બે વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ઉડાન
ભારત માં કોરોના મહામારી ના કારણે છેલ્લા બે વર્ષ થી સ્થગિત કરાયેલી આંતરરાષ્ટ્રીય ફલાઈટ્સ આખરે ૨૭ માર્ચ, ૨૦૨૨ ને રવિવાર થી ફરી શરુ કરી દેવાઈ છે. કોરોના ના મોટાભાગ ના પ્રતિબંધો હટાવી લેતા હવે ભારત થી સાપ્ત| મહિક ૩૨૪૯ ફલાઈટ્સ ઉડાન ભરશે.કોરોના પ્રતિબ“ધો જેવા કે સિટો ખાલી રાખવા ની, પીપીઈ કીટ પહેરવા જેવા તમામ પ્રતિબંધો હટાવી લેવાયા છે. જ્યારે માત્ર માસ્ક પહેરવું હજુ ફરજિયાત છે. હવે ભારત થી ૪૦ દેશો માટે છ ભારતીય અને ૬૦ વિદેશી એરલાઈન્સ ની ફલાઈટ્સ ઉડાન ભરશે. જો કે આ પૈકી ની એક પણ ફલાઈટ ચીન માટે નથી. સરકાર ની આંતરરાષ્ટ્રીય ફલાઈટ્સ શરુ કરવા ની જાહેરાત બાદ ઈન્ટરનેશનલ ફ્લાઈટ બુકીંગ માં ૩૦ ટકા નો જ્યારે મા હિ તી મેળવવા માં ૧૭૦ ટકા નો વધારો થયો છે. જો કે – નિક ટ્રાવેલ એજન્ટો ના જણાવ્યા પ્રમાણે ૯૬ ટકા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ઉનાળા ની રજાઓ ના સમયગાળા માટે સર્ચ કરવા માં આવી રહી છે. ભારતીય લોકો દુબાઈ, થાઈલેન્ડ, માલ્ટીસ, પેરિસ, લંડન તેમ જ શ્રીલંકા જેવા સ્થળો ની પણ મુલાકાત લેવા ની ઈચ્છા ધરાવે છે. એપ્રિલ અને જૂન વચ્ચે સામાન્ય રીતે શાળાઓ અને કોલેજો માં ઉનાળા નું વેકેશન હોય છે. આ સમય એટલે કે ઉનાળા ના વેકેશન પિરિયડ માં બુકિગ ૨૫ થી ૩પ ટકા નો વધારો નોંધાયો છે. મોટાભાગ ના ડેસ્ટિનેશન બુકીંગ તેમ જ આંતરરાષ્ટ્રીય ફલાઈટ્સ યુ.એસ.એ., યુકે, ફ્રાન્સ, સ્પેન, ઈટલી, પશ્ચિમ યુરોપ, ઓસ્ટ્રયા તેમજ સ્વિન્ઝર્લેન્ડ માટે કરાવવા માં આવી રહી છે. હવે ફરી લોકો એ આંતરર|ષ્ટ્રીય બિઝનેશ તેમ જ એક્ઝિબિશન માટે પણ યાત્રા કરવા નું શરુ કરી દીધું છે. જો કે હજુ મધ્ય-પૂર્વ ના દેશો માં આરટી-પી પીઆર ટેસ્ટ તેમ જ એક દિવસ નું ક્વોરેન્ટ ઈન ફરજીયાત હોવા થી ત્યાં જવાનું ટાળી રહ્યા છે. દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ ને એવી આશા છે કે ૬૦ થી વધુ શહેરો માટે કનેક્ટિવિટી શરુ થઈ જશે. જ્યારે દેશ ના સૌથી વ્યસ્ત દિલ્હી એરપોર્ટથી આ ઉનાળા માં હવાઈ ટ્રાફિક ની અવરજવર દરરોજ ની ૧૬૫ લાઈટ્સ થી વધી ને ૩00 ની થઈ શકે છે. ૧ લી એપ્રિલ થી અમિરાત દુબાઈ થી ભારત ની સાપ્તાહિક ૧૭૦ ફલાઈટ્સ શરુ કરનાર છે.