ઓસિ. એ ટી-૨૦ માં પાક. ને રગદોળ્યું

પ્રવાસી ઓસ્ટ્રેલિયા અને યજમાન પાકિસ્તાન વચ્ચે લાહોર ના ક્રિકેટ સ્ટેડિયમ માં રમાયેલી સિરીઝ ની એક માત્ર ટી-૨૦ માં ૧૯.૧ ઓવરો માં લક્ષ્ય હાંસલ કરી લેતા આ મેચ ત્રણ વિકેટ થી જીતી લીધી હતી. અને યજમાન પાકિસ્તાન ને તેની જ ધરતી ઉપર કારમી શિકસ્ત આપી હતી.ઓસ્ટ્રેલિયન ટીમે ૨૪ વર્ષ ના લાંબા અંતરાલ પછી પાકિસ્તાન ના પ્રવાસે આવી હતી. આ ટી-૨૦ માં પાકિસ્તાનને હરાવી ને કાંગારુઓ એ તેમની ટુર પૂર્ણ કરી હતી. હવે અહીં થી ઓસિ.ના ક્રિકેટરો આઈપીએલ માં જોડાશે. આ ટી-૨૦ મેચ માં ઓસિ.એ ટોસ જીતી ને બોલિંગ પસંદ કરી હતી. પાક. તરફથી રિઝવાન અને બાબર આઝમ એ ઓપનિંગ કર્યું હતું. રિઝવાન અંગત ૨૩ રને – ફખર ઝમાન શૂન્ય રને, ઈક્િતખાર -૧૩, ખુશદિલ-૨૪, અસિફ અલી-૩, હસન અલી-૨૦, શાહિન આફ્રિદી-૦, મોહમ્મદ વસિમ ર તેમ જ બાબર આઝમ ના ૬૬ રન ની મદદ થી પાક. એ ૨૦ ઓવરો માં ૮ વિકેટ ના ભોગે ૧૬૨ રન બનાવ્યા હતા. ઓસિ. તરફ થી નાથન એલિઝ-૪, કેમરુન ગ્રીન-૨ જ્યારે સિન અબોટ અને ઝામ્પા ને ૧-૧ વિકેટો મળી હતી.ત્યાર બાદ જીતવા માટે ઓસ્ટ્રેલિયા એ ૧૬૩ રન ના લક્ષ્યાંક નો પીછો કરતા ટ્રેવિસ હેડ અને એરોન ફિંચ એ ઓપનીંગ કર્યું હતું. જો કે ટ્રેવિસ અંગત ૨૫ રને અને જોશ ૨૪ એતા માર્કસ ૨ રને આઉટ થતા સ્કોર ૧૧૯ રને ૪ વિકેટ થયો હતો. જો કે કપ્તાન ફિંચ ના પપ રન, કેમરુન ગ્રીન-૨, સિન એબોટ શૂન્ય રને આઉટ થતા ૧૫૯ રને ૭ વિકેટ નો સ્કોર થયો હતો. જો કે વોન મેન્ડર્મેટ-૨૨ અને બેન દ્વારશૂઈસ ના શૂન્ય રન ની મદદ થી ઓસિ. એ ૧૯.૧ ઓવરો માં ૭ વિકેટ એ ૧૬૩ રન બનાવતા ઓસિ.નો વિજય થયો હતો. પાક. તરફ થી શાહિન આફ્રિદી, ઉસ્માન કાદિર અને મોહમ્મદ વસિમ ને ૨-૨ વિકેટો જ્યારે હારિસ રઉફ ને ૧ વિકેટ મળી હતી.આમ ઓસિ.એ પાકિસ્તાન ને તેની જ ધરતી ઉપર પહેલા ટેસ્ટ અને બાદમાં ટી-૨૦ માં પણ હરાવ્યું હતું. એક માત્ર વન-ડે માં પાકિસ્તાન નો વિજય થયો હતો. ઓસિ.એ પાકિસ્તન માં રમેલી ૭ મેચ માં થી ૩ મેચ કાંગારુઓ એ જીતી જ્યારે ર મેચ પાકિસ્તાને જીતી હતી.

Leave a Reply

Your email address will not be published.