કોલકત્તા એ મુંબઈ ને હરાવ્યું
આઈપીએલ ની ૧૫ મી સિઝન માં બુધવારે કોલકત્તા નાઈટ રાઈડર્સ (કેકેઆર) અને મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઈ) વચ્ચે મેચ રમાઈ હતી જેમાં આ સિઝન ની પ્રથમ મેચ રમી રહેલા કેકેઆર ના પેટ કમિન્સ એ અતિ વિરૂ ફોટક બેટિંગ કરી ને પોતાની ટીમ કેકેઆર ને ભવ્ય વિજય અપાવ્યો હતો.કેકેઆર એ ટોસ જીતી ને ફિલ્ડીંગ લેતા મુંબઈ તરફ થી રોહિત શર્મા અને ઈશાન કિશને ઓપનીંગ કર્યું હતું. જો કે રોહિત અંગત ૭રને અને ઈશાન ૧૪ રને આઉટ થયા હતા. ત્યાર બાદ આવેલા બેબી એબીડી ઉર્ફે ડિવાલ્ડ બ્રેવિસે માત્ર ૧૯ બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ની મદદ થી ર૯ રન બનાવી આઉટ થયો હતો. ત્યાર બાદ સુર્યકુમાર યાદવ ના પર, તિલક વર્મા ૨૮ નોટ આટ અને કેરોન પોલાર્ડે પણ વિસ્ફોટક બોલિંગ કરતા માત્ર ૫ બોલ માં ત્રણ સિક્સર ની મદદ થી ૨૨ રન બનાવી નોટઆઉટ રહેતા ૨૦ ઓવરો માં ૪ વિકેટે ૧૬૧ રન બનાવ્યા હતા. કેકેઆર તરફ થી પેટ કમિન્સ-૨ વિકેટ જ્યારે ઉમેશ યાદવ અને વરુણ ચક્રવર્તી ને ૧-૧ વિકેટો મળી હતી. કેકેઆર એ જીતવા માટે ૧૬ર ના લક્ષ્યાંક નો પીછો કરવા રહાણે અને વેંકટેશ એ ઓપનીંગ કર્યું હતું. જો કે રહાણે અંગત ૭ રને આઉટ થતા કપ્તાન શ્રેયસ ઐય્યર જોડાયો હતો. પરંતુ તે પણ માત્ર ૧૦ રન બનાવી આઉટ થયો હતો.ત્યાર બાદ સેમ બિલિંગ્સ ૧૭, નિશિથ રાણા ૮ અને આંદ્રે રસેલ ૧૧ રને આઉટ થતા સ્કોર ૧૭.૧ ઓવરો માં પ વિકેટ એ ૧૦૧ રન થયો હતો. અર્થાત કે જીતવા માટે ૩૫ બોલ માં ૬૨ રન બનાવવા ના હતા અને ક્રિઝ ઉપર ઓપનર વ્યંકટેશ ઐય્યર સાથે પેટ કમિન્સ જોડાયો હતો. જો કે પેટ કમિન્સે વિસ્ફોટક બેટિંગ નું પ્રદર્શન કરતા માત્ર ૧૫ બોલ માં પ૬ રન બનાવ્યા હતા. તેણે માત્ર ૧૪ બોલ માં પોતાની ફિફ્ટી પુરી કરી ને આઈપીએલ ના ચાર વર્ષ જૂના લોકેશ રાહુલ ના ૧૪ બોલ માં ફાસ્ટેસ્ટ ફિફ્ટી ના રેકર્ડ ની બરાબરી કરી હતી. કમિન્સે ૧૬ મી ઓવર માં ૩૫ રન ઝુડી ને તો ઈતિહાસ રચ્યો હતો. આ ઓવર માં તેણે ત્રણ છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. ૧૬ મી ઓવર ના છેલ્લા બોલે તેણે સિક્સ ફટકારી ને કેકેઆર ને વિજય અપ વ્યો હતો. મુંબઈ તરફ થી મિલ્સ અને મુરુગન અશ્વિન ને ૨-૨ વિકેટ તથા ડેનિયલ સેક્સ ને ૧ વિકેટ મળી હતી. જો કે ડેનિયલ સેમ્સ આ મેચ ની ૧૬ મી અને પોતાની ત્રીજી ઓવર લાંબા સમય સુધી યાદ રાખશે કારણ કે આ એક જ ઓવર માં પેટ કમિન્સ એ ૩૫ રન ઝૂડ્યા હતા. પેટ કમિન્સ ની ફાસ્ટેસ્ટ હાફ સેન્ચરી ઉપરાંત નોટ આઉટ ૫૬ રન ની ઈનિંગ અને મુંબઈ ની બે વિકેટો પણ ઝડપી હોવાથી પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ થી સન્માનિત કરાયો હતો.