પાકિસ્તાન માં સંસદ ભંગ

પાકિસ્તાન માં ત્રીજી એપ્રિલે દેશ ની સંસદ માં પ્રવર્તમાન પીટીઆઈ ના નેતૃ ત્વવાળી ઈમરાન ખાન નિયાઝી ની સરકાર સામે ના અવિશ્વાસ પ્રસ્તાવ ને સંસદ ના સ્પિકર એ સંસદ ભંગ કરી દીધી હતી. હવે દેશ માં ૯૦ દિવસો માં ચૂંટણી યોજાશે.પાકિસ્તાન માં સમગ્ર વિપક્ષો એક થઈ જઈ ને વડાપ્રધાન ઈમરાન ખાન નિયાઝી ની સરકાર સા મટે દેશ ની સંસદ માં અવિશ્વાસ નો પ્રસ્તાવ લા ૯ યા હતા .પાકિસ્તાન મુસ્લિમ લીગ – નવાઝ ના નેતા અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ના ભાઈ, પ્રતિપક્ષ નેતા અને પંજાબ ના પૂર્વ મુખ્યમંત્રી શાહબાઝ શરીફ ની આગેવાની હેઠળ ના વિપક્ષી મોરચા ની આ અવિશ્વાસ પ્રસ્તાવ બાદ ઈમરાન ની ગઠબંધન સરકાર ના અમુક સાથી પક્ષો અને ખુદ ઈમરાન ના પક્ષ પીટીઆઈ ના ૨૪ સાંસદો એ સરકાર નો સાથ છોડી ને વિપક્ષ ની સાથે હાથ મિલાવતા ઈમરાન સરકાર નું પતન નિશ્ચિત મનાતુ હતું. આ આખા ઘટનાક્રમ માં પાકિસ્તાની આર્મી એ જાહેર માં તો પોતે તટસ્થ હોવા નો દાવો કર્યો હતો. જો કે અંદરખાને થી તેમના વિપક્ષી અવિશ્વાસ દરખાસ્ત ને છૂપા આશીર્વાદ હતા. ૨૦૧૯ માં પાક. વડાપ્રધાન ઈમરાનખાન નિયાઝી એ નિવૃત્ત થતા સૈન્ય વડા કમર બાજવા નો કાર્યકાળ ત્રણ વર્ષ વધારી આપ્યો હતો તે જ આર્મી વડા કમર બાજવા સાથે આઈએસઆઈ ના વડા ની નિયુક્તિ ના મામલે વડાપ્રધાન-સૈન્ય વડા વચ્ચે થયેલા ઘર્ષણ થી સૌ વાકેફ જ છે. આથી જ વિપક્ષી અવિશ્વાસ પ્રસ્તાવ જો પાકિસ્તાની સેના ના પણ છૂપા આશીર્વાદ પ્રાપ્ત હતા.

જો કે પાકિસ્તાની ક્રિકેટ ટીમ ના પૂર્વ સ્કીપ અને પાકિસ્ત મન ને એક માત્ર વર્લ્ડકપ જીતાડનાર ઈમરાન એમ હાર માને એમ ન હતા. તેમણે રાષ્ટ ને સંબોધન કરવા નું જાહેર કર્યું.પરંતુ તેઓ સાંજે રાષ્ટ્રને સંબોધન કરે તે અગાઉ જ સેના ચીફ અને આઈએસઆઈ ના વડા ની પીએમ હાઉસ ની મુલાકાત બાદ રાષ્ટ્ર ને સંબોધન તો અટક્યું. પરંતુ ઈમરાને ઈસ્લામાબાદ માં પીટીઆઈ કાર્યકરો, ટેકેદારો અને જનતા ની જંગી રેલી બોલાવી સંબોધન કર્યું જેમાં ત્રણેક | વિપક્ષી નેતાઓ એ જ ૩૦ વર્ષો સુધી દેશ ને લૂંટ્યો હતો અને હવે તેઓ દેશ ની ગરીબ જનતા ના ઉત્થાન માટે કામ કરવા માંગે છે ત્યારે આ લોકો વિદેશી તાકાતો ના હાથા બની પોતા ને ઉથલાવી પાડવા ષડયંત્ર રચી રહ્યા નો આરોપ લગાવ્યો હતો.એક તરફ ગઠબંધન ના સાથી પક્ષો એક પછી એક સાથ છોડી રહ્યા હતા, જ્યારે ઈમરાન પોતે છેલ્લી ક્ષણ સુધી લડી લેશે અને રાજીનામુ તો નહીં જ આપે તેમ દેઢતાપૂર્વક જણાવતા હતા. જો કે ઈમરાન ની ઈસ્લામાબાદ ની જંગી રેલી થી સૈન્ય અને વિપક્ષો થોડા અવઢવ માં તો પડ્યા જ હતા.

આ દરમ્યિાન ઈમરાને રાષ્ટ્ર ને બે વખત સંબોધન કરી ને અમેરિકા એ તેની સરકાર ને ઉથલાવવા વિપક્ષો સાથે મળી ને ષડયંત્ર રચ્યું હોવા નો અને પુરાવારૂપ પત્ર પણ જાહેર માં ફરકાવતા કોઈ ને પણ પત્ર ચકાસવા આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાન ની જનતા માં પણ અમેરિકા સામે ઉગ્ર આક્રોશ હોવા નું જાણતા વડાપ્રધાને દેશ ના યુવાનો ને ઈમરાન સરકાર ને બચાવવા નહીં પણ પાકિસ્તાને અમેરિકા નું ગુલામ બનતું અટકાવવા, કઠપૂતળી સરકાર રચાતી અટકાવવા રસ્તા ઉપર ઉતરવા આહવાહન કર્યું હતું. આના થી બેકફૂટ આવેલી સેના ના ના વડા કમર બાજવા એ અને વિપક્ષી નેતા ને વડાપ્રધાનપદ ના દાવેદાર શાહબાઝ શરીફ ને અમેરિકા-પાક. સંબંધો ઉપર નિવેદન આપવા ની અને અમેરિકા સાથે સંબંધો સુધારવા ની જાહેરાત કરવી પડી જે એકંદરે ઈમરાન ના જ દાવા ને મજબૂત કરતી હતી.

આખરે ૩ જી એપ્રિલે અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ના મતદાન ના દિવસે પાકિસ્તની સંસદ ના કુલ ૩૪ર સાંસદો પૈકી સરકાર રચવા જરુરી ૧૭૨ સાંસદો ના આંક સામે પીટપીઆઈ પાસે માત્ર ૧૪૨ સાંસદ જ્યારે વિપક્ષો પાસે ૧૯૯ સાંસદો હતા. જો કે સંસદ માં ડેપ્યુટી | સ્પિકર એ વિદેશી કાવતરા નો આરોપ લગાવી ને અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દીધો હતો. ત્યાર બાદ વડાપ્રધાન ની ભલામણ ઉપર રાષ્ટ્રપતિ આરિફ અલ્વી એ સંસદ ભંગ કરી ૯૦ દિવસ માં ચૂંટણી કરાવવા નો માર્ગ ખોલ્યો હતો. વડાપ્રધાન ઈમરાન એ રાષ્ટ્ર ને સંબોધન કરતા સ્પિકર ના નિર્ણય ને આવકારતા પોતાની વિરુધ્ધ ઘડાયેલા વિદેશી ષડયંત્ર અંગે જણાવ્યું હતું. તેમણે આથી જ રાષ્ટ્રપતિ ને સંસદ ભંગ કરવા ની ભલામણ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે દેશ વિરુધ્ધ આટલું મોટું ષડયંત્ર કરવા માં આવી રહ્યું હતું જે કાવતરું [ જ નિષ્ફળ રહ્યું છે. તેમણે પોતાના સમુદાય ને ચૂંટણી ની તૈયારી કરવા જણાવ્યું હતું. આવનારા ૭૨ કલાક પાકિસ્તાન માં મોટા ધરખમ બનાવો, ફેરફારો જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published.