રસરંગ પૂર્તિ
“ચાલ, ભાગ અહીંથી વિવેક.’ બન્ને ચૂપકીથી સરકી ગયાં. સ્કૂટર લઈ પાછલા રસ્તે અમદાવાદ પહોંચી ગયા. વિવેક હેબતાઈ ગયો. રસ્તમાં એક શબ્દ પણ ન બોલી શક્યો. આરતીની હિંમત પર દંગ થઈ ગયો. ઘરે પહોંચ્યા પછી વરસાદે માઝા મુકી. કુદરત જાણે એમની ફેવરમાં હતી.
ઘરમાં પ્રવેશી પલંગમાં પડતાં બોલી, “વિવેક, તે કંઈ જ જોયું નથી. કશું જ બન્યું નથી. ચૂપચાપ સૂઈ જા.”
ત્રીજે દિવસે વર્તમાનપત્રોમાં હેડલાઈન ન્યુઝ હતા. પોલિસ ઈપેટરે કરેલો આપઘાત! આરતીએ અહેવાલ વાંચી વિવેકને છાપું આપ્યું. વિવેક વાંચવા લાગ્યો : પોલિસ ઇપેક્ટર જાડેજાએ એમના જ ડિસ્ટ_ીક્ટમાં પોતાની જ રિવોલ્વરથી આપઘાત કર્યો. સાથે એક પત્ર મૂકતા ગયા છે.
“મેં ઘણા બધા લોકોને રિબાવ્યા છે. પણ કદી કોઈનું ખૂન કર્યું નથી. હા, ગૃહમંત્રીનું ખૂન મેં કરાવ્યું છે. ચીફ મિનિસ્ટરે મને પાંચ લાખ રૂપિયા આપવાની લાલચ આપી એ ખૂન કરાવ્યું છે. હવે પૈસા આપવાની આનાકાની કરે છે. આત્મઘાતી સુલેમાનની વિધવાને પૈસા આપવા મેં એને વચન આપેલું. એની બીબી રોજ પૈસા લેવા આવતી હતી. એની દયાદ્ર મુખાકૃતિ જોઈને મને મારા એ ઘાતકી પગલા માટે પસ્તાવો થયો છે. પૈસાના લોભે મિનિસ્ટરનું ખૂન કરવા પ્રેરાયો હતો. હવે ચીફ મિનિસ્ટર મારું કાસળ કાઢશે એની મને બીક
‘તિમિરનાં તેજ જય ગજજર છે. એવું કંઈ બને તે પહેલાં સત્યનો એકરાર કરી હું મારી જિંદગીનો અંત લાવું છું. ચીફ મિનિસ્ટરને ત્રણ મોત – ગૃહમંત્રી, સુલેમાન અને મારા મોત માટે સજા થાય એ આશાએ હકીકતનો એકરાર કરું છું.’
-દીપસિંહ જાડેજા. પત્ર ટાઈપ કરેલો છે. સહી ઈન્સપેક્ટરે પોતે એમના હાથે કરી છે. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.
વિવેક બાઘાની જેમ આરતી સામે જોઈ રહ્યો.
એના પાપનો ઘડો છેવટે ફૂટી ગયો. કુદરત દરેકને અહીં જ એનાં કુકર્મોની સજા આપે છે, વિવેક.”
વિવેક કંઈ બોલ્યો નહિ. મનમાં હસ્યો.
ફોનની ઘંટડી રણકતાં આરતીએ ફોન ઉપાડ્યો, “એલાવ કોણ?’
“સલીમ કાદરી. આજનું છાપું વાંચ્યું?’
ના, કેમ કંઈ નવીન છે?’
“છાપું વાંચી લો. પછી ફોન કરું છું.”