અજય દેવગન અતિ વ્યસ્ત

બોલિવુડ ના અતિ વ્યસ્ત અભિનેતા અજય દેવગન ફિલ્મ રનવે ૭૪ માં અમિતાભ બચ્ચન અને રકુલ પ્રિત સિંહ સાથે જોવા મળશે. આ ફિલ્મ માં લીડ રોલ કરવા ઉપરાંત આ ફિલ્મ નો પ્રોડ્યુસર તેમ જ ડિરેક્ટર પણ અજય દેવગન જ છે.અજય દેવગન એ ૧૯૯૧ માં ફિલ્મ ફૂલ ઔર કાંટે થી બોલિવુડ માં ડેબ્યુ કર્યું હતું.અ ક – અને ક પગ રાખી ને ગજબનાક સ્ટન્ટ થી તેની એન્ટી થિયેટરો માં પ્રેક્ષકો ને સિટીઓ મારવા મજબુર કરતી હતી. પોતાની ૩૧ વર્ષ લાંબી ફિલ્મ કેરિયર માં અનેક યાદગાર અને બ્લોક બસ્ટર ફિલ્મો આપનારા અજય દેવગને પોતાનું પ્રોડકશન હાઉસ દેવગન ફિમ્સ ના નામે શરુ કરવા ઉપરાંત ડિરેક્ટ પણ કરી છે. બોલિવુડ ના સિંઘમ એક્ટર ની આગામી ફિલ્મો પણ બોક્સ ઓફિસ ઉપર ટંકશાળ પાડશે. અજય દેવગન ડિરેક્ટર નીરજ પાંડે ની આગામી ફિલ્મ ચાણક્ય માં જ્યારે ૨૦૧૫ ની તેની સુપર હિટ સસ્પેન્સ થ્રિલર દેશ્યમ ની સિક્વલ દશ્યમ-૨ માં પણ જોવા મળશે. જ્યારે દક્ષિણ ભારત ની બ્લોક બસ્ટર કૈથી ના હિન્દી રિમેક માં પણ દેખાશે જે ફિલ્મ નું નામ ભોલા રખાયું છે અને તેની રિલીઝ ડેટ પણ લોક કરી દેવાઈ છે. આ ઉપરાંત અજય મેદાન માં જોવા મળશે જેમાં તે મહાન ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમ નું પાત્ર ભજવશે. આ ઉપરા‘ત રેઈડ ફિલ્મ ની સિક્વલ રેઈડ-૨ માં પણ જોવા મળશે. જ્યારે પ્રકાશ ઝા ની સુપર ડુપર હિટ ફિલ્મ રાજનીતિની પણ સિક્વલ રાજનીતિ-૨ બની કહી છે જેમાં પણ અજય દેવગન જોવા મળશે. આ ઉપરાંત ગંગાજલ, આરક્ષણ, રાજનીતિ ૧ અને ૨ બાદ અજય ફરી એક વાર પ્રકાશ ઝા ની ફિલ્મ સત્સંગ માં જોવા મળશે. આ ફિલ્મ માં અજય દેવગન ની સામે લીડ એક્સેસ કટરીના કૈફ જોવા મળશે.જ્યારે અજય દેવગન અને ખાસ મિત્ર અને કોમેડી તેમ જ એક્શન ફિલ્મ ના કિંગ મનાતા રોહિત શેટ્ટી સાથે ફરી એક વાર સિંઘમ-૩ માં અજય જોવા મળશે. જ્યારે વિખ્યાત ફિલ્મ નિર્માતા – ડિરેક્ટર ઈન્દ્રકુમાર સાથે અજય થેંક ગોડ નામક કોમેડી ફિલ્મ માં જોવા મળશે. આ ફિલ્મ માં તેની સાથે સિધ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રિત સિંહ પણ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.