ભારત વિશ્વ ની મોટી રાજશક્તિ

રશિયા-યુક્રેન યુધ્ધ સમયે ભારત તટસ્થ રહેતા શરુઆત માં તો પશ્ચિમી દેશો એ ભારત ની ટીકા કરી હતી. પરંતુ ૨૪ ફેબ્રુઆરી ના યુધ્ધ બાદ ભારત ની મુલાકાતે ૧૭ દેશો ના વડાપ્રધાનો, વિદેશમંત્રીઓ તેમ જ નાયબ વિદેશમંત્રીઓ ભારત ની મુલાકાત લઈ ચૂક્યા છે.૨૦૦૪ થી ૨૦૧૪ સુધીજ્યાં આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વ ના પ્રશ્ન ભારત નો અવાજ નગણ્ય હતો ત્યાં ૨૦૧૪ બાદ મોદી સરકાર ની સચોટ અને દૂરંદેશીવાળી રાજનીતિ અને ભારત ના હક્ક માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અવાજ બુલંદ કરવા અને ભારત ની એકતા અને અખંડતા માટે જરુર પડે આક્રમકતા પણ દાખવાતા આજે વિશ્વસ્તરે ભારત ની અને વડાપ્રધાન મોદી ની છબી એક વિશ્વનેતા તરીકે ની ઉભરી છે. આથી જ વિશ્વ ના દેશો આવી પરિસ્થિતિ વચ્ચે પણ ભારત ની મુલાકાત કરી રહ્યા છે. યુધ્ધ શરુ થયા બાદ સૌ પ્રથમ કેનેડા ના નાયબ વિદેશમંત્રી માર્ટા મોર્ગન ભારત ની મુલાકાતે આવ્યા હતા. તેઓ ભારત ના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલા ને મળ્યા હતા. કેનેડા નાટો સંગઠન નો દેશ છે. ત્યાર બાદ ઓસ્ટ્રિયાના વિદેશમંત્રી ભારત ની મુલાકાતે આવી ગયા. ઓસ્ટ્રિયા યુરોપિયન યુનિયન નો સભ્ય દેશ છે. ત્યાર બાદ ગ્રીસ ના વિદેશમંત્રી એ પણ ભારત ની મુલાકાત કરી. ગ્રીસ નાટો સંગઠન નો દેશ છે. આ ઉપરાંત યુ.એસ.થી બાઈડેન એડમિનિસ્ટ_શન ના ટોપડિપ્લોમેટવિક્ટોરિયા ઝૂલેન્ડ ભારત આવી ગયા. આ ઉપરાંત શ્રીલંકા ના ફાયનાન્સમિનિસ્ટર, જાપાન ના પ્રાઈમ મિનિસ્ટર ૧૦-૨૦ માર્ચે, ચીન ના વિદેશમંત્રી ર૫ મી માર્ચે, યુ.એસ. ના ડેપ્યુટી એન.એસ.એ. ૩૦-૩૧ માર્ચે, યુનાઈટેડ કિંગ્ડમ ના ફોરેન સેક્રેટરી ૩૧ માર્ચે, રશિયા ના વિદેશમંત્રી ૩૧ માર્ચ-૧ લી એપ્રિલ તેમ જ નેપાળ ના વડાપ્રધાન ૧ થી ૩ એપ્રિલ ભારત ની મુલાકાતે આવ્યા હતા. આમ પાટનગરી નવી દિલ્હી પાછલા એક – સવા માસ માં વિવિધ દેશઓ ના ટોચ ના રાજદ્વારીઓ ની મુલાકાતો થી ધમધમતુ રહ્યું. આમ હવે ભારત નું સ્થાન વિશ્વ ના રાજકારણ માં પણ મહત્વ નું બની ગયું છે અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર ભારત ના વલણ ની વિશ્વ માં નોંધ લેવાય છે. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની એક વૈશ્વિક નેતા ની છબી ઉભરવા ની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત પણ એક શક્તિશાળી દેશ બની ને ઉભર્યો છે.

Leave a Reply

Your email address will not be published.