રશિયા ના વિદેશમંત્રી ની અગત્ય ની જાહેરાતો

ચીન ના વિદેશમંત્રી ની ૨૫ મી માર્ચ ની ભારત મુલાકાત બાદ રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધ ની પરિસ્થિતિ માં પણ રશિયા ના વિદેશમંત્રી સરગોઈ લાવરોવ ૩૧ મી માર્ચે બે દિવસ ની ભારત યાત્રા ઉપર પાટનગરી નવી દિલ્હી આવ્યા હતા.ચીન ના વિદેશમંત્રી વાંગ યી ની વડાપ્રધાન મોદી સાથે ની મુલાકાત ની વિનંતી નકારાયા બાદ ભારત ના વિદેશમંત્રી એસ.જયશંકર અને વડાપ્રધાન મોદી વચ્ચે રશિયા ના વિદેશમંત્રી સર્ગેઈ લાવોવ ની મુલાકાત થઈ હતી. આ દરમ્યિાન શુક્રવારે લાવોવ એ ભારત ની સ્વત’ત્ર વિદેશનીતિ ની પ્રશંસા કરી હતી. જયશંકરે કહ્યું હતું કે આજે અમારી બેઠક આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તી રહેલી તંગ પરિસ્થિતિ વચ્ચે યોજાઈ છે. ભારત હંમેશા વાતચીત અને કૂટનીતિ દ્વારા મતભેદો કે વિવાદો ને ઉકેલવા ના પક્ષ માં રહ્યું છે. રશિયા ના વિદેશમંત્રી સર્ગેઈ એ પણ કહ્યું હતું કે ભૂતકાળ માં ઘણા મુશ્કેલ પ્રસંગો એ પણ બન્ને દેશો વચ્ચે ના સંબંધો શાશ્વત રહ્યા છે. અમે સંતુલિત વિશ્વ માં રસ ધરાવીએ છીએ જે તેને ટકાઉ બનાવે છે. રશિયા ના વિદેશમંત્રી ની આ મુલાકાત અમેરિકા ની આગેવાની હેઠળ ના વિવિધ દેશો એ રશિયા ઉપર આકરા પ્રતિબધો લગાવ્યા બાદ ભારત ને ૩૦ ટકા સસ્તા ભાવે ક્રૂડ આપવા ઉપરાંત આના વિનિમય નો વ્યવહાર પણ રુપિયા-સબલ માં કરવા અંગે ની સમજૂતી માટે નો હવે વિદેશમંત્રી જયશંકર ને મળ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા રશિયા ના વિદેશમંત્રી લાવરોવ એ કહ્યું હતું કે ભારત રશિયા પાસે થી જે કાંઈ પણ ખરીદવા માંગે છે, અમે તે સપ્લાય કરવા માટે તૈયાર છીએ. જો ભારત અમારી પાસે થી કિંઈ પણ ખરીદવા માંગે છે તો અમે વાટાઘાટો કરવા અને પરસ્પર સ્વિકાર્ય સહયોગ સુધી પહોંચવા માટે તૈયાર છે. રશિયા ના વિદેશમંત્રી ભારત આવતા અગાઉ ચીન નો પ્રવાસ પૂરો કરી ને ભારત આવ્યા હતા. રશિયા ના વિદેશમંત્રી ની વડાપ્રધાન મોદી સાથે ની મુલાકાત દરમ્યિાન રશિયા-યુક્રેન યુધ્ધ વિષે વિસ્તૃત માહિતી આપી હતી. આ દરમ્યિાન પ્રધાનમંત્રી મોદી એ યુધ્ધ ને જલ્દી સમાપ્ત કરવા નો અનુરોધ કરવા ઉપરાંત શાંતિ પ્રયાસો માં કોઈ પણ પ્રકાર ના યોગદાન માટે તત્પરતા દર્શાવી હતી. જો કે આ મુલાકાત અગાઉ જ પોતાની પ્રેસ કોન્ફરન્સ માં લાવરોવ એ કહ્યું હતું કે ભારત મોસ્કો અને કિવ વચ્ચે મધ્યસ્થતા કરી શકે છે. અત્યાર સુધી યુધ્ધ સમાપ્ત કરવા માટે ખયેલી તમામ વાતચીતો નિષ્ફળ રહી છે. ભારત એક મહત્વપૂર્ણ દેશ છે. તે રશિયા-યુક્રેન મામલે પણ સહયોગ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published.