સમાચારો સંક્ષિપ્ત માં

-કાશ્મિર ખીણમાં વિસ્થાપિત કાશ્મિરી હિન્દુઓના પુનર્વસન માટે વડાપ્રધાન વિકાસ પેકેજમાં નોકરી મેળવનાર લોકોને કવર કેમ્પમાં વસાવવાની યોજના છે. શ્રીનગરથી બાલતાલ જતા રસ્તામાં આવતી ચાંદરબલ અને આવા ૧૨ એપાર્ટમેન્ટ બિલ્ડીંગો નિર્માણાધીન છે જેમાં ૧૫00 ફ્લેટ્સ બનશે. આ ૧૨ બિલ્ડીંગો પૈકી છ બિલ્ડીંગો લગભગ તૈયાર છે અને ઓગષ્ટ માસ સુધીમાં અડધાથી વધુ ટાવરોમાં લોકો વસવાટ કરવા લાગશે.

– દિલ્હી હાઈકોર્ટ એ ૨૮ મી માર્ચ અને સોમવારે માઈક્રો બ્લોકિંગ પ્લેટફોર્મ ટ્વિટરને જોરદાર ફટકાર લગાવી હતી. દિલ્હી હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે જો તમે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે સત્તા ઉપર હોવા છતા તેમનું એકાઉન્ટ બ્લોક કરી શકતા હોય તો હિન્દુ દેવી-દેવતઓિ વિરુધ્ધ આપત્તિજનક કન્ટેન્ટ પોસ્ટ કરનારના એકાઉન્ટ કેમ બ્લોક નથી કરતા? તમારુ વલણ જ દર્શાવે એ કે આ મામલે તમે કેટલા ગંભીર છો.

– મહારાષ્ટ્રમાં ભાજપી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ના ખુલાસા મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે સામે મુશ્કેલી સર્જી રહ્યા છે. મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટાલિયા વ્હાર વિસ્ફોટકો ભરેલી કાર પકડાઈ ત્યારે ફડનવીસે જ આ ઘટનાક્રમ સાથે સચિન વાઝે સંકળાયા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. ત્યારબાદ તો તપાસમાં વાઝેની નોકરી ગઈ અને હાલમાં જેલમાં છે. તેમાં ગૃહમંત્રી અનિલ દેશમુખની સંડોવણી ખુલતા ખુરશી ગઈ અને જેલની હવા ખાવી પડી. ત્યારબાદ ફડનવીસ સાથે વાકયુધ્ધમાં ઉતરેલા મહારાષ્ટ્રના મંત્રી નાયબ મલિક સામે ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહીમ સાથે સંબંધોના આક્ષેપોની તપાસમાં હાલમાં નવાબ મલિક પણ જેલની હવા ખાઈ રહ્યા છે.દેવેન્દ્ર ફડનવીસે મહારાષ્ટ્રના સ્પિકરને સોપેલી પેન ડ્રાઈવમાં ૧૨૫ કલાકના રેકોર્ડીંગમાં અનેક સ્ટિંગ ઓપરેશન પણ સામેલ છે. જે આવનાર સમયમાં ઉધ્ધવ ઠાકરે ની મુસીબતોમાં બેશક વધારો કરશે.

– મહારાષ્ટ્રના એનસીપી નેતા અને શરદ પવારની નજીક મનાતા મુસ્લિમ નેતા માજીદ તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવા ઉપરાંત વિપક્ષો દ્વારા ઈવીએમ મશીનોની છેડછાડ કરવાના દાવાને વાહિયાત અને દમ વગરના ગણાવ્યા હતા. મુંબઈ અને એનસીપી નેતા નવાબ મલિકની ધરપકડ બાદ અને કોંગ્રેસ, એનસીપી અને શિવ તેના ગઠબંધનની મહાવિકાસ અઘાડી સરકારના ભાજપા સાથેના સંબંધો જ્યારે સૌથી નિમ્ન સ્તરે છે ત્યારે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા એનસીપી નેતા મજીદ મેનન ના નિવેદને ચકચાર જગાવી છે. તેમણે ટ્વિટ કરીને એમ પણ જણાવ્યું હતું કે જે ગુણ પી.એમ. મોદીમાં છે તે વિપક્ષી નેતાઓમાં નથી. તેમનામાં કેટલાક સારા ગુણો અને સારા કાર્યો કર્યા છે જે વિપક્ષી નેતાઓએ નથી કર્યા.

– યુ.પી. વિધાનસભામાં ચાલી રહેલા ધારાસ ભ્યોના શપથવિધિ સમારોહમાં જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શપથ લેવા જઈ રહ્યા હતા ત્યારે સ.પા. નેતા અખિલેશ યાદવે ઉભા થઈ બુકે આપીને યોગીજીનું અભિવાદન કર્યું હતું. યોગીએ પણ સસ્મિત વદને અખિલેશની પીઠ થપથપાવી હતી. બાદમાં જ્યારે અખિલેશ શપથ માટે જતા હતા ત્યારે પણ યોગીજીએ નમસ્તે કરીને તેમનું અભિવાદન કર્યું હતું.

– આખા દેશમાંથી કાશ્મિરી હિન્દુઓ ૨ જી એપ્રિલના રોજ નવરહ પર્વ ની ઉજવણી કરવા કાશ્મિર ખીણ જવાના છે. ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ઉજવાનારા આ પર્વમાં કાશ્મિરી હિન્દુઓ કાશ્મિર ઘાટીમાંજઈને ત્યાં આવેલા હરિ પર્વત ઉપર માં શારિકા મંદિરમાં માતાજીનું પૂજન અર્ચન કરીને કાશ્મિરી હિન્દુઓના પુનઃસ્થાપન માટે પ્રાર્થના કરશે. આમ હવે કાશ્મિર ઘાટીમાં જઈને કાશ્મિરી હિન્દુઓ નવરહ પર્વની ઉજવણી કરશે.

– મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી ગઠબંધન સરકારના સાથી પક્ષ કોંગ્રેસના ૨૫ ધારાસભ્યો અઘાડી સરકાર સાથે બળવાના મૂડમાં છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીને મળવાનો સમય માંગ્યો છે. તેમની એવી ફરિયાદ છે કે અમારી સરકારના મંત્રીઓ જો અમારી જ વાત નથી સાંભળતા તો આગામી ચૂંટણીમાં આપણે કોંગ્રેસ પક્ષ કઈ રીતે સારુ પ્રદર્શન કરી શકીશું? તેમનો આગ્રહ છે કે લોકોના કામ ના કરતી સરકારને છોડો. તેમણે પક્ષ અધ્યક્ષને પત્ર લખીને તેમના સીધા હસ્તક્ષેપની માંગ કરી છે તેમ જ રુબરુ મુલાકાત માટે સમય પણ માંગ્યો છે. પહેલેથી જ મુસીબતોનો સામનો કરી રહેલા મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે કોંગ્રેસના ર૫ ધારાસભ્યોના બળવાના સમાચારથી પરેશાન છે.

– યુધ્ધ થી ક્યારેય સમસ્યાનું સમાધાન નથી થતું, પરંતુ સમસ્યા વધે છે. રશિયા-યુક્રેન યુધ્ધથી ના માત્ર રશિયા અને યુક્રેન ને જ, પરંતુ વિશ્વને ૬૦,૦૦૦ કરોડ ડોલરનું નુક્સાન થઈ ચુક્યુ છે. ૨૪ મી ફેબ્રુ. ૨૦૨૨ ના શરુ થયેલુ આ યુધ્ધ હજુ ૩૦ મી માર્ચે પણ ચાલુ જ છે, યુક્રેનની અર્થ વ્યવસ્થાને ૬૩૦૦ મિલિયન ડોલરનું નુક્સાન થયું છે જ્યારે આ દેશના અનેક શહેરો ઉપર મિસાઈલ હુમલાથી થયેલા જાનમાલની નુક્સાની અલગ.

– બજેટ સત્રના છેલ્લા સપ્તાહમાં કોંગ્રેસ સંસદીય દળની બેઠક મળી હતી જેને સંબોધતા કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ આપસી મતભેદો ભૂલીને પક્ષને મજબૂત કરે હવે પછીનો માર્ગ ઘણો મુશ્કેલી ભર્યો છે. આપણે દેશ અને સમાજ માટે જીતવું પડશે. આ બેઠકમાં પૂર્વ પ્રધાન મનમોહનસિંગ, રાહુલ ગાંધી, અધીર રંજન ચૌધરી તેમ જ મલ્લિકાર્જુન ખડગે જેવા વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા.

– ભારતના ઈન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મંત્રાલયે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર વ્યવસ્થા અને વિદેશી સંબંધોને લગતી ખોટી માહિતી ફેલાવવા બદલ ૪ પાકિસ્તાન સ્થિત યુટ્યુબ ન્યુઝ ચેનલો સહિત કુલ ૨૨ યુટ્યુબ ચેનલોને બ્લોક કરી દીધી હતી. આ ઉપરાંત ૩ ટ્વિટર એકાઉન્ટ, ૧ ફેસબુક એકાઉન્ટ તેમજ ૧ ન્યુઝ વેબસાઈટને પણ સમાન કારણોસર બ્લોક કરાઈ હતી. આમ દેશ વિર|ોધી અને દેશ હિતને નુક્સાનકારક સો.મિડીયાના વ્યાપક થતા ઉપયોગ સામે આખરે આઈ.બી.એ આંખ લાલ કરી છે.

– ભારતમાં એપ્રિલ મહિનો શરુ થતા જ ગરમીનો પારો ઉપર ચઢવા લાગ્યો છે. ગુજરાતમાં પણ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ ગરમીનો પારો ૯ શહેરોમાં ૪૦ ને પાર થઈ ગયો છે. જે પૈકી અમદાવાદ અને રાજકોટમાં તાપમાન ૪૨.૬, ગાંધીનગર માં ૪૨.૩, સુરેન્દ્રનગરમાં ૪૧.૮, ભૂજમાં ૪૧.૮, ડીસામાં ૪૧.૭, કેશોદમાં ૪૧ | ડિગ્રી જ્યારે વડોદરા અને કંડલામાં ૪૨.૬ ડિગ્રા તાપમાન થઈ ગયું છે.

– એક ચિંતાજનક સમાચાર એવા આવ્યા છે કે જમ્મુ અને કાશ્મિરમાં અઢીસો થી વધુ આતંકવાદીઓ સક્રિય છે. હાલમાં જમ્મુમાં ૭૯ વિદેશી આતંકીઓ સહિત ૧૭૨ આતંકવાદીઓ સક્રિય છે. આ ઉપરસંત તેમની સાથે સ્થાનિક યુવકો ને પણ બ્રેઈનવોશ કરીને તેમને પણ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ કરાયા છે.

Leave a Reply

Your email address will not be published.