દાદીમા ના નુસખા

આ કારણો – લાંબાગાળા સુધી બેસી રહેવાથી, કોઈ અંગ દબાવાથી, કૂદવા, તરવા, રાતે જાગવાથી, વજનવાળી વસ્તતુઓ ઉપાડવાથી, ઘોડાની પીઠ પર વધુવાર સુધી બેસી રહેવાથી, વધુ પડતા પરિશ્રમ થી, કડવા-તૂરા, લૂખા ખાદ્ય પદાર્થો ખાવાથી, સૂકા શાકનું સેવન, સૂકુ માંસ ખાવાથી, મગ, મસૂર, તુવર, વટાણા, ચોળા વગેરેનું વધુ સેવન કરવાથી, વિરુધ્ધ ભોજન ખાવાને કારણે પેટમાં ગેસ બનવા લાગે છે.ઉલ્ટી, લોહી નિકળવાથી ઝાડા, ખાલી પેટને કારણે પણ વાયુ વિકાર વધી જાય છે. આ ઉપરાંત નિમ્નવાયુ, મળમૂત્ર, વીર્ય, ઉલ્ટી, છીંક, બગાસા, ઓડકાર, આંસુ, ભૂખ, તરસ વગેરે વેગોને રોકવાને કારણે પણ ગેસ બનવા લાગે છે. ભય, ચિંતા, શોક, મોહ, ક્રોધ વગેરે કારણોથી પણ વાયુ પ્રકોપ વધે છે. કેટલાક લોકો વધુ પડતા મસાલા, લાલ મરચાં, આંબલી, આંબોળિયા, શરાબ, ચા, કોફી, અડદ, વટાણા, અળવી અને તેલીવા જેવા કંદમૂળ, સૂકી માછલી, મેંદો, ચણાનો લોટ, સૂકો મેવો, શાક, ફળ, ડુંગળી વગેરેનું સેવન વધુ પ્રમાણમાં કરે છે તેઓને પણ ગેસ બનવા લાગે છે.

લક્ષણો – હરઘડી પેટમાં ગુડગુડ અવાજની સાથે વાયુ ઉપર-નીચે કરે છે. છાતી તથા પેટમાં બળતરા સાથે દુખાવો થાય છે. બેચેની વધી જાય છે. વારંવાર ઓડકાર આવે છે. અપાન વાયુ થોડી નિકળી અટકી જાય છે. ગળા તથા છાતીની આજુબાજુ દુખાવો થાય છે. સુસ્તી, કામમાં મન ચોંટવું નહીં, માથાનો દુખાવો, કાળજમાં દરદ, ચક્કર વગેરે લક્ષણો દેખાય છે.
નુસખા – ગેસ બને ત્યારે અડધી ચમચી જેટલું તજનું ચૂરણ લઈ તેને હૂંફાળા પાણી સાથે ફાંકો.

– એક ચમચી ફુદીનાનો રસ, એક ચમચી લીંબૂનો રસ, ચપટી ખાવાનો સોડા અને સંચળ

– આ બધાને ભેળવી એક અઠવાડીયા સુધી બંને ટાઈમ જમ્યા પછી લો.

– જાયફળને લીંબૂના રસમાં ઘસી પીવાથી પણ ગેસ ઓછી બને છે.

– એક ચમચી અજમો તથા ચપટી સંચળને છાશ કે ગરમ પાણી સાથે લો.

– ચાર મુનક્કાના બીજ કાઢી તવા પર શેકો, ત્યારબાદ લસણની ચટણી સાથે વાટી ખાવ. આનાથી વાયુ પણ મટી જશે તથા કમરનો દુખાવો પણ મટી જશે.

કળથી (એક જાતનું ધાન) નો કાઢો બનાવી પીવાથી વાયુ રોગ મટી જાય છે.

– ૧૦ ગ્રામ ધાણાને પાણીમાં ઉકાળી-ગાળી પી જાવ.

– કાચા બટાકાને કચરી તેનો રસ પીવાથી ગેસ મટી જાય છે. ના નnબા – કાળુ જીરું, જીરું અને આ અજમો

– આ ત્રણેયને ૧૦-૧૦ ગ્રામ લઈ તેનું ચૂરણ બનાવો આમાંથી એક ચમચી ચૂરણ જમ્યા પછી લો.

– વાટેલી હળદર અને થોડું સિંધવ મીઠું પાણીમાં ઘોળી પીવાથી ગેસ મટી જાય છે.

– મૂળાના રસમાં થોડી હિંગ અને ચપટી મરી મેળવી સેવન કરો.

– એક કપ પાણીમાં ૧૦ ગ્રામ ફુદીનો, ૧૦ ગ્રામ આદુના નાનાં નાનાં કકડા તથા ૧૦ ગ્રામ અજમાને ઉકાળીને કાઢો બનવી પીઓ.

એક કપ ગાજરના રસમાં બે ચમચી મધ મેળવી ઘૂંટડે ઘૂંટડે પીઓ.

– એક કપ પતાસામાં તજના તેલના ચાર ટીપાં નાંખી જમ્યા પછી ખાઓ.

– સરસિયાના તેલમાં ટર્પેન્ટાઈનનું તેલ મેળવી પેટ તથા ગૂંટીની આજુબાજુ ઘસનાથી ગેસ નીકળી જાય છે.

– બે ચમચી બથવાના પાંદડાના રસમાં થોડું મીઠું મેળવી પી જાવ.બથવાથી વાયુ વિકાર મટી જાય છે

– અજમો, જીરું, સંચળ, હીંગને યોગ્ય પ્રમાણમાં લઈ ચૂરણ બનાવો. જમ્યા પછી બંને ટાઈમ લેવાથી ઘણો ફાયદો થાય છે.

Leave a Reply

Your email address will not be published.