‘ રાઉત અને સત્યેન્દ્ર જૈન,
‘ઈડી ના સાણસા માં.

મહારાષ્ટ્ર નાશિવસેનાના નેતા અને ભાજપા ની કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય એજન્સ પીઓ સામે આકરા પ્રહારો કરનારા સંજય રાઉત તેમ જ રાજકારણ માં થી ભ્રષ્ટાચાર રુપી કાદવ કાઢવા ઝાડુ લઈ ને રાજકારણ ના અખાડા માં ઉતરેલા કેજરીવાલ ની સ્વચ્છ દિલ્હી સરકાર ના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પરિવાર ની કરોડો ની મિલ્કત મની લોન્ડરીંગ ના આરોપ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ જપ્ત કરી છે.શિ વ – | તેના ના સંજય રાઉત પોતાના બેબાક નિવદેનો અને શિવસેના ના મુખપત્ર સામના માં ભડકાઉ લેખો માટે બહુ જાણિતા છે. જો કે હાલ માં શિવસેના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરે સંજય રાઉત ની સલાહ ઉપર ચાલતા તેમના ખુદ ના પિતાશ્રી અને શિવસેના ના સ્થાપક અને હિન્દુ હૃદય સમ્રાટ ગણાતા સ્વ. બાળાસાહેબ ઠાકરે ના સિધ્ધાંતો થી તદન વિપરીત દિશા માં જ પક્ષ ને લઈ ગયા છે. બાબાસાહેબ આખી જીંદગી જે કોંગ્રેસ સામે લડ્યા અને સોનિયા દરબાર માં કુર્નિશ બજાવવા ના બદલે હું મારો પક્ષ બંધ કરી દઈશ એવું કહેનારા ના જ સુપુત્ર, માત્ર ને માત્ર મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી બનવા માટે થઈ ને તે સોનિયા દરબાર માં પુત્ર આદિત્ય ને સાથે લઈ ને મુજરો પણ કરી આવ્યા. જો કે તેમને આવી સલાહો આપનાર સંજય રાઉત મહારાષ્ટ્ર ની જનતા ને ભોળવવા તો મરાઠી માનસ અને મરાઠી લોકો ની સેવા કરવા પોતે રાજકારણ માં આવ્યા નું રટણ કરતા રહે છે. જો કે ઈડી એ તેમની પત્ની ના નામે જપ્ત કરેલી મિલ્કતો ની વિગત સાંભળી ને આ માણસે સેવા ના નામે કેવા મેવા ઝાપટ્યા હશે તેનો અંદાજો મેળવી શકાય છે. ઈડી એ મની લોન્ડરીંગ ને સંલગ્ન તપાસ માં સંજય રાઉત ની પત્ની ના નામે મુંબઈ ની પાડોશ માં આવેલા અલીબાગ માં ૮ પ્લોટ્સ, દાદર મુંબઈ નો એક ફ્લેટ જપ્ત કર્યો છે. મુંબઈ ના ગોરેગાંવ માં પ્રવિણ રાઉત દ્વારા કરવા માં આવેલા પારા ય વ હાર કૌભાંડ ના કેસ માં આ કાર્યવાહી કરાઈ હતી. ઈડી નું માનવું છે કે આ કૌભાંડમાં મળેલા નાણાં નો ફાયદો સંજય રાઉત ને થયો હતો અને તેમાં થી જ આ મિલ્કતો મેળવાઈ છે. જો કે આનો પ્રતિભાવ આપતા સંજય રાઉતે એમ જણાવ્યું હતું કે ૨૦૦૯ માં અમારી મહેનત (??) ના પૈસા માં થી પ્રોપર્ટી ખરીદી હતી. જ્યારે દિલ્હી ના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન ના પરિવાર ના સભ્યો માંથી કોઈ ફર્મ સાથે જોડાયેલા હતા જેની પીએમએલએ હેઠળ તપાસ ચાલી રહી હતી. આ કેસ માં જેમની મિલ્કતો જપ્ત કરવા માં આવી છે તેમાં અકિંચન ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ, ઈન્ડો મેટલ ઈન્ડેક્સ પ્રાઈવેટ લિમિટેડ વગેરે નો સમાવેશ થાય છે. આ તમામ ની સામે પીએમએલએ હેઠળ કેસ નોંધવા માં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.