આપણું રસોડું

ગ્રીન સેગોવડા

સામગ્રી: ૫ નંગ બટાકા અડધી વાડકી પલાળેલા સાબુદાણા ૩ ચમચી શિંગનો ઝીણો ભૂક્કો ૫૦ ગ્રામ ઝીણી સમારેલી કોથમીર સ્વાદ પ્રમાણે મીઠું ૧ ચમચી ખાંડ ચપટી લીંબુનાં ફૂલ અડધી ચમચી આખુ જીરુ ૧ ચમચી આદુ-મરચાંની પેસ્ટ

રીતઃ
સૌ પ્રથમ બટાકાને બાફી લો. ત્યાર બાદ તેને છોલીને તેનો માવો કરી લો. હવે કોથમીરને ધોઇને તેની પેસ્ટ કરી લો. હવે બટાકાના માવામાં સાબુદાણા, વાટેલી કોથમીર, શિંગનો ભૂક્કો, સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ, આદુ-મરચાંની પેસ્ટ, જીરુ અને લીંબુનાં ફૂલ ઉમેરી બરાબર મિક્સ કરી નાના ચપટા વડા તૈયાર કરી લો. હવે તેલ ગરમ કરી તેમાં હળવા બદામી રંગનાં તળી લો. હવે ગરમાગરમ ગ્રીન સેગોવડાને લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરી લિજ્જત માણો.


સાબુદાણાની સ્પે. ખીચડી

સામગ્રી: ૨ વાડકી પલાળેલા સાબુદાણા ૨ નંગ મધ્યમ કદનાં બટાકા ૪ ચમચી શિંગદાણાનો વાટેલો ભૂક્કો સ્વાદ પ્રમાણે મીઠું ૧ ચમચી આદુ-મરચાંની પેસ્ટ તજનો ટુકડો ૨ નંગ લવિંગ ૧ ચમચી આખુ જીરુ ૫-નંગ કાજુ ૪૫ નંગ કિસમિસ ૨ મોટા એલચા ૧ ચમચી ખમણેલુ કોપરુ મીઠો લીમડો કોથમીર

રીતઃ –

સૌ પ્રથમ બટાકાને છોલીને તેનાં ચોરસ નાના કટકા કરી લો. હવે સાબુદાણામાં શિંગદાણાનો ભૂકો ઉમેરી ૭) બરાબર મિક્સ કરી લો. હવે તેમાં મીઠું, ખાંડ અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરાનો વઘાર કરી, તજ, લવિંગ, મીઠો લીમડો અને એલચા ઉમેરી બરાબર મિક્સ કરી બટાકા ઉમેરો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી સહેજ પાણી ઢાંકીને ચડવા મૂકો. બટાકા ચઢી જાય ત્યાર બાદ તેમાં સાબુદાણા ઉમેરો. ત્યારબાદ તેને પાંચથી સાત મિનિટ સુધી ચડવા દો. હવે તેમાં કાજુના ટુકડા, કિસમિસ, કોપરુ અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ પરથી નીચે ઉતારી લો. હવે ગરમાગરમ સાબુદાણાની સ્પે. ખીચડીનો સ્વાદ માણો.


સૂરણ રોલ્સ

સામગ્રી: ૧ મોટો ટુકડો સુરણ ૧ વાડકી પલાળેલા સાબુદાણા અડધી વાડકી શિંગોડાનો લોટ ૩ ચમચી શિંગનો વાટેલો ભૂકો ૧ ચમચી આદુ-મરચાંની પેસ્ટ અડધી ચમચી આખુ જીરુ અડધી ચમચી મરીનો પાવડર ઝીણી સમારેલી કોથમીર

રીત:
સૌ પ્રથમ સુરણને છોલીને તેનાં મોટા ટુકડા પ્રણ સોકરી તેમાં મીઠું ઉમેરી મૂકી રાખો. હવે અડધા કલાક બાદ પ્રેશર કુકરમાં બાફી લો. ત્યારક બાદ તેને બરાબર નિતારી તેનો માવો કરી લો. ત્યાર બાદ તેમાં મીઠું, આદુ-મરચાંની પેસ્ટ, કોથમીર, જીરું અને મરી પાવડર ઉમેરી બર|ાબર મિક્સ કરી તેના નાના રોલ વાળી લો.ત્યાર બાદ શિંગોડાનાં લોટમાં પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ખીરુ તૈયાર કરી લો. ત્યાર બાદ તેને ગરમ કરવા મૂકી સતત હલાવીને જાડી પેસ્ટ જેવુ તૈયાર કરી લો. હવે પલાળેલા સાબુદાણામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ રોલનાં બંને છેડા પર પેસ્ટ લગાવી, સાબુદાણા ઉપર તે ભાગ ફેરવીને સાબુદાણા ચોંટાડો. હવે રોલના મધ્યભાગે ગોળાકારે અડધો ઇંચ પહોળી પેસ્ટ લગાવવી. હવે તેની પર પણ સાબુદાણા ચોંટાડો. હવે આ રીતે બધા રોલ તૈયાર કરી ગરમ કરેલા તેલમાં તળી લો. હવે તૈયાર થયેલા સુરણ રોલને ગરમાગરમ સર્વ કરી તેનો સ્વાદ માણો.


તલવાળા આલુપાલક

સામગ્રી: ૧ ચમચી શેકેલા તલ ૨ મોટી ઝૂડી પાલક ૧૦ નંગ નાની બટાકી ૧ ચમચી જીરુ ચપટી હિંગ ૨ નંગ આખા લીલા મરચાં સ્વાદ પ્રમાણે મીઠું હળદર, લાલ મરચું, ધાણા પાવડર જીરુ પાવડર ૨ ચમચા દહીં

રીત:
સૌ પ્રથમ બટાકીની છાલ કાઢ્યા વિના તેનાં ત્રણ ટુકડા કરી લો. હવે પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરાનો વઘાર કરી તેમાં હિંગ, લીલા મરચાં અને બટાકીઓ નાખી બરાબર મિક્સ કરી મીઠું ઉમેરી ફરીથી હલાવીને ઢાંકીને મધ્યમ આંચ પર ચડવા દો. ત્યાર બાદ તેમાં હળદર ઉમેરી ફરીથી પાંચથી સાત મિનિટ સુધી ચડવા દો. હવે તેમાં મોટી સમારેલી પાલક ઉમેરી બરબિર મિક્સ કરી ઢાંકીને ચડવા દો. બધુ બરાબર ચડી જાય ત્યાર બાદ તેમાં ધાણા પાવડર, જીરુ પાવડર, દહીં ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ પરથી ઉતારી લો. ત્યાર બાદ તેની પર શેકેલા તલ ભભરાવીને ગરમાગરમ પરોઠા કે નાન સાથે સર્વ કરી લિજ્જત માણો.

Leave a Reply

Your email address will not be published.