સુખવિંદર વિવાદ માં
કોરોનાકાળ બાદ હવે ફરી શૂટિંગો નો ધમધમાટ શરુ થઈ ગયો છે. વારવણસી ના ઘાટ ઉપર બોલિવુડ સિંગર સુખવિંદર સિંગ શૂટિંગ કરતા નવા વિવાદ માં સપડાયો છે. બ્રાહ્મણ ના વેશ માં સફેદ વસ્ત્રો પહેરી ને હનુમાન ચાલીસા ના પાઠ કરતી વખતે સુખવિંદરે પગ માં મોજડી પહેરી રાખી હતી. આ બાબતે હિન્દુ સંગઠનો એ તેમની ધાર્મિક ભાવના ને ઠેસ પહોંચી હોવા નું જણાવી ઉગ્ર વિરોધ કર્યો હતો.
જો કે બાબત વધારે ગંભીર એટલે કે ન માત્ર સુખવિંદર પણ તેની સાથે ડાન્સ કરતા અન્ય સહાયક કલાકારો ભગવા કપડા માં ડાન્સ કરી રહ્યા હતા તેમ જ તમામ ના પગ માં જૂતા પહેર્યા હતા. બોલિવુડ માં હિન્દુ ધર્મ ની મજાક ઉડાડવા ની જાણે ફેશન બની ગઈ છે. આ બાબતે વિવિધ હિન્દુ સંગઠનો એ વિરોધ કરતા સુખવિંદરે પોતે કરેલી ભૂલ અંગે માફી માંગવા ના બદલે સ્પષ્ટતા કરી રહ્યો હતો કે ભરબપોરે, ધોમધખતા તાપ માં ઘાટ ના પથ્થરો એટલા ગરમ થઈ ગયા હતા તે કારણ થી મોજડી પહેરવી પડી હતી. સુખવિંદર વાતવરણ ની કોઈ પણ અગવડતા ના નામે પોતાના જ ધર્મ ના પવિત્ર સ્થાન, સાથે ધાર્મિક ભાવના દુભાવવા ની હિંમત કરશે ખરા? બીજી વાત તો જવા દો, પરંતુ ભગવા વસ્ત્રો માં સહાયકો ને ડાન્સ કરાવવા ના બદલે પોતાના ધાર્મિક સંતો નો લિબાસ ધારણ કરાવવાની હિંમત છે ખરી? ૭ મી એપ્રિલે રિલીઝ થનારી આ હનતુમાન ચાલીસા નો વિડીયો આવી રહેલી હનુમાન જયંતિ અગાઉ રિલીઝ કરી ને હિન્દુ ધર્મીઓ પાસે થી જ પૈસા કમાવવા ની દાનત છે, અને તે પણ હિન્દુઓ ની લાગણી ને ઠેસ પહોંચાડી ને અને પાછી ધૃષ્ટતા તો એટલી છે કે કરેલી ભૂલ બદલ માફી માંગવા ના બદલે તેને યોગ્ય ઠેરવવા ના કારણો આપે છે. દેશ ની બહુમત હિન્દુધર્મી પ્રજા એ હિન્દુઓ ની ધાર્મિક ભાવનાઓ ને ઠેસ પહોંચાડતા આવા બોલિવુડીયા કલાકારો નો સંપૂર્ણ બહિષ્કાર કરી તેમને પોતાની તાકાત નો પરચો આપવા ની તાતી જરુર છે જેથી ફરી કોઈ આવી ધૃષ્ટતા ના કરે.