અઝાન અને હનુમાન ચાલીસા
મહારાષ્ટ્ર માં ઘણા લાંબા વિરામ બાદ મનસે અધ્યક્ષ રાજ ઠાકરે એ મહારાષ્ટ્ર ની મહાવિકાસ અઘાડી સરકાર ને મસ્જિદો માં થી લાઉડ સ્પિકર હટાવવા ની માંગ કરી હતી.મહારાષ્ટ્ર ના નવનિર્માણ સેના ના અધ્યક્ષ રાજ ઠાકરે એ શ નિ વાર શિવાજી પાર્ક ખાતે ની રેલી માં પોતા ના સમર્થકો ને સંબોધતા સવાલ કર્યો હતો કે મસ્જિદો માં આટલા ઉંચા સ્વરે લાઉડ સ્પિકર કેમ વગાડવા માં આવે છે? સાથે જ તેમણે પોતાની આગવી અદા માં ચિમકી આપતા જણાવ્યું હતું કે જો તેને રોકવા માં નહીં આવે તો તેઓ મસ્જિદો ની સામે તેના થી મોટા અવાજ થી લાઉડ સ્પિકરો દ્વારા હનુમાન ચાલીસા વગડિવા નું શરુ કરાશે. સાથે જ સ્પષ્ટતા કરી હતી કે હું કોઈ જાતિ કે ધર્મ વિશેષ ની વિરુધ્ધ નથી, પરંતુ મને મારા ધર્મ ઉપર ગર્વ છે. હું નમાજ ની વિરુધ્ધ નથી, પરંતુ તે બીજાને ખલેલ પહોંચાડતી ના હોવી જોઈએ. આ અંગે રાજ્ય સરકારે મસ્જિદો માં થી લાઉડ સ્પિકરો દૂર કરવા અંગે નિર્ણય લેવો જોઈએ. હાલ માત્ર ચેતવણી આપુ છું પરંતુ આમ ના કરાયું તો મસ્જિદ ની સામે લાઉડ સ્પિકર લગાવીશું અને હનુમાન ચાલીસા. તેમણે અઘાડી સરકાર ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ને પણ નિશાના ઉપર લેતા જણાવ્યું હતું કે તેમણે ચૂંટણી દરમ્યિાન જેમની વિરુધ્ધ પ્રચાર કર્યો હતો તેમની સાથે જ ગઠબંધન કરી ને સરકાર ચલાવી રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમ્યિાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા દેવેન્દ્ર ફડનવીસ ને જ મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરતા હતા ત્યારે ઉધ્ધવે એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો, પરંતુ પરિણામ જાહેર થતા જ મુખ્યમંત્રી બનવા વિપક્ષી પાર્ટીઓ સાથે ગઠબંધન રચી ને સરકાર બનાવી હતી. આ ઉપરાંત રાજ્ય સરકાર ના ધારાસભ્યો ને મુંબઈ માં ઘર આપવા ની યોજના નો પણ વિરોધ કરતા કહ્યું હતું કે સૌ પ્રથમ તેમનું પેન્શન બંધ થવું જોઈએ. શું તમે તમારા કામ થી લોકો ઉપર કોઈ ઉપકાર કરી રહ્યા છો? આ યોજના માં મુખ્યમંત્રી ને શું સારુ લાગી રહ્યું છે ? શું આ યોજના માં એવું કંઈ છે જે રસપ્રદ હોય? તેમણે એનસીપી સુપ્રિમો શરદ પવાર ઉપર પણ જ્ઞાતિ આધારીત નફરત ફેલાવવા નો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આજે રાજ્ય માં જાતિ ના મુદ્દા ઉપર લોકો લડી રહ્યા છે. આપણે ક્યારે આમાં થી બહાર આવીશું અને હિન્દુ બનીશું?