મલાઈકા ને અકસ્માત

બોલિવુડ એક્ટ્રસ, આઈટમ ગર્લ અને રિયાલિટી શો ના જજ તરીકે વિખ્યાત મલાઈકા અરોરા ૨ જી એપ્રિલે મુંબઈ પૂણે હાઈવે ઉપર તેની કાર નો અકસ્માત થતા માથા માં ઈજા પહોંચી હતી. ઘટના સ્થળે થી તેને સીધી એપોલો હોસ્પિટલ માં ખસેડાઈ હતી.બોલિવુડ ના દબંગ સ્ટાર સલમાન ખાન ની પૂર્વ ભાભી અને હાલ માં બોલિવુડ એક્ટર અર્જુન કપૂર સાથે રિલેશનશીપ માં ઘણા સમય થી રહેનાર મલાઈકા ૨ જી એપ્રિલે પૂણે ખાતે એક ફેશન ઈવેન્ટ માં ભાગ લેવા ગઈ હતી. ત્યાં થી પરત ફરતી વખતે પનવેલ પાસે તેની કાર ને અકસ્માત નડ્યો હતો. ગુડી પડવા ના તહેવાર ના કારણે હાઈવે ઉપર ટ્રાફિક જામ હતો ત્યારે બાલાપુર ટોલનાકા પાસે ઉપરાઉપરી ત્રણ ગાડીઓ આપસ માં ટકરાઈ હતી. જે પૈકી ની એક મલાઈકા ની રેન્જ રોવર પણ હતી. ગાડી માં મલાઈકા પાછલી સીટ માં માથા નીચે કુશન રાખી ને આરામ કરતી હોવા થી કુશન ના કારણે બચાવ થયો હતો અને માથા માં સામાન્ય ઈજાઓ થઈ હતી. જો કે મલાઈકા ને એપોલો હોસ્પિટલ માં ખસેડાઈ હતી. એપહેલો હોસ્પિટલ ના મેડીકલ બુલેટીન પ્રમાણે મલાઈકા ને ૨ જી એપ્રિલ ની રાત્રે હોસ્પિટલ માં ઓલ્ઝર્વેશન હેઠળ રખાઈ હતી. જેમાં તેનો સીટી સ્કેન પણ કરાયો હતો. જેમાં જણાયું હતું કે માથા માં સામાન્ય ઈજા થઈ હતી. મલાઈકા ને ૩ જી એપ્રિલે એટલે કે બીજા દિવસે રજા આપી દેવાઈ હતી. મલાઈકા ની નજીક ના સૂત્રો ના જણાવ્યા પ્રમાણે મુંબઈપૂણે હાઈવે ઉપર થયેલા અચાનક અકસ્માત અને માથા માં થયેલી ઈજા થી મલાઈકા હચમચી ગઈ હતી. જો કે ત્યાર બાદ તરત જ તેને સારવાર માટે એપોલો હોસ્પિટલ ખસેડાઈ હતી. પોલિસ ના જણાવ્યા પ્રમાણે ઘટના ની તપાસ બાદ કસૂરવાર સામે કેસ દાખલ કરવા માં આવશે. આમ તો ૪૮ વર્ષીય અભિનેત્રી પોતની જબરદસ્ત ફિટનેશ માટે સુવિખ્યાત છે. સોશ્યિલ મિડીયા ઉપર ખૂબ એક્ટિવ રહેતી મલાઈકા અવારનવાર પોતાના વર્ક-આઉટ ના કે જીમ માં જતા આવતા ના કે પછી પોતાના ક્યુટ ડોગી ને લઈ ને વોક ઉપર જવા નિકળવા ના ફોટા અપલોડ કરતી રહે છે. આ ઉપરાંત પોતાની ગર્લ્સ ગેંગ સાથે પણ અવારનવાર પાટTઓ ના ફોટા તો ક્યારેક અર્જુન કપૂર સાથે ના ફોટા પણ શેર કરતી રહે છે.

Leave a Reply

Your email address will not be published.