સત્તાધારી ભાજપા નો સ્થાપના દિવસ

ભારતીય જનતા પાર્ટીનો ૬ઠ્ઠી એપ્રિલ, ૨૦૨૨ એ ૪૨ મો સ્થાપના દિવસ હતો. ૪૨ વર્ષ ના કાર્યકાળ માં ભાજપા એ દેશ ને બે વડાપ્રધાન – ભારતીય રાજકારણ ના અજાતશત્રુ અટલ બિહારી બાજપાઈ અને નરેન્દ્ર મોદી આપ્યા છે. આજે ભાજપા વિશ્વ ની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.ભારતીય રાજકારણ માં અગાઉ જનસંઘ વિપક્ષી પાર્ટી હતી. ૧૯૭૪ માં તત્કાલિન વડાપ્રધાન સ્વ. ઇંદિરા ગાંધી ની સામે લોકનાયક જયપ્રકાશ નારાયણ ના માર્ગદર્શન હેઠળ દેશ ના સર્વે વિરોધ પક્ષો ને જનતા મોર્ચા ના બેનર હેઠળ એકત્રિત થયા હતા. પરિણામ સ્વરુપ ૧૯૭૭ ની લોક Iભા ની ચૂંટણી માં ર૯૫ બેઠકો જીતી ને દેશ ની સર્વપ્રથમ બિનકોંગ્રેસી સરકારે દેશ ની સત્તા નું સુકાન સંભાળ્યું. ગુજરાતી નેતા મોરારજી દેસાઈ ની વડાપ્રધાનપદે નિયુક્ત કરી જનતા મોર્ચા ની સરકારે દિલ્હી માં સત્તા સંભાળી. જો કે માત્ર ત્રણ જ વર્ષ પછી ૧૯૮૦ માં તેઓ માત્ર ૩૧ બેઠકો ઉપર સિમિત રહી ગયા. સ્વાભાવિક રીતે જ હાર નું ઠીકરું ફોડવા માટે તેમણે દોષ નો ટોપલો પૂર્વ જનસંઘીઓ ઉપર ઓઢાડ્યો. ૪ થી એપ્રિલે જનતા પાર્ટી ની રાષ્ટ્રીય કારોબારી ની બેઠક માં પૂર્વ જનસંઘી સભ્યો ની પાર્ટી માં થી રુખસદ અપાઈ. બે દિવસ બાદ જ છઠ્ઠી એપ્રિલે દિલ્હી ની ફિરોજશા કોટલા મેદાન ઉપર અટલ-અડવાણી ની જોડી એ નવા રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી ની ઘોષણા કરી. આમ ૪ર વર્ષો ના વ્હાણા વીતી ગયા અને હાલ માં છેલ્લા સાત-સાડા સાત વર્ષ થી ભાજપા દેશ ની સત્તા સંભાળી રહ્યો છે. જો કે ૧૯૮૦ બાદ ની પ્રથમ ૧૯૮૪ ની લોકસભા ની ચૂંટણી કે જે ભાજપા ની પ્રથમ લોકસભા ની ચૂંટણી હતી, પરંતુ સ્વ. ઈંદિરા ગાંધી ની હત્યા થી ઉદ્ભવેલી સહાનુભૂતિ ની હેર માં ભાજપા માત્ર બે સિટ જીતી શકી હતી. આ ૪૨ વર્ષો માં ભાજપા ના ધારાસભ્યો ૧૪૮ થી વધી ને ૧૨૯૬, સાંસદો ૨ થી વધી ને ૪૨ વર્ષે ૩૦૩, અને મતો પણ ૧.૮૨ કરોડ થી વધી ને ૨૨.૯ કરોડ જ્યારે કાર્યકર્તાઓ ૨૫ લાખ થી વધી ને ૧૭.૪ કરોડ થયા છે. જે ચાઈના ની કોમ્યુનિસ્ટ પાર્ટી ના ૯.૧૪ કરોડ થી લગબગ બમણી સંખ્યા ધરાવે છે.૨૦૨૨ માં દેશ ની વસ્તી માં ૪૯ ટકા ઉપર ભાજપા ની આગેવાની હેઠળ એનડીએ ગઠબંધન ની ૧૭ રાજ્યો માં સરકારો છે. જ્યારે ૨૦૧૪ માં મોદી સરકાર ની રચના બાદ કોંગ્રેસ ૪૯ ચૂંટણી લડી જેમાં થી ૩૯ માં હાર મેળવી. જ્યારે ૨૨૨ કોંગ્રેસી નેતાઓ એ બીજી પાર્ટી માં જોડાઈ ગયા હતા. જ્યારે ૨૦૧૪ થી અત્યાર સુધી માં ૧૭૭ સાંસદો અને ધારાસભ્યો પોતાની માતૃસંસ્થા કોંગ્રેસ થી છેડો ફાડી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published.