રસીફલ
મેશ (અ,લ,ઈ) . આ સપ્તાહમાં સંપત્તિને લગતાં પ્રશ્રો યથાવત જણાય. પારિવારીક વાદ-વિવાદનાં પ્રસંગો સર્જાય. આવક કરતાં જાવક વધે નહીં તેની તકેદારી રાખવી. અગત્યની મુલાકાત લાભદાયી રહે. લાભની તકો મળી રહે. યાત્રા-પ્રવાસનું આયોજન થાય. ઉતાવળિયા નિર્ણયો લેવા હિતાવહ નથી. નાણાંકીય વ્યવહારો સમજી વિચારીને કરવા. નોકરિયાતોને મનની મુરાદ બર આવે.
વૃષભ (બ,વ,ઉ)
આ સપ્તાહમાં નાણાંકીય મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢી શકશો. પરંતુ આવક કરતાં જાવક વધે નહીં તેની તકેદારી રાખવી. વિરોધીઓથી સાવધ રહેવુ. કોર્ટ-કચેરીને લગતા પ્રશ્નોનો સફળતાપૂર્વક ઉકેલ આવે. પરિશ્રમ પ્રમાણે ફળ ચાખી શકશો. મનની મુરાદ બર આવતી જણાય. યાત્રાપ્રવાસ હાલ પૂરતો મોકૂફ રાખવો હિતાવહ છે. સ્નેહીજન સાથે મિલન મુલાકાત થાય.
મિથુન (ક,છ,ઘ) :
આ સપ્તાહમાં મનની મુરાદ મનમાં જ રહેતી જણાય. લાભની આશા ઠગારી નીવડે. નાણાંકીય વ્યવહારો સમજી વિચારીને કરવા. અન્યનાં દોરાવે દોરાઇ જવું નહીં. આવક કરતાં જાવક વધે નહી તેની તકેદારી રાખવી. યાત્રા-પ્રવાસ હાલ પૂરતો મોકૂફ રાખવો. અગત્યની મુલાકાત થાય. ધંધાકીય ક્ષેત્રે વધુ પરિશ્રમ કરવો પડે. અણધાર્યા ખર્ચાઓનો સામનો કરવો પડે. કોર્ટ-કચેરીને લગતા પ્રશ્નોનો ઉકેલ આવે.
કર્ક (ડ, હ)
આ સપ્તાહમાં મનની મુરાદ બર આવતી | જણાય. ધાર્યા કાર્યોમાં સફળતા મળી રહેતા આનંદ-ઉત્સાહ રહે. નાણાંકીય અવરોધો દૂર થતાં રાહત જણાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિનો માર્ગ મોકળો થાય. લાભની તકો મળી રહે. નોકરિયાતોને બઢતી તેમજ બદલીની તકો મળી રહે. પારિવારીક ખર્ચ-ખરીદી થાય. સ્વાથ્ય કાળજી માંગી લેશે. સ્નેહીજનનો સાથ સહકાર મળી રહે.
સિહ(મ,ટ)_
આસપ્તાહમાંવિલંબમાં પડેલાતેમજ અટવાયેલા કાર્યો તરફ ધ્યાન આપી શકશો. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિનો માર્ગ મોકળો થાય. નવા આયોજનો | તરફ ધ્યાન આપી શકશો. માનસિક ચિંતા-ઉચાટ |રહ્યા કરે. દોડધામ રહે. કાર્યબોજ વધતો જણાય.| પારિવારીક પ્રશ્નો સર્જાય. વિરોધીઓ ફાવી જાય નહીં તેની કાળજી રાખવી. સ્વાથ્ય કાળજી માંગી લેશે.
કન્યા (પ,ઠ,ણ)
આ સપ્તાહમાં ધાર્યા કાર્યોમાં સફળતા મળી રહે. અગત્યની મુલાકાત લાભાદાયી રહે. મનની મુરાદ બર આવે. નવીન કાર્યરચના થાય. વિરોધીઓ ફાવી જાય નહીં તેની કાળજી રાખવી. મુશ્કેલીનાં વાદળો વિખરાતાં રાહત જણાય. માનસિક આનંદ-ઉત્સાહ રહે. સ્નેિહીજન સાથે મિલન મુલાકાત થાય. ધંધાકીય hત્રે અટવાયેલા કાર્યો પાર પાડી શકશો.
તુલા(ર, ત)
આ સપ્તાહમાં સ્વાથ્ય અંગે જરા પણ બેદરકારી દાખવવી નહિ. અગત્યનાં કાર્યો પાર પાડી શકશો. વિલંબમાં પડેલા તેમજ અટવાયેલા કાર્યોનો ઉકેલ
આવે. નવીન મુલાકાત લાભદાયી રહે. સ્નેહીજન સિાથે મિલન-મુલાકાત થાય. યાત્રા-પ્રવાસનું
આયોજન થાય. પારિવારીક મનમેળ રહે. સંપત્તિને લિગતાં પ્રશ્નો યથાવત રહે. ધંધાકીય ક્ષેત્રે ધાર્યા પરિણામ હાંસલ કરવા માટે પરિશ્રમ વધારજો.
વૃશ્ચિક (ન,ય).
આ સપ્તાહમાં નાણાંકીય મુશ્કેલીઓમાંથી માર્ગ મળવી શકશો. માનસિક ચિંતા-ઉચાટ રહ્યા કરે. પારિવારીક મતભેદ વધુ વ્યગ્ર થતો જણાય. કોર્ટકચેરીને લગતા પ્રશ્નોનો સફળતાપૂર્વક ઉકેલ આવે. સિંપત્તિને લગતાં પ્રશ્રો યથાવત રહે. ધંધાકીય ક્ષેત્રે લાભની આશા ઠગારી નીવડે. ઉતાવળિયા નિર્ણયો લિવા નહિ. સ્નેહીજન સાથે મિલન-મુલાકાત થાય. યાત્રા-પ્રવાસ મજાનો રહે.
ધનુ (ભ,ધ.ઢ. ફ) I /
આ સપ્તાહમાં આપનાં માન-સન્માનમાં વધારો થાય. ધાર્મિક કાર્યરચના થાય. ધંધાકીય ક્ષેત્રે પ્રિગતિનો માર્ગ મોકળો થાય. નોકરિયાતોને બઢતી તિમજ બદલીની તકો મળી રહેતા આનંદ-ઉત્સાહ (રહે. આ સપ્તાહમાં અણધારેલી લાભની તકો મળી રહે. નોકરિયાતોને બઢતી તેમજ બદલીની તકો મળી રહે. અગત્યની મુલાકાત થાય. સ્નેહીજન સાથે મિલન-મુલાકાત થાય.
મક૨ (ખ, જ)
આ સપ્તાહમાં સ્વાથ્ય બગડે નહીં તેની કાળજી રાખવી. કોર્ટ-કચેરીને લગતા પ્રશ્નોનો ઉકેલ આવે. પારિવારીક મતભેદનાં પ્રસંગો સર્જાય. વિરોધીઓ ફાવી જાય નહી તેની તકેદારી રાખવી. માનસિક ચિંતા-ઉચાટ રહ્યા કરે. ધંધાકીય ક્ષેત્રે મુશ્કેલીઓનો સામનો કરવો પડે. ઉતાવળિયા નિર્ણયો લેવા નહિ. વાણી પર સંયમ રાખવો. વ્યર્થનાં વાદ-વિવાદમાં પડવું નહિ.
ફૅમ (ગ,શ,સ,ષ)
આ સપ્તાહમાં માનસિક ચિંતા-ઉચાટ રહ્યા કરે. હિરો ફરો પરંતુ મન ક્યાંય લાગે નહિ. સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકેલ આવે. ધંધાકીય ક્ષેત્રે અણધારેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. તે છતાં લાભ મળી રહે. યાત્રા-પ્રવાસ હાલ પૂરતો મોકૂફ રાખવો. આવકમાં વધારો કરવામાં પ્રયાસો ફળે. કાર્યબોજ વધતો જણાય. સ્નેહીજન સાથે મિલન-મુલાકાત થાય. પારિવારીક પ્રશ્નોનો ઉકેલ આવે.
મીન (દ,ચ,ઝ,થ)
આ સપ્તાહમાં અણધારેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. એક બાંધો ત્યાં તેર તૂટે જેવી | પરિસ્થિતિ સર્જાય. વિરોધીઓથી સાવધ રહેવુ. લાભની આશા ઠગારી નીવડે. આવક કરતાં જાવક વધતાં નાણાંકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે. અગત્યનાં કાર્યો અટવાઇ જતાં જણાય. મનની મુરાદ મનમાં જ રહે. ધંધાકીય ક્ષેત્રે જરુર કરતાં વધુ ધ્યાન આપવું પડે. યાત્રા-પ્રવાસ થાય.