગણીઓ માટે કદી માફી નથી માંગતો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન એ તે પણ સ્પષ્ટ કર્યું હતું કે તેમને એ વાત ની ચિંતા નથી કે તેમની ટિપ્પણી યુક્રેન માં યુધ્ધ ને લઈ ને તણાવ માં વધારો કરશે.