રસરંગ પૂર્તિ
પંદર મિનિટ પછી ફોન આવ્યો. “હા, વાંચ્યું કાદરીસાહેબ. એના કુકર્મોનો બદલો એને મળી ગયો. તમને અભિનંદન
“મને શેના?”
‘તમારી તપાસ બહુ સોલિડ હતી. પત્રમાં ઈન્સપેક્ટરે ચીફ મિનિસ્ટરનો ઉલ્લેખ કર્યો છે.’ | “બહુ ઝીણવટથી તપાસ કરી મેં બધી માહિતી મેળવી હતી.’ હવે શું લાગે છે? કોના પર કેસ કરવાનો?”
“સજા પામનારને સજા મળી ગઈ . ચીફ મિનિસ્ટર પર પણ છાંટા ઊડ્યા છે. હવે બધું અભરાઈ પર મૂકી દો અને શાંતિથી જીવો.’
‘તમારી સલાહ માનવા જેવી છે. તમારા મામાટે ખૂબ માન વધી ગયું છે. મારા વકીલાતના ધંધામાં એવા ઘણા કેસ આવે છે જેમાં તમારી મદદની જરૂર પડતી રહેવાની. આઈ વિલ ડિરેક્ટ ધેમ ટુ યુ. આવજો.’
‘ટેક કેર. ડોક્ટર વિવેકને યાદ આપજો.’
એ સ્નાન કરવા ગયા છે. સમાચાર સાંભળીને એ આશ્ચર્ય પામશે.’ | “બાય કરીને મિ. કાદરીએ ફોન મૂકી દીધો. ઠંડા પેટે વાત કરી રહેલી આરતીની વાતો સાંભળી વિવેક એના નાટક પર ફિદા થઈ બોલ્યો, “આરતી, આખી જિંદગી તારી સાથે રહીશ તો પણ તને કદાચ હું નહીં ઓળખી શકું.’
પંદર પૂણેમાં એ દિવસે વહેલી સવારથી વરસાદની હેલી શરૂ
તિમિરનાં તેજ જય ગજજર
થઈ હતી. વરસાદ સાથે પવન પણ પૂર જોશમાં ફેંકાઈ રહયો હતો. પૂણે માટે આમ તો આવી હેલી અને વાવાઝોડું સામાન્ય હતાં. કેન્દ્રની બધી પ્રવૃ ત્તિઓ અંદર હોઈ ખાસ કોઈ ચિંતા જેવું નહોતું. એટલે બધી પ્રવૃત્તિઓ રાબેતા મુજબ ચાલતી હતી. સાડા દસ વાગે બાળકો પણ બાલમંદિરમાં પહોંચી ગયાં હતાં.
ધીરે ધીરે પવનની ગતિ વધવા લાગી. મેઘરાજાએ માઝા મૂકી.
પરિસ્થિતિ વિપરીત થવાની કોઈ ગાહી નહોતી. છતાં સાવચેતીના પગલા રૂપે દીદીએ ઈંટરકોમ પર એનાઉન્સમેન્ટ કરી, “કોઈ બાળકો કે મોટાંઓએ પોતાનું સ્થાન છોડી બહાર ન જવું. ફરી સૂચના ન મળે ત્યાં સુધી જ્યાં છો ત્યાં જ રહેજો.”
બધા વર્ગો નિયમિત ચાલતા રહા. બરાબર બે વાગે ધોધમાર વરસાદ સાથે પવનની ગતિ એકસો ને ચાળીસ કિલોમીટર પર પહોંચી ગઈ. મુશળધાર વરસાદ, પવનના તોફાન અને વીજળીના ઝબકાર|ાને કારણે તાંડવરૂપ સર્જાયું. વાત|ાવરણમાં અણધાર્યો પલટો આવી