અનન્યા – ઈશાન નું બ્રેક અપ
બોલિવુડ માં છેલ્લા ત્રણ વર્ષ થી લવબર્ડ ગણાતા ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડે ત્રણ વર્ષ ની રિલેશનશીપ બાદ પરસ્પર ની સમજૂતિ થી બ્રેકઅપ કરી ચૂકયા છે. હવે તેઓ રિલેશનશીપ માં નથી અને સિંગલ છે જો કે તેમની મિત્રતા ચાલુ રહેશે.બોલિવુડ એક્ટર શાહિદ કપૂર ના ભાઈ અને ખુદ પણ એક્ટર ઈશાન ખટ્ટર છેલ્લા ત્રણ વર્ષો થી ચંકી પાંડે ની સુપુત્રી અને ટુડન્ટ ઓફ ધ યર-૨ થી બોલિવુડ માં ડેબ્યુ કરનાર અનન્યા પાંડે વચ્ચે હવે બ્રેક અપ થઈ ગયું છે. જો કે વિતેલા ત્રણ વર્ષો દરમિયાન પણ તેમણે તેમના સંબંધો નો ક્યારેય ઓફિશ્યિલી સ્વિકાર નહતો કર્યો. તેમ જ ક્યારેય તેમણે તેમના સંબંધો છૂપાવ્યા પણ ન હતા. બોલિવુડ ની વિવિધ પાર્ટીઓ થી લઈ ને ઈવેન્ટ્સ માં બન્ને હાથ માં હાથ નાંખી ને સાથે જ જોવા મળતા હતા. ઉપરાંત તેઓ વેકેશન મનાવવા પણ સાથે જતા હતા અને તેના ફોટોઝ પણ સોશ્યિલ મિડીયા માં મુકતા હતા. જો કે આખરે ત્રણ વર્ષ બાદ હવે તેમણે પરસ્પર ની સમજૂતિ થી બ્રેકઅપ નો નિર્ણય કર્યો છે. તેમણે આના માટે પણ ઓફિશ્યિલી કોઈ કારણ જણાવ્યું નથી. પરંતુ તેમના અંતરંગ વર્તુળો જણાવ્યા પ્રમાણે હવે બન્ને એકબીજા સાથે એડજસ્ટ કરી શકતા નથી. આના ઉપરાંત ઘણી બધી પરિસ્થિતિઓ તેમ જ વસ્તુઓ ને જોવા નો બન્ને નો દૃષ્ટિકોણ પણ અલગ પડે છે. આ જ કારણ થી હવે તેઓ આ સંબંધ ને વધુ આગળ લઈ જવા માંગતા નથી. અને બન્ને એ સહમતિ થી, શાંતિ થી અલગ થવા નો નિર્ણય કર્યો છે. જો કે તેમના જ ણ . યા પ્રમાણે બન્ને વચ્ચે નો’રોમાન્સ જરુર થી પુરો થઈ ગયો છે, પરંતુ મિત્રતા ચાલુ જ રહેશે. બન્ને જણા બ્રેકઅપ ને સમજદારી અને મેચ્યોરિટી થી લેવા માંગે છે. આથી જો આ વિષે બન્ને એ પોતાના અંગત સંબંધો અને વ્યાવસાયિક સંબંધો ને અલગ રાખતા જો ભવિષ્ય માં તેમને કોઈ ફિલ્મ ની સાથે કામ કરવા ની ઓફર મળશે તો તદ્દન પ્રોફેશ્નલી તેઓ આવી ફિલ્મ પણ સ્વિકારશે. અનન્યા હાલ માં જ ગહેરાઈયાં ફિલ્મ માં નજરે પડી હતી. આ ઉપરાંત તેની આગામી ફિલ્મો માં લાઈગર અને ખો ગયે હમ કહાં છે જ્યારે ઈશાન છેલ્લે ૨૦૨૦ માં ફિલ્મ ખાલીપીલી માં નજરે પડ્યો હતો.