ભારત ની પ્રથમ ઈ-ટ્રક – મેઈક ઈન ગુજરાત

વિશ્વ ની સાથે કદમ મિલાવી રહેલા ભારતીય બજારો માં હવે ઈલેકટ્રીક વાહનો ની બોલબાલા વધતી જાય છે. ઈ-સ્કુટર અને ઈ-કાર બાદ જાહેર પરિવહન માં પણ ઈલેકટ્રીક બસો શરુ કરાઈ છે. હવે અમેરિકા માં વસતા મૂળ ભારતીય-ગુજરાતી હિમાંશુ પટેલ ગુજરાત માં તેમની કંપની ટ્રાઈટન હેઠળ ઈલેક્ટ્રિક ટ્રકો નું ઉત્પાદન શરુ કરશે.ગુજરાત ના ખેડા જિલ્લા ના બોરસદ તાલુકા ના બોડલ ના વતની એચ હિમાંશુ પટેલ નો જન્મ ભારત માં અને ઉછેર અમેરિકા માં થયો હતો. જો કે અભ્યાસ માં વધુ રુચિ ના હોવા ના કારણે ગ્રેજ્યુએશન પણ કર્યું ન હતું. ૨૦૧૩ માં તેમણે પોતાની બેટરી ઉત્પાદન કંપની ની
શરુઆત કરી હતી. હવે તેઓ ટ્રાઈટન ના નેજા હેઠળ ગુજરાત માં ભુજ ખાતે ઈલેક્ટ્રિક ટ્રક નું ઉત્પાદન શરુ કરશે. આ અંગે ના એમઓયુ ગુજરાત સરકાર સાથે કરી દેવામાં આવ્યા છે. ટ્રાઈટન એ પોતાના પ્લાન્ટ ના સર્વિસ પ્રોવાઈડર જેવા કે પોર્ટલ, સર્કિટ, સેમી કંડક્ટર્સ અને બેટરી ઉત્પાદકો સાથે પણ કરાર કરી લીધા છે.

તેમના આયોજન પ્રમાણે કંપની ની સંભવિત સાઈ ની આ પાસ ના પાર્ક માં જ સપ્લાયર્સ પણ પોતના મેન્યુફેક્યરીંગ પ્લાન્ટ્સ સ્થપાશે. તેમની કંપની માં કુલ ૧૨,000 કરોડનું રોકાણ થશે અને તેના થી ૩૦૦૦ લોકો ને રોજગારી મળશે. આ ઉપરાંત સપ્લાયર્સી ના પ્લાન્ટસ માં પણ ૨000 રોજગારી ઉપલબ્ધ થશે. ઈ.ટ્રકો મોટાભાગે હાઈવે ઉપર જ દોડતી હશે આથી તેમણે હાઈવે ઉપર અને શહેરો માં લગબગ બે લાખ જેટલા ચાજિંગ પોઈન્ટ નું નેટવર્ક બનાવવા નું આયોજન કર્યું છે. કંપની ની પોતાની ક્ષમતા ઉપરાંત ૧૫ જેટલા સર્વિસ પ્રોવાઈડર સાથે પણ આ| બાબતે કરાર કરાયા છે. આમ કરવાથી નેટવર્ક ઝડપી કામ કરતું થઈ જશે. આ ઉપરાંત ટ્રક માં જ ઈનબિલ્ટ એવી સગવડ આપવા માં આવશે કે ટ્રક ની બેટરી ઓછી થતા જ નજીક ના ચાર્જિંગ પોઈન્ટ્સ ની માહિતી પ્રદર્શિત થઈ જશે.

આ ટ્રક નો પ્રોટોટાઈપ | અમેરિકા માં તૈયાર છે, જ્યાં તેનું ટ્રાયલ રન પણ થઈ ગયું છે. જે પણ સફળ રહ્યું છે. હવેભારત માં જરુરી મંજુરી મેળવી ને ચાલુ વર્ષે જ દિવાળી સુધી માં લોન્ચ કરવા નું આયોજન છે. પ્રારંભિક તબક્કે દેશ માં જ તેમને ૨૫ થી ૩૦ હજાર કરોડ નો બિઝનેશ મળવા ની આશા છે. આ એક ટ્રક ની કિંમત ૧.૨૦ કરોડ રૂા. છે. પ્રારંભીક ફોકસ ભારત ના બજાર ઉપર રાખ્યા બાદ ભવિષ્ય માં નિકાસ ઉપર ધ્યાન કેન્દ્રીત કરાશે. આવનારા એક વર્ષ માં પ્રથમ ઈલેક્ટ્રીક ટ્રક નો વ્યવસાય સફળતાપૂર્વક ગોઠવાઈ જાય બાદ આગામી બે વર્ષ માં ગુજરાત માં જ ઈલેક્ટ્રીક કાર નું ઉત્પાદન પણ આ ગુજરાત ના જ પ્લાન્ટ માં થી કરવાની યોજના છે.

Leave a Reply

Your email address will not be published.