ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપાર કરાર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાઢ બનતા જતા સંબંધો હાલ માં જ રશિયાયુક્રેન યુધ્ધ ની પરિસ્થિતિ માં પણ ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયા ના વડાપ્રધાન સ્કોટ મોરિસન એ વ્યાપાર કરાર ઉપર હસ્તાક્ષર કરતા વધુ સુદૃઢ બન્યા હતા.ભી ૨ તો અને ઓસ્ટ્રેલિયા ના વડાપ્રધાનો આ વ્યાપાર કરાર ઉપર ના વર્ચ્યુઅલ હસ્તઅક્ષર સમારોહ બાદ કરાર ઉપર ખુશી વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કહ્યું હતું કે આટલા ઓછા સમય માં આટલા મહત્વપૂર્ણ કરાર ઉપર સમજૂતી જ બન્ને દેશો વચ્ચે નો પરસ્પર વિશ્વાસ દર્શાવે છે. આ કરાર અમારા દ્વિપક્ષીય સંબંધો માટે અતિ મહત્વપૂર્ણ છે. આ સંબંધ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ની મિત્રતા નો મજબૂત આધારસ્તંભ છે. આ કરાર આપણી વચ્ચે વિદ્યાર્થીઓ, વ્યવરૂ પયિકો અને પ્રવાસીઓ ના આદાન પ્રદાન ને સરળ બનાવશે જેના થી આ સંબંધ વધારે મજબૂત થશે. આપણી અર્થવ્યવસ્થાઓ વચ્ચે એકબીજા ની જરૂરિયાતો પુરી કરવા માટે ઘણી સંભાવનાઓ છે. મને વિશ્વાસ છે કે આ કરાર થી અમે આ તકો નો પૂરેપૂરો લાભ ઉઠાવી શકીશું. આ કરાર ને આધારે અમે સાથે મળી ને સપ્લાય ચેઈન ની સ્થિતિ સ્થાપકતા અને ઈન્ડો-પેસેફિક ક્ષેત્ર ની સ્થિરતા વધારવા માં યોગદાન આપી શકીશું. ભારત ના કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલ એ પણ કહ્યું હતું કે આપણી લોકશાહી પરંપરા બન્ને દેશો બે ભાઈઓ ની જેમ કોરોના મહામારી દરમ્યિાન એકબીજા ની મદદ કરી હતી.ઓસ્ટ્રેલિયા ના વડાપ્રધાન સ્કોટ મોરિસન એ કરાર ઉપર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે અમારી વ્યાપક, વ્યુહાત્મક ભાગીદારી ની જાહેરાત કરી છે. મારી સરકારે લગભક ૨૮૨ મિલિયન ડોલર ની નવી પહેલ ની જાહેરાત કરી છે. આ અમારી વચ્ચે ના વ્યાપક સધ્યોગ ને પ્રોત્સાહન આપશે.” આ કરાર થી ઉપલબ્ધ માહિતી અનુસાર ભારતીય નિકાસકારો ને ૬૦૦૦ થી વધુ વ્યાપક ક્ષેત્રો જેવા કે મશીનરી, જવેલરી, ફર્નિચર, કાપડ, ચામડુ તથા અન્ય આઈટમો ઓસ્ટ્રેલિયા ના બજાર માં ડ્યુટી ફી સાથે વેચવા ની સરળતા બક્ષશે. ઓસ્ટ્રેલિયા એ ભારત ને પહેલા દિવસ થી જ નિકાસ ના મૂલ્ય ના લગભગ ૯૬.૫ ટકા ઉપર શૂન્ય ડ્યુટી ઓફર કરી છે. હાલ માં ઓસ્ટ્રેલિયા માં આવી અનેક આઈટમો ઉપર ચાર થી પાંચ ટકા ડ્યુટી ભરવી પડે છે જે હવે ડ્યુટી ફ્રી થશે.