ઉલ્કાપિંડ કે અવકાશી કાટમાળ ?

શનિવારે રાત્રે લગબગ પોણા આઠ વાગ્યે સમગ્ર ગુજરાત તથા મહારષ્ટ્ર ના અમુક વિસ્તારો માં લોકો આકાશ માં તૂટતા તારા જેવો, પરંતુ કદ માં મોટા ચળકતા અવકાશી ગોળા જેવા પદાર્થ ને જોઈ ને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.જો કે અત્યંત તેજ ગતિ થી પૃથ્વી તરફ ધસમરૂ થતા આવતા આ અગનગોળા ને જોઈ ને લોકો માં | કુતૂહલ સાથે ડર ની લાગણી પણ ફેલાઈ હતી. પ્રથમ નજરે તો આ કોઈ ઉલ્કાપિંડ અથવા ખરતા મોટા તારા નો આભાસ થતો હતો. જો કે બાદ માં વૈજ્ઞાનિકો ના જણાવ્યા પ્રમાણે આ ના તો ઉલ્કાપિંડ હતો, ના તો કોઈ ખરતો તારો. આ માનવસર્જિત કોઈ અવકાશી ઉપગ્રહ કે પછી રોકેટ ના અવશેષો હોઈ શકે છે જે પૃથ્વી ના વાતાવરણ માં પ્રવેશતા જ પ્રચંડ ઘર્ષણ થી સળગી ઉઠ્યા હશે. જ્યારે એક અમેરિકન વૈજ્ઞાનિક ના દાવા પ્રમાણે આ ચીન ના રોકેટ ના અંશો હોઈ શકે છે. અમેરિકા ના વૈજ્ઞાનિક જોનાથન મેક્કોવેલ ના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે ફેબ્રુઆરી માં છોડવા માં આવેલા ચીન ના રોકેટ ના અવશેષો હોઈ શકે છે. પૃથ્વી ના વાતાવરણ માં ફરી પ્રવેશતા ઉદ્ભવેલા પ્રચંડ ઘર્ષણ થી તેના અનેક ભાગો સળગી ઉઠ્યા હશે. મારા માનવા પ્રમાણે આ ચળકતી લાઈટો રોકેટ ના ટૂકડાઓ ના સળગી ઉઠવા થી પેદા થઈ હોવી જોઈએ. જો કે આ ઘટના ને નજરે જોનપરા અવકાશ ક્ષેત્ર ના નિષ્ણાંત પ્રમોદ હિલે ના જણાવ્યા પ્રમાણે આ પ્રથમ નજરે ઉલ્કા લાગતા પદાર્થ ની દિશા ઉત્તર થી પૂર્વ તરફ ની હતી. તદુપરાંત તે ચાર ભાગો માં વહેંચાયેલી હતી. જો કે સદ્ભાગ્યે આના થી કોઈ નુક્સાન પહોંચવા ના હજુ સુધી કોઈ સમાચાર નથી તેમ જ આવી ઘટના થી ડરવા ની પણ કોઈ જરુર નથી. જો કે આ ઘટના ગુજરાત ના સમગ્ર પ્રદેશ ઉપરાંત મહારાષ્ટ્રના નાગપુર, જલગસંવ, અકોલા અને ચંદ્રપુર તેમજ મધ્યપ્રદેશ ના ઝાબુઆ, ખરગોન અને ઈન્દોર ના આકાશ માં પણ લોકો એ રાત્રિ ના અંધકાર માં રહસ્યમયી લાઈટો જોયા નો દાવો કર્યો હતો. જો કે લોકો એ એવી ધારણા બાંધી હતી કે કાં તો ઉલ્કાપિંડ નો વરસાદ છે કે પછી કોઈ ઉપગ્રહ પડી રહ્યો છે. જો કે અમેરિકન વૈજ્ઞાનિક ની ધારણા પ્રમાણે આ ચીન ના રોકેટ નો કાટમાળ હતો.

Leave a Reply

Your email address will not be published.