‘પુતિન નો વળતો પ્રહાર

રશિયા-યુક્રેન યુધ્ધ મામલે અમેરિકા ની ચડવણી થી અને અમેરિકા ના નેતૃત્વ માં નાટો ના દેશો તેમજ યુરોપિયન યુનિયન સહિત ના પશ્ચિમી દેશો એ રશિયા ઉપર આકરા પ્રતિબંધો લગાવ્યા બાદ ગત સપ્તાહે પુતિન એ દુનિયા ને યાદ અપાવી હતી કે તેમની પાસે પણ એવા આર્થિક હથિયારો છે જેના દ્વારા તેઓ પણ સમસ્યા ઉભી કરી શકે છે.અમેરિકા પ્રેરીત આર્થિક પ્રતિબંધો એ રશિયા ને ઘણું નુક્સાન પહોંચાડ્યું હતું. તેના અબજો ડોલર નો ઉપયોગ અટકી જવા ઉપરાંત વિદેશી વ્યાપાર અને એક હજાર થી વધુ રશિયન કંપનીઓ ના વ્યવહારો અધવચ્ચે લટકી પડ્યા છે. અમેરિકા યુક્રેન યુધ્ધ માં પ્રથમ દિવસ થી જ રશિયા ને નિશાનો બનાવતા નિર્ણયો લેવડાવી રહ્યું છે. જેમાં પશ્ચિમી દુનિયા ના રશિયા પ્રત્યે ના બેવડા ધોરણો ઉજાગર થાય છે. આવા જ ડબલ સ્ટાન્ડર્ડ નો તાજો કિસ્સો સમજવા જેવો છે. પુતિન એ આર્થિક પ્રતિબંધો ના પગલે યુરોપ ને ગેસ માટે રુબલ માં ચૂકવણી કરે અન્યથા ગેસ સપ્લાય બંધ કરવા ની ધમકી આપી હતી. યુરોપિયન યુનિયન ના દેશો પોતાની જરૂરિયાત નો ૪૦ ટકા ગેસ અને ૨૫ ટકા ખનીજ તેલ રશિયા પાસે થી જ ખરીદે છે. રશિયા ની ગેસ નો સપ્લાય બંધ કરવા ની ધમકી થી ઈટાલી, જર્મની અને આવા યુરોપિયન યુનિયન ના દેશો ની રાજધાનીઓ માં હાહાકાર વ્યાપી ગયો હતો. આ પ્રથમ વખત તેમને વાસ્તવિકતા નું ભાન થયું હતું કે તેમને પોતાના દેશ નું જનજીવન તથા અર્થતંત્ર ને ચલાવવા માટે રશિયા ના ગેસ ની કેટલી સખ્ત જરુરિયાત છે. ગત સપ્તાહે જર્મની ના ચાન્સેલર ઓફ સ્કોલ્ડ એ આ અંગે ચેતવણી ઉચ્ચારી હતી કે ગેસ સપ્લાય બંધ થતા અમારો દેશ તથા યુરોપ મંદી ના વમળ માં ફસાઈ જશે. પુતિન ની અચાનક સબલ માં ચૂકવણી ની માંગ થી જર્મની, ઓસ્ટ્રિયા તથા અન્ય નાના મોટા યુરોપિયન દેશો ગેસ ની અછત નો સામનો કરવા ની તૈયારી માં લાગ્યા હતા. અમેરિકા એ યુરોપ ને તાત્કાલિક ગેસ નો સપ્લાય શરુ કરી દીધો હતો. જો કે આ સમગ્ર પ્રક્રિયા માં પરિવહન માટે પર્યાપ્ત સંશાધનો ના અભાવ ના કારણે આ યુરોપ ની દૈનિક જરુરિયાત ના હિસાબે નગણ્ય હતો. યુરોપ રશિયા પાસે થી દૈનિક ૬૫૦૦ કરોડ ડોલર નો ગેસ ખરીદે છે જે તેની જરૂરિયાત ના લગભગ ૪૦ ટકા થવા જાય છે.આવી વિષમ પરિસ્થિતિ માં રશિયા ના રાષ્ટ્રપતિ પુતિન નો ગેસ નો વિનિમય માત્ર સબલ માં જ સ્વિકારવા નો માસ્ટર સ્ટ્રોક પૂરેપૂરો કામ કરી ગયો. અમેરિકા એ ફરી એક વાર પોતના બેવડા ધોરણો નું વિશ્વ ને દર્શન કરાવતા અમેરિકા, નાટો અને યુરોપિયન યુનિયન ના દેશો દ્વારા રશિયા ઉપર લગાવેલા આકરા આર્થિક પ્રતિબંધો માં થી ગેસ અને કૂડ ની ખરીદી ને બાદ રાખી દીધી. અર્થાત કે પોતની જરુરિયાત પૂરી કરવા માટે આર્થિક પ્રતિબંધો બાધા સ્વરુપ નહીં રહે. હવે પુતિન ના ગેસ ની માત્ર સબલ માં ખરીદી ના માસ્ટર સ્ટ્રોક નું પરિણામ એ આવ્યું કે યુધ્ધ બાદ રશિયા ઉપર લદાયેલા આર્થિક પ્રતિબ“ધો અને આંતરરાષ્ટ્રીય નાણાં વિનિમય મંચ ‘સ્વિફ્ટ’ માંથી રશિયા ની બાદબાકી બાદ રશિયન ચલણ બલ ઉંધા માથે પછ ડાતા તેનું મુલ્ય જે ગગડી ગયું હતું તે હવે યુરોપિયન યુનિયન ના દેશો ની રુબલ ની ફરજિયાત ખરીદી ના કારણે અડધી કિંમતે પહોંચી ગયેલો રુબલ ફરી એકવાર યુધ્ધ અગાઉ ની પોતાની મૂળ સ્થિતિ માં પાછો આવી ગયો છે.અર્થાત કે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડન ના રશિયા ને આર્થિક રીતે બરબાદ કરવા ના, તેના ચલણ સબલ ને કોડી નો કરી દેવા લગાવાયેલા આર્થિક પ્રતિબંધો નો દાવ નિષ્ફળ નિવડ્યો છે અને રબલ આ પ્રતિબધો લાગેલા હોવા છતા પોતાની મૂળ મજબૂતી ટકાવી રાખવા માં સક્ષમ છે. આ સમગ્ર ઘટનાક્રમ માં વિશ્વ એ અમેરિકા અને સાથી દેશો ના પોતાની જરૂરિયાત માટે આર્થિક પ્રતિબંધો માં છૂટછાટ મુદ્દે બેવડા વલણ તથા રશિયા ના રાષ્ટ્રપતિ ની મુત્સદીભરી ગેસ નું વેચાણ માત્ર રુબલ માં જ સ્વિકારવા ની ઘોષણા અન્યથા સપ્લાય અટકાવવા ની ધમકી થી યુરોપિયન દેશો ના માત્ર ઘૂંટણીયે આવી ગયા, પરંતુ બલ માં ખરીદી શરુ થતા જ રુબલ મજબૂત થતા યુધ્ધ અગાઉ ની પોતાની મૂળ સ્થિતિ માં આવી ગયો. જે વાસ્તવ માં રશિયા ની જીત અને અમેરિકન પોલિસી ની હાર છે. વળી અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે પુતિન એ ગત સપ્તાહે કહ્યું હતું કે અમારી પાસે પણ આર્થિક હથિયાર છે હજુ તો શરુઆત થઈ છે. આગળ જુઓ શું થાય છે?

Leave a Reply

Your email address will not be published.