શ્રીલંકા માં કટોકટી જાહેર
શ્રીલંકા માં વધતા જતા આર્થિક | સંકટ અને જીવનજરુરિયાત ની વસ્તુઓ ની અછત ના પગલે જનતા રસ્તા ઉપર ઉતરી આવી ને વિરોધ પ્રદર્શનો કરી રહી હતી. ત્યાર | બાદ શુક્રવારે શ્રીલંકા ના રાષ્ટ્રપતિ ગોટાવાયા (રાજપક્ષે એ શ્રીલંકા માં કટોકટી ની જાહેરાત કરી દીધી હતી.શ્રી લંકા ની અર્થવ્યવસ્થા માં ટુરિઝમ સેક્ટર | નો સિંહફાળો રહ્યો છે, પરંતુ છેલ્લા બે વર્ષો માં કોરોનાકાળ | માં આંતરરાષ્ટ્રીય | ઉડ્ડયનો બંધ રહેતા | શ્રીલંકા ને ખૂબ મોટુ | નુક્સાન થયું હતું. |આના થી શ્રીલંકા નું વિદેશી હૂંડિયામણ સતત ઘટી રહ્યું હતું. આ ઉપરાંત શ્રીલંકા આર્થિક દિવા ની ચૂંગાલ માં ફસાયું છે. શ્રીલંકા ઉપર
ના કુલ વિદેશી દેવા પૈકી ૬૮ ટકા માત્ર ચીન | નું દેવું છે. શ્રીલંકા એ હંબનટોટા પોર્ટ વિકરૂ પીત કરવા ચીન પાસે થી ૧.૪ અબજ ડોલર નું ધિરાણ લીધુ હતું. જેના હપ્તા ચૂકવી ના શકાતા ચીને ૨૦૧૭ થી હંબનટોટા પોર્ટ ને લીઝ થકી પોતાના પ્રભૂત્વ હેઠળ લઈ લીધું હતું. શ્રીલંકા નું | વિદેશી હૂંડિયામણ ૭૦ ટકા સુધી ઘટી ગયું છે.ત્યાં મોંઘવારી દર ૧૭.૫ ટકા એ પહોંચ્યો છે જે આખા એશિયા માં સૌથી વધારે છે. શ્રીલંકાના ચલણ ની કિંમત એક જ મહિના માં ૪૫ ટકા ઘટી ગઈ હતી. આજ ની તારીખ માં ૧ અમેરિકી ડોલર ની કિંમત ૨૯૨.૫૦ શ્રીલંકન રૂા. છે જે ટૂંક સમય માં ૩૦૦ને પાર પહોંચી જશે. શ્રીલંકા માં રાંધણ ગેસ સિલિન્ડર – ૪૧૧૯ રૂા., પેટ્રોલ ૨૫૪ રૂા. લિટર અને ડિઝલ ૧૭૬ રૂા. લિટર, ખાંડ – ૨૯૦ રૂ. કિલો, ચોખા ૫૦૦ રૂ કિલો જ્યારે દૂધ નો પાવડર ૩૯૦ રૂા. ૪૦૦ ગ્રામ જ્યારે બ્રેડ ના એક પેકેટ ની કિંમત ૧૫૦ રૂા. અને હા નો એક કપ ૧૦૦ રૂા.નો મળે છે. આ ઉપરાંત દેશ ઉપરના વિજ સંકટ ના કારણે દેશભર માં સ્ટ્રીટ લાઈટો બંધ કરાયા ઉપરાંત રોજ ના સાત કલાક નો વિજકાપ અમલ માં છે. શ્રીલંકા માં ગુરુવારે સાંજ થી ડિઝલ સમાપ્ત થઈ ગયું છે જેના કારણે પરિવહન ઠપ્પ થઈ ગયું છે. આ અગાઉ પણ શ્રીલંકા ને ૧.૪ અબજ ડોલર ની સહાય ભારત કરી ચુક્યું છે. જ્યારે અત્યાર ની હાલ ની પરિસ્થિતિ માં પણ ભારતે તેને મદદરૂપ થવા એક બિલિયન ડોલર ની ક્રેડીટ આપી છે જેના પરિણામે શ્રીલંકા ની ડિઝલ ક્રાઈસીસ ના પગલે ભારતે ૪૦ હજાર ટન ડિઝલ નું ટેંકર શ્રીલંકા રવાના કરી દીધું છે.