સમાચારો સંક્ષિપ્ત માં

-ભારતની મોદી સરકારે કોરોના સંકટ તેમજ રશિયા-યુક્રેન યુધ્ધના સંજોગોમાં પણ પ્રથમ વખત 100 બિલિયન ડોલરના નિકાસ લક્ષ્યાંકને હાંસલ કર્યો છે. વાસ્તવમાં મોદી સરકારની આ મોટી ઉપલબ્ધિ છે. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે ટ્વિટ કરતા આ સફળતા માટે તમામ નાના-મોટા ખેડૂતો, વણકરો, ઉત્પાદકો અને નિકાસકારોને અભિનંદન પાઠવ્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે આત્મનિર્ભર ભારત તરફની અમારી સફરમાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રુપ બાબત છે.

-કૌભાંડમાં જેલની સજા ભોગવી રહેલા લાલુ પ્રસાદ યાદવની તબિયત બગડતા તેમને રાંચીની રિમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ તેમની તબિયત નાજુક થઈ જતા તેમને રાંચીની સિમ્સ હોસ્પિટલથી એર એમ્બુલન્સ દ્વારા દિલ્હીની એઈમ્સ હોસ્પટિલ ખાતે ખસેડાયા છે.

– રશિયાએ યુક્રેન યુધ્ધના કથિત મુખ્ય પ્રમોટર અને વિવાદીત અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસ સામે ધરપકડ ના વોરંટની જાહેરાત કરી હતી. આ એ જ જ્યોર્જ સોરોસ છે જે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સામે પણ વિવિધ પ્રોવેગેસ ચલાવી રહ્યો છે. ચીન એ પણ સત્તાવાર રીતે જ્યોર્જ સોરોસ ને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો.

– આખરે ગુજરાતમાં પણ હવે એર એબ્યુલન્સની શરુઆત થઈ ચૂકી છે. તેનું સંચાલન ગુજરાત સરકારે ગુજસેલને સોંપ્યું છે. આ એર એબ્યુલન્સ ઘણી બધીમેડિકલ સુવિધાઓથી સુસજ્જ હશે. જે માણસોને પ્રાણઘાતક સ્થિતિમાં તાત્કાલિક નજીકની હોસ્પિટલ પહોંચાડીને માનવ જીંદગી બચાવવામાં મદદરૂપ થશે. આ એક આવકારદાયક શરુઆત છે.

– રશિયા ઉપર અમેરિકાએ યુક્રેન યુધ્ધના નામે વિવિધ આર્થિક પ્રતિબંધો લગાવ્યા બાદ વળતા પગલારૂપે રશિયાએ માસ્ટર સ્ટ્રોક રમતા પ્રેટ્રોવ્યાપાર માં અમેરિકાનું આધિપત્ય જોખમમાં આવી જાય તેવી જાહેરત કરી હતી. રશિયાએ જેની ઉપર અડધુ યુરોપ ઓઈલ અને ગેસની જરુરિયાત માટે નિર્ભર છે તેમને રશિયા હવે થી ડિલિવરી ફક્ત રશિયન રુમ્બલમાં આપશે. આજ દિન સુધી આ વ્યાપાર ફક્ત અમેરિકન ડોલરમાં જ થતો હતો. જે આ જાહેરાતથી ડોલર ઉપરની નિર્ભરતા સમાપ્ત કરી દેશે અને રશિયન કરન્સી રુબ્બલમાં જ વ્યવહાર કરી શકાશે.

– ગુજરાતની મુલાકાતે પધારેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ ગુજરાતને સત્યાગ્રહની ભૂમિ અને રાજ્યનો વિકાસનું મોડલ ગણાવ્યા હતા. તેમણે ગુજરાત સાથે પોતાના વર્ષોથી સ્નેહના નાતાનો ઉલ્લેખ કરતા પૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઈ સાથે કામ કરવાનો અનુભવ અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ કામ કરવાની બાબતનો ઉલ્લેખ કર્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે દાદાભાઈ નવરોજજી, નરસિંહ મહેતા, લોહપુરુષ સરદાર પટેલ, ડૉ. વિક્રમ સારાભાઈ તેમ જ વિશ્વની સૌથી ઊંચી સ્ટેગ્યુ ઓફ યુનિટિનો પણ ઉલ્લેખ કર્યો હતો.

– ૨૫ માર્ચે લખનૌ ના ઈકાના સ્ટેડિયમમાંયુ.પી.માં યોગી આદિત્યનાથની સરકારનો સોગંદવિધિ યોજાનાર છે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે.પી. ના સહિત ઘણા કેન્દ્રીય મંત્રીઓ તેમજ મોટાભાગના ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે. તદુપરાંત અંબાણી અને અદાણી સહિત દેશના ૪૯ ટોચના ઉદ્યોગપતિઓને પણ આમંત્રણ પાઠવાયા છે.મંદિર મેળાઓમાં મુસ્લિમોને દુકાન લગાવવાની મંજુરી આપવામાં નહીં આવે. દક્ષિણપંથી જૂથોનું કહેવું છે કે હિજાબ વિવાદ બાદ મુસ્લિમ સંગઠનોએ બંધનું એલાન આપ્યું હતું અને પોતાની દુકાન બંધ રાખી હતી. તો હવે હિન્દુ મંદિરોએ પણ વાર્ષિક મેળામાં મુસ્લિમોને દુકાન ખોલવાની મંજુરી આપવી જોઈએ નહીં.

– પ.બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના મુંબઈનો પ્રવાસ કરીને ગયા, ગોવામાં પણ હાથપગ મારી જોયા પણ દાળ ગળી નહીં પરંતુ વડાપ્રધાનપદનો કીડો હજુ શાંત નથી થયો. હવે તમામ બિનભાજપી મુખ્યમંત્રીઓ તેમ જ તમામ વિપક્ષી નેતાઓને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે ભાજપા સામેની લડાઈમાં એક થવા જણાવવા ઉપરાંત આ અંગે ચર્ચા કરવા માટે વિપક્ષના નેતાઓની એક બેઠક બોલાવવાની પણ માંગ કરી છે.

– દેશના સુવિખ્યાત ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના જણાવ્યા પ્રમાણે આપ ના અરવિંદ કેજરીવાલને કેન્દ્રમાં ભાજપાને ટક્કર આપવા માટે ઓછામાં ઓછા ૧૫ થી ૨૦ વર્ષનો સમય લાગી શકે છે. ૨૦૧૯ ની ચૂંટણીમાં આપ ને ૨૩ લાખ વોટ મળ્યા હતા.જ્યારે સમગ્ર દેશને જીતવા ઓછામાં ઓછા ૨૦ કરોડ વોટની જરુર છે. પ્રાદેશિક પક્ષ એક બાબત છે, પરંતુ રાષ્ટ્રીય પક્ષ બનવા સતત ૨૦ વર્ષની મહેનત આવશ્યક છે. ભાજપાએ પણ ૧૯૬૮ માં શરુઆત કરી હતી.દેશના – ૬૨ ટકા લોકો માટે તો મોઘવારી, બેરજગારી જેવા મુદ્દા જ મોટા હોય છે. પરંતુ તેમના મત વહેંચાઈ જાય છે. વડાપ્રધાન મોદી આજે પણ લોકપ્રિય નેતા છે તે હકીકત છે, પરંતુ લોકપ્રિય હોવા છતા પણ તમે ચૂંટણી હારી શકો છો. રાજકારણમાં સામાજિક ધ્રુવીકરણ માત્રથી ચૂંટણી જીતી શકાતી નથી. પણ ફાયદો અવશ્ય થાય છે. પરંતુ એક હદથી આગળ તમે સમુદાયનું ધ્રુવીકરણ કરી શકતા નથી. સર્વે રિપોર્ટથી માલુમ પડે છે કે કોઈ પણ સમુદાયનું ૫૦ થી પ૫ ટકા બાદ ધ્રુવીકરણ થતું નથી. યુ.પી.માં ધ્રુવીકરણ બાદ પણ ભાજપા ને ૪૦ટકા લઘુમતિ કોમના વોટ શા માટે મળ્યા? ભારતમાં હાલમાં હિન્દુત્વ બેશક એક મોટું પરિબળ છે જેની ચૂંટણીમાં અસર દેખાય છે.

– ભારતમાં પાંચ રાજ્યોની ૧૦ મી માર્ચે ચૂંટણી પરિણામ આવી ગયા બાદ છેલ્લા સાત દિવસમાં છઠ્ઠી વખત પેટ્રોલ ડિઝલના ભાવ વધ્યા છે. પેટ્રોલમાં લીટર દીઠ ૮૦ પૈસા અને | ડિઝલમ ૩૨ પૈસાનો ભાવવધારો કરાયો છે. ચૂંટણી અગાઉ ૧૩૭ દિવસ સુધી કોઈ ભાવ વધારો કરાયો ન હતો. ચૂંટણી પહેલા કિંમતે ઘટાડવી, ચૂંટણી દરમ્યિાન ભાવો સ્થિર રખાયા અને ચૂંટણી બાદ ભાવો વધારવા તેવો સામાન્ય ટ્રેન્ડ છેલ્લા પાંચ વર્ષથી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.