શ્રીલંકા આર્થિક કટોકટી માં
ભારત ના પાડોશી નાનકડા દેશ શ્રીલંકા માં આર્થિક કટોકટી ઘેરી બની છે. વિદેશી હૂંડિયામણ લગભગ ખતમ થવા ના આરે છે. ફેબ્રુઆરી માસ માં ફૂગાવા નો દર ૧૭.૫૦ ટકા ના વિક્રમી સ્તરે પહોંચી ગયો છે.શ્રીલંકા ની આર્થિક સ્થિતિ ખૂબ જ કથળી ગઈ છે. વિદેશી હુંડિયામણ ખતમ થઈ જવા ના આરે હોવા થી, એક પછી એક આફતો આવી રહી છે. પેટ્રોલિયમ પેદાશો ની | કિંમત માં અસાધારણ વધારો થયો છે. પેટ્રોલ ની તંગી ના કારણે પેટતેલ ખરીદવા પેટ્રોલ પંપો ઉપર લાગેલી લાંબી કતારો માં લોકો ને કલાકો સુધી રાહ જોવી પડે છે. આ ઉપરાંત આયાતી કાગળ માં અસહ્ય ભાવ વધારા ના કારણે યુધ્ધ ના સમયે પણ બંધ ના રહેનાર શ્રીલંકા ના બે પ્રમુખ અખબારો ને ધ આઈલેન્ડ’ તથા સિંહાલી દિવૈના’ ને પ્રિન્ટ કોપી છાપવા નું બંધ કરી માત્ર ઓનલાઈન જ પેપર ચાલુ રાખવું પડ્યું હતું. જ્યારે દેશ ના શિક્ષણ વિભાગો પણ કાગળ ની કારમી તંગી ના પગલે લાખો વિદ્યાર્થીઓ ની ટર્મ એક્ઝામ પણ મોકૂફ રાખવા ની જાહેરાત કરી હતી. સરકારી અધિકારીઓ ના જણાવ્યા પ્રમાણે કાગળ ની સતત અને કારમી અછત ના કારણે પાક્ય પુસ્તકો ની છપાઈ ની કામિગીરી થઈ શકી નથી. શ્રીલંકા માં કાગળ મોટાભાગે રશિયા, ઓસ્ટલિયા, નોર્વે અને ઈન્ડોનેશિયા થી આવતો હતો. ફેબ્રુઆરી ૨૦૨૨ માં શ્રીલંકા પાસે ફક્ત ૨.૫ અબજ ડોલર નું વિદેશી હૂંડિયામણ હતું જ્યારે તેની ઉપર ૪ અબજ ડોલર નું વિદેશી દેવુ છે જે પૈકી મોટાભાગ નું દેવુ ચીન નું છે. જેમ કે શ્રીલંકા માં ઈન્ફાસ્ટ્રક્વર માં મોટાપાયે રોકાણ કરેલ છે અને જેના હપ્તા ની શ્રીલંકા આ અગાઉ પણ સમયસર ચૂકવણી ના કરી શકતા તેના મહત્વ ના બંદર હબનટોટા નો સમગ્ર વહીવટ ચીન એ પોતાના હસ્તક લઈ લીધો છે. શ્રીલંકા ઉપર ચીન નું દેવુ એટલા વ્યાપક પ્રમાણ માં છે કે હવે શ્રીલંકા ની પ્રજા ની દૈનિક જરૂરિયાતો પુરી કરવાનું પણ શ્રીલંકા ની સરકાર માટે મુશ્કેલ બની ગયું છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ – આઈએમએફ કે અન્ય આંતરરાષ્ટ્રીય નાણાંકીય સંસ્થાઓ જો સમયસર બેલઆઉટ પેકેજ નહીં આપે તો શ્રીલંકા આર્થિક રીતે ખતમ થઈ જશે. આ અગાઉ પણ ભારતે શ્રીલંકા ને આર્થિક મદદ કરી હતી જ્યારે હાલ ની કટોકટીભરી સ્થિતિ
માં પણ ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર બે | દિવસ ની શ્રીલંકા યાત્રા ઉપર ગયા છે.