‘ મંદિર નો હુમલાખોર આતંકવાદી ?

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જ્યાં ના મહંત છે તેવા યુ.પી.ના ગોરખપુર ના સુપ્રસિધ્ધ ગોરખનાથ મઠ ઉપર હાથ માં ઘાતક હથિયાર સાથે એક મુસ્લિમ યુવકે હુમલો કરી દેતા બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.ગોરખનાથ મઠ ઉપર ના આ હિચકારા હુમલા માં બે સુરક્ષાકર્મીઓ એ જાન ની બાજી લગાવી હુમલાખોર ને ઝડપી લીધો ના હોત અને તે જો મંદિર પરિસર માં પ્રવેશવા માં સફળ રહ્યો હોત તો તે સમયે ચૈત્રી નવરાત્રિ પર્વ ના હિસાબે મંદિર માં ઉપસ્થિત દર્શનર્થીઓ હોવાથી ભારે મોટો હત્યાકાંડ સર્જાઈ ગયો હોત. આ હુમલાખોર ના હાથ માં ખુલ્લા નાળીયેર છોલવા ના તીક્ષ્ણ ઘાતક હથિયાર સાથે અલ્લા હુ અકબર ના નારા પોકારતો ધસી ગયો હતો. જો કે જ્યારે સુરક્ષાકર્મીઓ એ તેને ઝડપી લીધો ત્યારે તે મને ગોળી મારો, મને જાન થી મારી નાંખો ની બૂમો પાડતો હતો. ત્યાર બાદ તપસ અને પૂછપરછ માં જાણવા મળ્યું હતું કે આ હુમલાખોર મુર્તુઝા અહમદ અબ્બાસી નું કનેકશન આતંકી સંગઠન આઈએસઆઈએસ તેમજ અંસાર ગજવા-વા-તુલ જેવા ખતરનાક આતંકવાદી સંગઠન સાથે જોડાયેલું છે. તે ભારત નેપાળ સરહદ ઉપર ના અનેક મદરેસા અને મરકઝ ના સંપર્કમાં રહ્યો હતો. ઘટનાક્રમ અગાઉ તે નેપાળ પણ જઈ આવ્યો હતો. તેના ઘેર કરાયેલી રેડ દરમ્યિાન મેળવાયેલા તેના લેપટોપ અને બેગ માં થી મળેલા ઘણાં વાંધાજનક દસ્તાવેજો બાદ યુ.પી. પોલિસ ની એ.ટી.એસ. અને એસ.ટી.એફ.

પણ તપાસ માં જોડાઈ હતી. અંસાર ગજવા-વા-તુલ અલ કાયદા સમર્થિત આતંકવાદી સંગઠન છે. જેનો હેતુ નિઝામ-એ-મુસ્તફા લાવવા નો છે અને ભારત માં તે ઘણા સમય થી સક્રીય છે. એટએસ ની તપાસ માં એ વાત પણ સામે આવી છે કે મુર્તુઝા એ કરેલા હુમલા અગાઉ આતંકી અબુ હમઝા નો વિડિયો ૮ વખત જોયો હતો. આ ઉપરાંત મધ્ય પૂર્વ ના દેશો માં નાટો સાથે ની ગોરિલ્લા લડાઈ ની ક્લિપો પણ તેણે સેંકડો વખત જોઈ હતી. લગભગ ૮ મિનિટ ની આ વિડીયો ક્લિપ મુર્તઝા ના લેપટોપ માં અરબી ભાષા માં અબીદ ના નામ થી સ્ટોર થયેલી છે. અહમદ મુર્તુઝા અબ્બાસી મુંબઈ આઈઆઈટી થી ૨૦૧૫ માં પાસ થયેલો કેમિકલ એનિજનિયર છે. તેણે એક એપ પણ ડેવલપ કરી હતી. એટીએસ ને શંકા છે કે આ એપ નો ઉપયોગ તે આતંકી સ્લીપર સેલ ના નેટવર્ક ને વધારવા માટે કરતો હતો. એટીએસ ની ટીમ તે એપ અંગે પણ તપાસ કરી રહી છે.હુમલાખોર મુર્તુઝા ના લેપટોપ માં થી અત્યાર સુધી માં તપાસ એજન્સીઓ ને ગોરખનાથ મંદિર ના નક્શા, દેશવિરોધી વિડીયો, મુસ્લિમ કટ્ટરવાદી ઝાકીર નાઈક ના વિડીયો ઉપરાંત મજહબી સાહિત્ય પણ મળી આવ્યું હતું. તેમ જ તેના ફોન થી આતંકી સંગઠનો સાથે ના સંપર્ક ના પૂરવિા પણ મળ્યા હતા.

વાસ્તવ માં એટીએસ ની નજર મુર્તુઝા ઉપર ૨૧ મહિના થી હતી. ૨૦૨૦ માંએટીએસ એ ગોરખપુર થી એક જાસુસ ને પકડ્યો હતો. જે હની ટ્રેપ નો શિકાર થઈ ને ૨૦૧૪ અને ૨૦૧૮ માં પાકિસ્તાન પણ ગયો હતો. તેણે એરપોર્ટ, ગોરખનાથ મઠ સહિત શહેર ના ઘણાં જ મહત્વપૂર્ણ સ્થાનો ના નક્શા તેના આકાઓ ને પાકિસ્તાન મોકલ્યા હતા. તેની તપાસ માં મુર્તુઝા નું નામ પણ સામે આવ્યું હતું. ત્યાર થી જ એટીએસ મુર્તુઝા ને ટ્રેક કરતું હતું. પરંતુ પુરતા પુરાવા ના હોવાથી દબોચી શક્યા ન હતા. હજુ ૨ જી એપ્રિલે જ તેના ઘરે ઝી ને એટીએસ અધિકારીઓ એ ઓળખ છુપાવી ને મુર્તુઝા અંગે પૂછપરછ કરી હતી. ત્યાર બાદ તે નેપાળ ભાગી ગયો હતો. ૨૦૧૫ માં મુંબઈ આઈઆઈટી થી કેમિકલ એન્જિનિયર થયા બાદ જામનગર, ગુજરાત ખાતે પણ તેણે નોકરી કરી હતી. આ કેસ ની તપાસ પૂર્વાચલ તેમ જ નેપાળ ઉપરાંત ગુજરત, જામનગર, કોઈમ્બતુર તેમ જ મુંબઈ સુધી પહોંચી ગઈ છે. આ કેસ ના આતંકવાદી સંગઠનો સાથે ના સંપર્કો તેમ જ નેપાળ સુધી પહોંચતા હવે એનઆઈએ પણ તપાસ માં જોડાઈ ગયું છે. જો કે મુર્તુઝા ના પિતા તેમ જ દિલ્હી ના અમુક લુટિયન્સ ગેંગ ના સભ્યો અને પત્રકારો, વામપથીઓ તેમ જ અર્બન નક્સલીઓ એ હુમલાખોર મુર્તુઝા ને બચાવવા તેની માનસિક સ્થિતિ સારી ના હોવા ના દુઃખડા રડવા નું શરુ કરી દીધું હતું. જો કે યોગી ની યુ.પી. પોલિસ એ આગોતરી જ આ અંગે તેની માનસિક સ્થિતિ ની તપાસ કરાવી ને સુસ્પષ્ટ કર્યું હતું કે તે માનસિક રીતે પૂર્ણ સ્વરુપે ઠીક છે. હવે આવનારા સમય માં યુ.પી. પોલિસ ઉપરાંત એટીએસ, એસ.ટી.એફ તેમજ એનઆઈએ ની તપાસ માં શું નવા નવા ધડાકા થશે તેનો આવનારા સમય માં જ સામે આવી જશે.

Leave a Reply

Your email address will not be published.