અમદાવાદ માં આપ ના રોડ શો નો ફિયાસ્કો
આપ ના સંયોજક અને દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબ ના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત ની મુલાકાતે આવી ગયા. જો કે ગાજ્યા મેઘ વરસે નહીં તે ન્યાયે ચૂંટણી જીત્યા બાદ ગુજરાત માં ભવ્ય રોડ શો ની જોરશોર થી જાહેરાતો કર્યા બાદ રોડ શો શરુ થવા ના માત્ર બે કલાક પૂર્વે રોડ શો નો રુટ ટૂંકાવી ને માત્ર અડધા | કિ.મી.નો કરી દેવાયો હતો.આપ ના બે મુખ્યમંત્રીઓ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન તેમના રોડ શો ની આગલી રાત્રે જ અમદાવાદ આવી ગયા હતા. અમદાવાદ માં સિંધુભવન રોડ ઉપર આવેલી તાજ સ્કાયલાઈન હોટલ માં રાત્રિ રોકાણ કર્યું હતું. સવારે કેજરીવાલ અને માન એ સાબરમતી ગાંધી આશ્રમ ની મુલાકાત લીધી હતી. ગાંધીજી જ્યાં રહેતા હતા તે હૃદયકુંજ ની મુલાકાત લેવા ઉપરાંત બન્ને મુખ્યમંત્રીઓ ચરખો પણ ચલાવ્યો હતો. લગભગ અડધા કલાક ના રોકાણ બાદ વિઝીટ બુક માં નોંધ કરી ને વિદાય લીધી હતી. ત્યાર બાદ સાંજે નિકોલ ઉત્તમનગર પાસે આવેલા ખોડિયારમાતા ના મંદિર થી ઠક્કરબપા નગર બ્રિજ ના છેડા સુધી ના યોજાયેલા રોડ શો ના શરુઆત ના માત્ર 2 કલાક અગાઉ જ રોડ શો ટૂંકાવી ને નિકોલ ખાતે ઉત્તમનગર ખોડિયાર મંદિર થી માત્ર અડધો કિ.મી.નો જ કરી દેવાયો હતો. સલામતી અને બંદોબસ્ત ના કારણે છેક બાપુનગર સુધી નો રોડ બંધ કરાયો હતો પરંતુ આખરે રોડ શો ટૂંકાવાતા અને ત્યાં સુધી લઈ ના જવાતા લોકો નિરાશ થયા હતા. જો કે રોડ શો ટૂંકાવવા ના કોઈ કારણ ની જાહેરાત કરાઈ ન હતી. દિલ્હી માં તાજેતર માં કેજરીવાલ ના સત્તવાર નિવાસસ્થાને થયેલા હુમલા બાદ તેમની સુરક્ષા માં વધારો કરી દેવાયો હતો. રોડ શો ના પગલે સમગ્ર રુટ ઉપર | તેમજ બન્ને નેતઓ ના વાહનો સાથે ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવવા માં આવ્યો હતો. કેજરીવાલે રોડ શો દરમ્યિાન લોકો ને કહ્યું હતું કે મારે ભ્રષ્ટાચાર દૂર કરવો છે. દિલ્હી માં અમે ભ્રષ્ટાચાર ખતમ કર્યો.(???) પંજાબ માં તો માત્ર ૧૦ દિવસ માં ભ્રષ્ટાચાર પૂરો કર્યો. હવે ગુજરાત માં થી હટાવવો છે. તમે ભાજપા ને ૨૫ વર્ષો આપ્યા, હવે ૫ વર્ષ અમને તક આપો. પાંચ વર્ષ માં અમારુ કામ ના પસંદ આવે તો બદલી દેજો. કમળ હંમેશા કાદવ માં ઉગે છે અને કાદવ હટાવવા ઝાડુ જ ચલાવવું પડશે. હું ભાજપા કે કોંગ્રેસ ને હટાવવા માટે નહીં પરંતુ ગુજરાત અને ગુજરાતીઓ ને જીતાડવા આવ્યો છું. જો કે આ રોડ શો ના કારણે અમદાવાદ ના જાહેર જનતા ની રોજીંદ શૈલી માં કોઈ પરિવર્તન જોવા મળ્યું ન હતુ.