યુ.એસ. ઉપર પરમાણુ હુમલો ?
રશિયા ના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ની યુક્રેન સાથે ના યુધ્ધ દરમ્યાન સમગ્ર વિશ્વ ને પરમાણુ હુમલા ની આપેલી ધમકી ની અમેરિકીઓ ના જનજીવન ઉપર કંઈક વધારે જ ગંભીર અસરો પડી છે. પરમાણુ હુમલા થી બચાવ ની પ્રોડક્ટસ ના વેચાણ માં બે હજાર ટકા નો જંગી વધારો નોંધાયો છે.વિશ્વ ની સૌથી મોટી ઈકોમર્સ કંપની એમેઝોન ઉપર પરમાણુ રેડિયેશન વિરોધી આયોડિન ની ગોળીઓ અને ખાવા-પીવા ની ફૌજી કીટ | સૌથી વધુ વેચાતી ચીજો ની યાદી માં સામેલ થઈ ચૂકી ને છે. વળી બજાર માં એકદમ જ માંગ વધતા તેની કિંમત માં પણ તોતિંગ વધારો થઈ ગયો છે અને ધૂમ નફાખોરી થઈ રહી છે. આ જ રીતે ઈકોમર્સ એનાલિસીસ પ્લેટફોર્મ હિલીયમ-૧૦ ના રિપોર્ટ અનુસાર માત્ર પર્ફોર્મન્સ સપ્લિમેન્ટ સ્ટોર એ જ ગત માસ માં પરમાણુ રેડિએશન થી અસ્થાયી સુરક્ષા આપતી પોટેશિયમ આયોડાઈડ ગોળીઓ ની ૧૭૨૩૧ બોટલો વચી હતી. જ્યારે ગત આખા વર્ષ માં ૧૮૧૪૩ બોટલો વેચાઈ હતી. સ્ટોર એ ગત માસે ૩૦ લાખ રૂા.થી અધિક ની ગોળીઓ વેચી છે. ૨૪ મી ફેબ્રુઆરી એ રશિયા એ યુક્રેન ઉપર કરેલા આક્રમણ ના દિવસે પોટશિયમ આયોડાઈડ ની ૬૦ કેસ્યુલ ની કિંમત ૧૧૯૦ રૂા. હતી. ત્યાર બાદ તેના વેચાણ માં ૬૬૨ ટકા નો ઉછાળો નોંધાયો હતો. જ્યારે ફેમિલી પેક એવા ચાર વ્યક્તિઓ માટે ત્રણ દિવસ ના રેડી અમેરિકા કે જેની પ્રતિ કીટ કિંમત ૨૨ હજાર રૂા. છે તેનું વેચાણ છેલ્લા ૯૦ દિવ|ો માં ૨૦૪૨ ટકા વધ્યું છે જ્યારે ચાર વ્યક્તિઓ ના ભોજન ની ૨૨૦૦ રૂા.ના મુલ્ય નું પેકેટ ના વેચાણ માં પણ ૨૦૩૬ 1 ટકા નો જબરદસ્ત તે વધારો નોંધાયો હતો.પરમાણુ હુમલા થી બચાવ ની તૈયારીઓની વચ્ચે તમામ સંલગ્ન ચીજો ની કિંમતો માં વધારા નો ટ્રેન્ડ અનોખો છે. મનોવૈજ્ઞાનિકો ના જણાવ્યા પ્રમાણે મનુષ્ય જ્યારે કોઈ પ્રકાર નો ખતરો અનુભવે છે ત્યારે બચાવ માટે અચૂક થી જરુર ના પગલા ઉઠાવે છે. ભયાનક આપત્તિ માટે તૈયાર રહેવા થી લોકો ની ચિંતા અને બેચેની ઓછી થતી હોય છે. મહામારી ની શરુઆત ના સમય માં પણ લોકો એ મોટી માત્રા માં ટોઈલેટ રોલ, ખાવાપીવા ની ચીજો, સાબુ તેમજ ટૂથપેસ્ટો ની મોટાપાયે ખરીદી કરી હતી. આમ આપત્તિ ની પરિસ્થિતિ માં સાવચેતી ના પગલારુપે આવી ચીજો નું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.