૮૦ ટકા ના લોહી માં પ્લાસ્ટિક

લોકો ની જીંદગી ની રોજ ની જરૂરિયાતો માં વિવિધ પ્રકારે વપરાતુ પ્લાસ્ટિક હવે મોટા ભાગ ના લોકો ના લોહી નો એક ભાગ બની ગયું છે. આના થી હાર્ટ એટેક તથા કિડની ફેઈલ થવા જેવી જીવલેણ બિમારીઓ થઈ શકે છે.નેધરલેન્ડ ની યુનિ.ઓફ એન્સટર્ડમ એ પોતાના રિસર્ચ ના જાહેર કરેલા તારણો માં જાણવા મળ્યું છે કે ૮૦ ટકા લોકો ના લોહી માં માઈક્રો પ્લાસ્ટિક ના કણો મોજુદ છે. આના થી સતર્ક થઈ જઈ ને પોતાની વિવેકબુદ્ધિ થી પ્લાસ્ટિક નો ઉપયોગ ટાળવા ની જરૂર છે. આ સર્વે માં સામેલ થનારા લોકો ના લોહી માં ૭૦૦ નેનરેમિટર થી મોટા સિન્થટીક પોલિમર જણાયા હતા. આ લોકો ના લોહી માં પોલિઈથીલીન ટેરેસલેટ અને સ્ટાયરીન પોલિમરના બનેલા માઈક્રો પ્લાસ્ટિક ના કણો મળ્યા હતા. એક સપ્તાહ માં શ્વાસ અને ખોરાક દ્વારા ૨૦૦૦ માઈક્રો પ્લાસ્ટિક કણ શરીર માં દાખલ થાય છે. ૧ વર્ષ ના પર સપ્તાહ માં આ રીતે ૧,૦૪,૦૦૦ માઈક્રોપ્લાસ્ટિક ના કણ શરીર માં દાખલ થાય છે. જેમાં થી લગભગ અડધો ભાગ કચરા સ્વરુપે શરીર ની બહાર નિકળી જાય છે જ્યારે અડધો ભાગ લોહી માં ભળી જાય છે. આ પ્લાસ્ટિક ના કણો ખાવાપીવા માં – પ્લાસ્ટિકી બોટલ માં થી પાણી કે જ્યુસ પીવાથી, પ્લાસ્ટિક ની કોથળી વાળા ફૂડ પેકેટ્સ, પ્લાસ્ટિક કન્ટેનર માં ખાદ્યપદાર્થ રાખવા થી તેમ જ શ્વાસ લેતી વખતે હવા માં તરતા સુક્ષ્મ માઈક્રો પ્લાસ્ટિક ના કણો શરીર માં દાખલ થઈ જાય છે. આવા માઈક્રો પ્લાસ્ટિક ખોરાક દ્વારા લિવર સુધી અનેત્યાં થી પાચન પ્રક્રિયા ( મારફતે લોહી માં ભળે છે. જ્યારે શ્વાસ લેવા 1 દરમિયાન શરીર માં દાખલ થયેલા માઈક્રો પ્લાસ્ટિક હૃદય અને ફેફ્સા દ્વારા લોહી માં ભળી જાય છે. પ્લાસ્ટિક બનાવવા વપરાતુ કેમિકલબીપીઓ થી ભવિષ્ય માં કેન્સર થવાનું જોખમ છે, તદુપરiત લોહી માં માઈક્રોપ્લાસ્ટિક ના કારણે લિવર અને કિડની ને પણ નુક્સાન પહોંચે છે. લગભગ સો વર્ષ અગાઉ શોધાયેલા પ્લાસ્ટિક ની સમસ્યા એ છે કે તે બાયોડિગ્રેડેબલ નથી, અર્થાત કે તે કાગળ, લાકડા કે ખોરાક ની જેમ વિઘટીત થઈ જતું નથી પરંતુ સેંકડો વર્ષો સુધી પર્યાવરણ માં ટકી શકે છે. માનવી એ પોતાની આધુનિકતા તરફ ની આંધળી દોડ માં અત્યાર સુધી માં ૧૦ હજાર લાખ હાથીઓ ની સમકક્ષ પ્લાસ્ટિક પૃથ્વી ઉપર ખડકી દીધું છે જે ૨૦૫૦ સુધી માં ૧૨.૦૨ લાખ કરોડ કિલો સુધી પહોંચી જશે. અને તે સૈકાઓ સુધી પર્યાવરણ ને અને માનવ શરીર ને નુક્સાન પહોંચાડતા રહેશે.

Leave a Reply

Your email address will not be published.